વાચકોની કાવ્યરચનાઓ.. – સંકલિત 17


અક્ષરનાદ પર જે મૂકવા માટે હું સતત અવસર શોધતો હોઉં છું અને જેને પ્રસ્તુત કરવાની સૌથી વધુ મજા આવતી હોય એ છે વાચકોની પદ્યરચનાઓ. આ એવા મિત્રો છે જે વ્યવસાયિક કવિઓ નથી, જેમના કાવ્યસંગ્રહો બહાર પડ્યા નથી, જેમણે મુશાયરાઓ ગજવ્યા નથી કે સામયિકોમાં તેમની કવિતાઓ છપાઈ નથી, પણ તેમની લાગણી અને દ્રષ્ટિકોણને પ્રસ્તુત કરવા માટે તેમણે પદ્યરચના કરવાનું બીડુ ઝડપ્યું છે. પ્રસ્થાપિત કવિઓની સરખામણીમાં તેમની કલમ કદાચ એટલી મંજાયેલી, શાસ્ત્રીય કે અન્ય ભૂલો વગરની ન હોય પરંતુ તેના વિષયો અને અભિવ્યક્તિ પ્રસ્થાપિત કવિઓથી સદાય અગ્ર રહે છે. આજે પ્રસ્તુત રચનાઓના વિષયો જુઓ… ઘાટકોપર, મુંબઈના પિયુષભાઈની વોટ્સએપની કવિતા, નસીબ – મંગળ શનિમાં ખોવાયેલ ભાગ્યને શોધવાની ક્ષુલ્લક કોશિશને અરવિંદભાઈ સોની વાચા આપે છે તો ડૉ. પ્રવીણ સેદાની માદા ભૃણહત્યા જેવા વિષયને વાચા આપે છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ ત્રણેય મિત્રોનો આભાર.

૧. વોટ્સએપની કવિતા.. 

પતિ-પત્ની હવે મળે છે વોટ્સએપ પર,
ને સુખ દુઃખ હવે વહેંચાય છે વોટ્સએપ પર.

છોકરાંવ માંગે છે ચોકલેટ હવે વોટ્સએપ પર,
ને મમ્મી પપ્પા આપે છે બસ બકી હવે વોટ્સએપ પર.

હાલતાં ચાલતાં બસમાં કે ટ્રેનમાં નજર છે હવે વોટ્સએપ પર,
હાય હલ્લો ને ‘કેમ છો’ હવે પૂછાય છે વોટ્સએપ પર.

મિત્રો ને સગાવહાલાંના ટોળા છે હવે વોટ્સએપ પર,
ને ઘરમાં ફરી રહે છે એકલતા હવે વોટ્સએપ પર.

સારા નરસાં સમાચાર અપાય છે હવે વોટ્સએપ પર,
ને હર્ષ શોક દર્શાવાય છે હવે વોટ્સએપ પર.

રાત પડે ને સવાર ઊગે છે હવે વોટ્સએપ પર,
ને વહેલી સવારે કૂકડો બોલે છે હવે વોટ્સએપ પર.

રાહ જોવાય છે, ભગવાન ક્યારે આવે હવે વોટ્સએપ પર,
ને શરૂ કરીએ ‘પિયુષ’ પૂજા પાઠ હવે વોટ્સએપ પર.

– પિયુષ પાંઢી

૨. નસીબ..

બુધ ગુરૂના પહાડ પરથી ગબડતો રહ્યો,
છતાંય હથેળીમાં શોધી રહ્યો ભાગ્યને તું.

ભાગ્ય ને ધન રેખાની ખાઈમાં ખોવાઈ ગયો,
અને પરિશ્રમને ન સમજ્યો ક્યારેય તું.

ભાગ્યને દોષ દઈ માદી બની રહ્યો,
સમયની કિંમતને ન સમજ્યો ક્યારેય તું.

સમય છે, સ્વેદ બિંદુથી ભરી દે હથેળી,
તો જ મળશે મોતી સફળતાના તને.

– અરવિંદ સોની

૩. સ્ત્રી ભૃણહત્યા…

આ વણજન્મેલી વૈદેહીની વેદના તું વિચારી જો.
લોહીથી લથપથ લાગણી વચ્ચે ખુદ તારી તું કલ્પી જો.

