હાથ ઉંચો કરો ભાઈ…..! તમે કહેશો કે “શાના માટે એ તો કહો..?” ..કહું? કહું વ્હાલા… જેટલા પ્રશ્નો આજે મોક ટેસ્ટમાં હું પૂછું એમના જવાબ જો ‘હા’ હોય તો હાથ ઉંચો કરવાનો છે. (થોડીક પ્રમાણીકતાથી.. પ્લીઝ..!) સમજી ગયા ને? ઓહો… સમજદાર છો જ એમ તો તમે.
– કેટલા લોકોએ આજે સિરિયસલી દરેક મેસેજ વાંચ્યો? (વોટ્સએપ પર આવેલી દરેક ‘ન્યુ યર વિશ’નો મેસેજ)
– ઇંગ્લિશ મેસેજ કેટલા લોકો માત્ર સ્ક્રોલ કરીને આગળ વધ્યા?
– મેસેજ વાચ્યા વિના જ કોઈકનો બેઠો મેસેજ ઉઠાવીને કેટલાય લોકોને કોપી મોકલી હોય એવા કેટલા?
– સામેની વ્યક્તિ (સોરી..ઇંગ્લીશમાં ‘ફ્રેન્ડ’) નો મેસેજ જોયા વિના જ તરત જ એમને ‘કોપી’ (એ પણ કોઈકની) સેન્ડ કરવાવાળા કેટલા?
– પાછલા વર્ષ કરતા આ વર્ષે દોસ્ત ને ફોન કરીને કે મળીને “ન્યુ યર વિશ” કરવાનો રેશિયો વધ્યો કે ઘટ્યો?
– માત્ર વોટ્સએપ પર જ મેસેજ કરીને પોતાનું કામ પૂરું કરવા વાળા કેટલા?
– અને હા, માત્ર મેસેજ જોઇને કોઈ પણ પ્રકારનો ફોર્માલીટી માટે પણ રિપ્લે નહિ આપનાર બંડખોરો કેટલા?
ઘણા બધા. આવા ઘુડ્બંગ-શંકરો જ વધુ છે. આજે દરેક લોકો નોકરી – છોકરી – પ્રોપર્ટી – લક્ષ્મી – સરસ્વતી (ટૂંકમાં નારી જાતિ)ની પાછળ આપણા કહેવાતા એન્જીનીર લોકો હાથ ધોઈને પડ્યા છે. બધાને બધું જ જોઈએ છે, પરંતુ એક રૂમમાં બેઠા-બેઠા આખી દુનિયાને “વિશ” કરવી છે. અરે બિરાદર, એમ જ કઈ આ ‘નારી જાતિ’ સોસાયટીના દરવાજા પર નથી ઉભેલી કે તમારી પાસે આવે અને કહે, કે “ચલ હું તારી સાથે આવું અને તને સુખી કરું.” એના માટે એ લોકોને મળવું પડે જેમને ભગવાને આ જાતિને મેળવવા માટે ‘ઇન્ટરમીડીએટ’ બનાવેલા છે. કેટલાય ઘુડશંકરો એવા છે એકદમ ટોપા – મીંઢ – ડોબા, જેમને સામાજિકતાનો કક્કો પણ ખબર નથી, કે નથી કઈ પણ પ્રકારની વ્યવહારિકતામાં ખબર પડતી. બસ, એ ભલા, એમનો મોબાઈલ ભલો અને કોપી-પેસ્ટના મેસેજ ભલા. દુનિયામાં કેવા પ્રકારના લોકો છે એ જાણવું હોય તો કાલનો દિવસ એકદમ સ્યુટેબલ હતો. આવતી કાલે નોકરી – છોકરી – શિક્ષા – ઈજ્જત જોઈએ છે બધાને. અને કામ તો અલ્ટીમેટલી એ જ લોકો સાથે કરવાનું ને…! તો પછી, એ મળવામાં – કૈંક શીખવામાં – કૈંક ઓબ્ઝર્વ કરવામાં – કૈંક જાણવામાં – કૈંક લોકોનો એક્સપીરીયન્સ સાંભળવામાં કઈ જ પ્રકારનો રસ નથી.
