Daily Archives: November 18, 2013


વાચકોની કાવ્યરચનાઓ.. – સંકલિત 17

અક્ષરનાદ પર જે મૂકવા માટે હું સતત અવસર શોધતો હોઉં છું અને જેને પ્રસ્તુત કરવાની સૌથી વધુ મજા આવતી હોય એ છે વાચકોની પદ્યરચનાઓ. આ એવા મિત્રો છે જે વ્યવસાયિક કવિઓ નથી, જેમના કાવ્યસંગ્રહો બહાર પડ્યા નથી, જેમણે મુશાયરાઓ ગજવ્યા નથી કે સામયિકોમાં તેમની કવિતાઓ છપાઈ નથી, પણ તેમની લાગણી અને દ્રષ્ટિકોણને પ્રસ્તુત કરવા માટે તેમણે પદ્યરચના કરવાનું બીડુ ઝડપ્યું છે. પ્રસ્થાપિત કવિઓની સરખામણીમાં તેમની કલમ કદાચ એટલી મંજાયેલી, શાસ્ત્રીય કે અન્ય ભૂલો વગરની ન હોય પરંતુ તેના વિષયો અને અભિવ્યક્તિ પ્રસ્થાપિત કવિઓથી સદાય અગ્ર રહે છે. આજે પ્રસ્તુત રચનાઓના વિષયો જુઓ… ઘાટકોપર, મુંબઈના પિયુષભાઈની વોટ્સએપની કવિતા, નસીબ – મંગળ શનિમાં ખોવાયેલ ભાગ્યને શોધવાની ક્ષુલ્લક કોશિશને અરવિંદભાઈ સોની વાચા આપે છે તો ડૉ. પ્રવીણ સેદાની માદા ભૃણહત્યા જેવા વિષયને વાચા આપે છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ ત્રણેય મિત્રોનો આભાર.