Daily Archives: November 13, 2013


માદા ભૃણહત્યા : એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં.. – ભવસુખ શિલુ 8

આખાય ભારત દેશમાં અને વિદેશોમાં વસતા ભારતીય કુટુંબો એક એવા પૂર્વગ્રહથી ખાસ પીડિત છે કે દરેક દંપતિને કમસે કમ એક પુરુષ સંતાન (દીકરો) હોવું જ જોઈએ. એક બાબો અને એક બેબી હોય તે સૌની સામાન્ય પસંદગી હોય છે. વળી તેમાં કેટલાક દંપતિઓ એક બાબો તો હોવો જ જોઈએ તેવી દૃઢ માન્યતામાં રૂઢ થયેલા હોય છે. આ ધાર્મિક માન્યતા છે, અહીં ગરીબ – તવગંર – શિક્ષિત – અભણ નો કોઈ ભેદ નથી. વળી આમાં પ્રાચીન અર્વાચીન વલણો મિશ્રિત થયા છે. એક તો મોટો પૂર્વગ્રહ પોતાનો વંશવારસ જાળવી રાખવા માટે એક પુત્ર અનિવાર્ય પણે જરૂરી છે, જે પિંડદાન કરે અને કુળના વારસાઈ ગુણો જાળવી રાખે. અર્વાચીન વલણ પ્રમાણે નાનું કુટુંબ હોય તો આર્થિક વિકાસ ઝડપી બને છે, અને વળી પાછા તમે જ્યારે બિઝનેસ મેનેજમેન્ટના ખર્ચાળ પાસાંઓનો અભ્યાસ કર્યો હોય ત્યારે તો દીકરી ઉછેરી મોટી કરવી, ભણાવી, ગણાવી, દહેજ આપી, લગ્ન કરાવી પારકે ઘરે મોકલી દેવાની અને જીવનભર ભેટ સોગાદો આપ્યા કરવાનો ‘આર્થિક બોજ’ ખૂબ વસમો ન લાગે. આપણા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી પર થતા અત્યાચારો અને અમાનવીય વલણો વિષે ઐતિહાસિક સંદર્ભ તપાસવાનો એક પ્રયત્ન અહીં કર્યો છે. જેમાં ભૂતકાળની વાતોમાં કલ્પના અને તર્ક લડાવ્યો છે. પુરાવા શોધવાનું કામ સમાજ પર છોડી દીધું છે. અક્ષરનાદને આ મહત્વના સામાજિક મુદ્દા વિશે પોતાનો દ્રષ્ટિકોણ અને મંતવ્યો આપવા અને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ ભવસુખભાઈ શિલુનો ખૂબ ખૂબ આભાર તથા શુભકામનાઓ.