પાંચાલી ની શક્તિ તારી, મહાભારત જો રચી શકે,
અંબા, દુર્ગા, કાળીને એક અવસર તો આપી જો.

ગૂંગળાતા હિબકતા ડુસકા, ઉગ્યા પહેલા આથમતા,
ચંદ્ર સરીખી પ્રતિકૃતિને એક વખત અવતારી જો.

કુળદીપકની કેવી ઝંખના જે રૂંધે પા પા પગલીને,
દંભી સામાજીક મૂલ્યો ને એક ઠોકર તો મારી જો.

– ડૉ. પ્રવીણ સેદાની

ઉપરોક્ત કાવ્ય વિશે ડૉ. સેદાની કહે છે, ‘નારી જાતિનું નિકંદન ! પુરુષ પ્રધાન સમાજમાં નારીનું અવમૂલ્યન… આ માટે શું પુરુષને જ જવાબદાર ગણીશું ? anesthetist તરીકે નો મારો ૪૧ વર્ષનો અનુભવ મને કહે છે કે મહદ અંશે, મોટા ભાગે સ્ત્રીની ઈચ્છા આમાં નિમિત્ત બનતી હોય છે. મજબૂરીનો અંચળો ઓઢીને તમારી જવાબદારીથી આંખ આડા કાન કરવા હોય તો જુદી વાત છે. આ કાવ્ય માં મારી વ્યથા ને વાચા આપી છે.’


આપનો પ્રતિભાવ આપો....

17 thoughts on “વાચકોની કાવ્યરચનાઓ.. – સંકલિત

  • Keshu bapodara

    all of three poems are really good… i think we must try to understand one’s feeling while reading a poem… that we can think about rhyme sceams… all great poets were not became great from his starting,they suffered a lot… so i would like to say that its wonderful poems.. and you must try more and more to improve it…

  • Lata Bhatt

    ત્રણેય કવિતાઓ સુંદર, કવિઓને અભિનંદન અને નવું સર્જન કરવાની શુભેચ્છા, નવીન અને આજના સમય અને આજની સમસ્યાને અનુરુપ
    વિષય પરની ત્રણેય કવિતા ખૂબ ગમી.ક્યારેક પ્રસંશાના ફૂલ મળે ક્યારેક
    કંટક પણ ..પણ રાહ ન છોડવો….

  • PUSHPA

    સુન્દર જે આજનિ હકિકત એમા શુ ડર, ફક્ત નર જાતિ આ દુનિયામ રહેશે.

  • Naresh Machhi

    ટિકા ટિપ્પણિ કરવી એ તો સાહિત્ય નો જ એક ભાગ છે. અશોકભાઇ ને કહુ કે ત્રણેય ને તમારી કોઇ કવિતા હોય તો મોકલાવે. જેથી છ્ન્દો ની સમજ આવે. બાકી મને કોઇ ખામી લાગતી નથી ત્રનેય કવિતામા. કારણ કે ગુજરાતી ભાષા ને બચાવવી હોય તો કશુક તો લખવુ જ જોઇએ. બલ્કે બધા એ કૈક લખવા નો શોખ રાખવો જોઇએ.

  • dhaval soni

    કહેવાય છે કે મહેનત કર્યા વગર કશુ મળતુ નથી.. કવિતા લખવા માટે ઉમંગ જરુરી છે પણ એના કરતા પણ જરુરી છે કવિતા નો મિજાજ પકડવો… દિલની લાગણીઓ શુ કહેવા માંગે છે એ જ્યારે સમજાઇ જશે ત્યારે શબ્દો આપોઆપ કાગળ પર ઉતરવા લાગશે. કવિત આપણે નથી લખતા , કવિતા પોતે જ આપણી પાસે પોતાને લખાવે છે. પ્રયત્ન કરતા રહો..શરુઆત સારી છે..