આજે પણ ઘણા બંડખોરો એવા પડ્યા છે, જાણે આને તો આપણે જ મેસેજ કરવાનો ઠેકો લીધો હોય, અને પોતે તો બહુ બીઝી હોય એવો ખોટો ઢોંગ કરે. જાણે પોતાની જાતને કઈ-કઈ સમજીને હવામાં છોળો ઉડાવતા હોય એમ ઇગ્નોર કરે. આવા લોકો તો દુષણ જ છે ખરેખર. આજથી પહેલા ૩-૪ વર્ષ પહેલા જયારે મોબાઈલ નવું નવું આવેલું ત્યારે દીકરો શહેરમાંથી પોતાના પિતાજીને ફોન લગાવે નવા વર્ષના દિવસે અને બંને સીમ કાર્ડ જાણે એક જ ફોનમાં આવી ગયા હોય એવું પ્રતીત થાય, અને જેને ફોન કર્યો હોય એ પણ થોડો ટેન્શનમાં હોય કે હવે જલ્દી વાત પતે તો સારું, બેલેન્સ કપાય છે બરાબરનું.. થોડું વધુ ફ્લેશબેક. ૧૦ વર્ષ પહેલાનો સમય. મોબાઈલ નહોતા પરંતુ, લેન્ડલાઇન નંબર હોય એક સોસાયટી વચ્ચે. એ દિવસે દરેકના STD-PCO માંથી ફોન કરે (રૂપિયો નાખીને વાત કરવાની સિસ્ટમ) અને જાણે બંને ફોનનો એક જ વાયર હોય એવું ભાસે. ફિક્સ સિક્કા રૂપિયાના લઈને આવવાનું અથવા દુકાનવાળા કાકા એક-એક રૂપિયો નાખતા જાય. આ સમયે નવા વર્ષનું કૈક વધુ મહત્વ હતું. એના પહેલા હજુ થોડું..૧૫-૨૦ વર્ષ. સીધો જ છોકરો રૂબરૂ બા-બાપુજીને પત્ર લખતો. ટપાલી એ પત્ર અઠવાડિયે પહોચાડે, એટલે લખવાનો પણ વહેલા કે જેથી સમયસર પત્ર મળી જાય. વળી, એ પત્રમાં શું લખેલું છે ટપાલી વાંચીને સંભળાવે, અને વાચનાર-સંભાળનાર બંનેના હૈયામાં હરખની હેલી ઉમટી પડે. કદાચ, ટપાલીભાઈ દરેકના સુખ-દુ:ખના હમેશા સાક્ષી બનીને રહેતા.
આ દરેક પરિસ્થિતિમાં એક વાત નોટીસ કરી? જયારે મનુષ્ય પાસે કોઈ પણ પ્રકારના સાધનો નહોતા ત્યારે સંબંધોમાં રહેલા પ્રેમની મીઠાસ અલગ જ હતી જેનો ટેક્ષ્ચર આખાયે મનખાદેહમાં પ્રસરી જાય. જેમ-જેમ વસ્તુ સસ્તી અને સરળતાથી મળી રહેતી થઇ ત્યારે આવડો મોટો ફેસ્ટીવલ પણ ફિક્કો પાડવા લાગ્યો. એમાં પણ સૌથી વધુ સરળ ફ્રી માં મેસેજ થાય પણ કોઈ વાંચે પણ નહિ એવી પરિસ્થિતિ આજે છે. જયારે ૫ વર્ષ પહેલા ફોનના બેલેન્સને લીધે વાત કવિ હોય છતાં ડાયલર મુકવું પડતું(બીજા ઘણા લોકો લાઈનમાં ઉભા હોય ને….!). ૧૦ વર્ષ પહેલા સિક્કાઓ પુરા થઇ જતા પણ એ અમુક મીનીટોની વાતને લકો કેટલીય વાર યાદ કરીને મનમાં સજાવ્યા કરતા. ૧૫-૨૦ વર્ષ પહેલા લોકો એ પીળાશ પડી ગયેલા પત્રો ચીમળાઈ ગયેલી પરિસ્થિતિમાં હોય ચત્તા એક પેટીમાં સાચવીને મૂકી રાખતા અને અમુક દિવસોએ પત્રો પેટીમાંથી કાઢીને એમને વાંચ્યા કરતા. આ હતી ઓછું છતાં પૂરું હોય એવું અનુભવવાની લાગણી. અને આજે બધું જ છે છતાં ‘લાસ્ટ સીન’ જોઈ-જોઇને જીવ બળવાની આદત પડી ગઈ છે લોકોને. જયારે પહેલા તો ‘લાસ્ટ સીન’ કેટલાય મહિનાઓ સુધી શક્ય નહોતું બન્યું. છતાં, ફ્રી ની ટેકનોલોજીના લીધે મેક્સિમમ લોકોને વિશ તો કરી શકીએ છીએ એ પ્લસ બેનીફીટ છે. હા, કાલે આ લખવાનો જ હતો. પરંતુ મારો થોડો સ્વાર્થ પણ હતો, કે આવા ઘેટાશંકરોના મેસેજમાં મારી મહેનત પર પાણી ફરી વળશે અને ઉપર લખ્યું એમ ખાલી સ્ક્રોલ જ થઇ જશે. ભૂલચૂક માફ કરી દેવી ગયા વર્ષમાં કઈ મારાથી થઇ હોય તો. નવા વર્ષની શરૂઆત બમણા ઉત્સાહ સાથે કરીએ.
