Daily Archives: November 6, 2013


ફીલિંગ્સમાં લેખ : ગીરનું અનોખું તીર્થ – જંગવડ 8

ગીરનું વન મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે. સિંહની વસ્તી ધરાવતો ગાઢ વનરાજી અને જૂજ માનવવસ્તીવાળો સંરક્ષિત વિસ્તાર એટલે ગીરનું અભયારણ્ય જેમાં પ્રવેશ નિષેધ છે. આ આરક્ષિત વિસ્તાર સિવાય અભયારણ્યની સરહદની આસપાસની જગ્યાઓ કે જ્યાં સરળતાપૂર્વક પહોંચી શકાય છે, તેમાં પણ અનેક અનોખાં, પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને છતાંય લોકપહોંચથી દૂર અનેક સ્થાનો આવેલા છે. અફાટ પ્રાકૃતિક સૌંદર્ય, વૈવિધ્યપૂર્ણ વન્ય જીવસૃષ્ટિ, તદ્દન નિઃશબ્દ એકાંત, અવિસ્મરણીય અનુભૂતિ ધરાવતો નદી કિનારો અને આ બધાંની સાથે આસ્થા અને શ્રદ્ધાની અનોખી ધૂણી એટલે ગીરમાં આવેલું જંગવડ.