  • Dr.hardik yagnik

    હું સર્વે પ્રયત્નશીલ મિત્રોને અંભિન્ંદન આપુ છુ. જે મા રસ હોય તેમાં શિખવુ જરુરીજ છે…. પણ હું કેટલાક એવા કહેવાતા કવિઓને ઓળખુ છુ જે પોતાની રચના લોકોને બતાવી બતાવીને લખતા હોય છે અથવા તો એવા કેટલાક આપણા દેશના મહાનુભાવો છે જે કોઇ ની પાસે કવિતા લખાવી તેને પોતાનુ નામ આપતા હોય છે… તેના કરતા આપે પ્રયત્ન કર્યો એ ખુબ મહત્વનુ છે…. હજી વધુ ઘણૂ સારુ લખી શકાય ….દ્રષ્ટી કેળવો તો દિલ્હી દુર નથી….

  • Rajesh Vyas "JAM"

    કોઈ ની રચનાની ટીકા કરવી એકદમ સરળ છે. પરંતુ તેની રચનાને સુધારવી અશક્ય છે. માટે હું તો ત્રણેય મિત્રોને એમ જ કહીશ કે આદરણીય શ્રી અશોકભાઈ ની ટીકા ને હકારાત્મક લઈ તમારી નવી રચનાઓ માં થોડું ઊંડે ઉતરી અને તેમની અપેક્ષાઓ પુર્ણ કરજો. બાકી તમે લોકો એ એક સુંદર પ્રયાસ કર્યો છે જે ખરેખર અભિનંદનને પાત્ર છે.

  • Hemant Merchant

    Dear jigneshbhai,
    Wishing you , your family and all readers and writers a very happy, creative and enjoyable S Y 2070.
    I am extremely thankful for accepting my suggestion to extend the time of flashes of poetic verses on the top of your home page. It now gives us enough time to think and cherish them like a sweet dish during the meal !

  • અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા

    અશોકભાઈની વાત ભલે કડવી, પણ તદ્દન સાચી છે. કવિતા કહેવી હોય તો કવિતાના નિયમો અનુસરવા જોઈએ. નહીં તો આ જ વાત ગદ્યમાં પણ લખી શકાય. એ માટે કવિતાના નિયમો સાથે રમત ન કરી શકાય.

  • BE HAPPY YAR

    realy nice and true poem,,,,,,, sometime true hurt,,,,,,, keep it up,,,,everybody is poet and writer if love to create story and poem,,,,,,only some poet and writer r naturally other all poet and writer r artificial , however they become grt poet and writer in his life ,,,,,,,,,,so dnt worry be happy and keep contiew,,

  • Ashok Bhatt

    કવિ થવા નો, કહેવડાવવાનો, મોહ ધરાવનાર ભાઈઓ,

    જેમ દરેક જણ ડોક્ટર કે ઈન્જીનિયર ન જ થઈ શકે તેજ પ્રમાણે કવિ હોવા નો કે થવા નો આવડત વગર નો દુરાગ્રહ રાખવો એ બુધ્ધિમત્તા નુ લક્ષણ નથી.

    ગુજરાતી ભાષા અને ગુજરાતી કવિતા ની કુસેવા કરવાનો હક્ક કોઈ ને જ નથી.

    તમે પ્રસ્તૂત કરેલી ત્રણે રચનાઓ મા કોઈ ભલીવાર નથી. આ ભાઈઓ ને ખરેખર રસ હોય તો તેમણે છન્દશાસ્ત્ર નુ વ્યવસ્થિત અધ્યયન અને મનન કરવુ જોઈએ. સુન્ઠ ને ગાન્ગડે ગાન્ધી ન થવાય.

    ખોટુ લાગે તો એક રોટલી વધારે ખાજો. પણ આવુ લખવાનો મોહ છોડી દો તે આપણા સહુના હિત મા છે. જય ગુજરાત.

    • praful raval

      Mr.Bhatt, lets appreciate the new comers, think about that they are trying to do some thing for gujarati language, and for your bold opinion 2 ROTLI VADHRE KHAJO, SAME 2 YOU SIRJI, JAY JAY GARVI GUJARAT

  • hemal vaishnav

    First two lines of Arvind bhai’s poem are excellent..
    Dr.Sedani’s poem is simply superb and piyush bhai’s poem reminds me of similar poem regarding “email” ,which was written by late Aadil Mansooriji.
    In totality.. enjoyed all of them .Congratulations to all three poets.