– કંદર્પ પટેલ
કંદર્પભાઈનો અક્ષરનાદ પર આ પ્રથમ લેખનપ્રયાસ છે. બેસતા વરસના સપરમા દિવસે એકબીજાના ઘરે જઈ, સંબંધીઓ અને મિત્રોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓ આપવાની મજા વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મિડીય પ્લેટફોર્મ લઈ ગયા છે. સૂરતના કંદર્પભાઈ પટેલ આ જ વિષય પર તેમની વાત લઈ આજે ઉપસ્થિત થયા છે. અક્ષરનાદમાં તેમનું સ્વાગત અને તેમની કલમને શુભકામનાઓ.
સરસ લેખ બદલ અભિનંદન……
આ વિષયમાં એક વાત શૅર કરું છું. અમારા એક સહ કાર્યકર બળાપો ઠાલવ્યો કે હવે આપણા તહેવારોમાં મજા નથી રહી. કોઇ મળવા નથી આવતું, સૌ પોતપોતામાં પડ્યા છે. આ ભાઇ પોતે તો કોઇને મળવા જતા નથી કે સામેથી વિશ પણ કરતા નથી, હુતો હુતી એકલા છે છતાંય લોકસંપર્ક રાખવો નહીં ને ફ્રરીયાદો કર્યા કરવાનું વલણ…..તાળી બે હાથે જ પડે છે… સંબંધોને પણ રીચાર્જ કરવા પડે નિયમિત રીતે સીંચવા પડે અને ત્યારે જ તે તાજા રહે છે નહીં તો કરમાવા માડે…
સત્ય કહ્યું સુનીલભાઈ ,
સંબંધોમાં લાગણીની ભીનાશ જોઈએ,જે કોપી-પેસ્ટના મેસેજથી નહિ પરંતુ રૂબરૂ મળીને સંબંધ-સેતુ બાંધવાથી જ આવશે.
-પ્રથમ લેખન પ્રયાસને સરાહવા બદલ ધન્યવાદ.
ધન્યવાદ, ગોપાલ ભાઇ .પ્રથમ લેખન ને સરાહવા બદલ.
અશોક ભાઇ, તમારા લેખનોમાંથી પ્રેરણા લઈને વધુ શીખવાનો પ્રયત્ન કરીશું.
પહેલા શુદ્ધ ગુજરાતી લખતા શીખો.
મુરબ્બી શ્રી અશોકભાઈ, આપ ની વાત સાથે હુ સમંત છુ, પણ આજે કોલેજ મા ભણતા યુવાનો ને પુરો “કક્કો” કે “બારાખડી” (બાર અક્ષરી) યાદ નથી હોતી, એવી પરીસ્થીતી મા કોઇક ગુજરાતી વાનગી પરોશે તો આપણે આનંદ માણવો જ જોઇએ. એ વાનગી ને સ્વાદીષ્ટ કેમ બનાવી શકાય એ ચર્ચા પછી પણ થઇ શકે.
Realistic article.congrates.aaj na mobile na jamana ma jya jau tya jou ke darek balak ghar ma ,train ma moblie lai game ramva besi jay che tyare kharekhar dukh thay che.
મુરબ્બી શ્રી જીગ્નેશભાઈ
સુરેશ જાની લિખિત લેખ ખુબજ ગમ્યો. મારા પોતાના વિષયમાં કહું તો જ્યારે જ્યારે ટીવી અને મોબાઈલ વગર અમારું કુટુંબ જમવા બેસે છે ત્યારે કંઇક અલગ જ અનુભવ હોય છે. આનંદ થી વાતો થાય છે, વાનગીઓ ની અને કૌટુંબિક પ્રસંગો ની ચર્ચા થાય છે અને કામકાજ વિષે પણ ચર્ચા થાય છે.
અને જ્યારે જ્યારે ટીવી અથવા તો મોબાઈલ ચાલુ હોય તો બધાનું ધ્યાન તે તરફ હોય છે ન ખાવામાં ધ્યાન કે ના વાતોમાં. અલગ દુનિયા. સાચું કહીએ તો ટેકનોલોજી એ આપના વયકતીક અને કૌટુંબિક જીવન ની ધૂળધાણી કરી નાખી છે. પહેલા ટીવી પછી વિડીઓ પછી ઈંટરનેટ અને મોબાઈલ, અને અધૂરામાં પૂરું કરવા વ્હોટસએપે જીવન સત્યાનાશ કરી નાખ્યું છે. ટેકનોલોજી નો ઉપયોગ કે સદુઉપયોગ કેમ કરવો તેનો વિનય નથી. વોટ્સએપ માં સવારે ગૂડ મોર્નિંગ નાં આજે ત્રીસ મેસેજ છે ???? અને તેની વચમાં મારા એક મિત્રના પિતાની પ્રાર્થના સભાના છે હવે જો ન જોઈએ તોયે ઉપાધી.
આ વિષયમાં નીચેની લીંક ઉપર સારા લખાણો છે જે અંગ્રેજી માં છે. આશા છે વાચક મિત્રોને ગમશે.
http://www.janellburleyhofmann.com
nice…
ધન્યવાદ, હેમલ વૈષ્ણવ.