Daily Archives: June 9, 2007


મા બાપને ભૂલશો નહિ….. 2

ભૂલો ભલે બીજું બધું, માં બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહીં કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહીં લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહીં લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહીં પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહીં ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહીં પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહીં. – સંત પુનીત


સીલી પોઈન્ટ

એના કહેવાથી તેં સિગારેટ છોડી ?’ ‘હા’ ‘અને દારૂ પણ ?’ ‘હા’ ‘જુગારની કલબમાં જવાનું પણ એના કહેવાથી જ બંધ કર્યું ને ?’ ‘હા. હા.’ ‘તો પછી એની સાથે પરણ્યો કેમ નહીં ?’ ‘સુધરી ગયા પછી લાગ્યું કે મને એના કરતાં વધારે સારી છોકરી મળી શકે એમ છે…….


બે કવિતાઓ – સંકલિત 1

નામ – અજ્ઞાત જેની સાથે જોડાયુ હતું એ નામ જાણીને શું કરશો તમે? નાહકની અમારા જ હિસ્સાની વેદના અનુભવશો તમે. બે-ચાર પંક્તિ વાંચતા જ દેખાય છે ઝળઝળીયા આંખમાં નથી વાંચવું પ્રીતપુરાણ પુરુ થતાં ચોધાર રડશો તમે આંખોમાં આશ, ફેફસામાં શ્વાસ લઇ હજી બેઠો છે જીવન તો ગયુ એનું, મરણ સુધારવા કરગરશો તમે. મિત્રભાવે વણમાગી સલાહ આપું છુ કબુલ રાખજો પ્રેમ ન કરતાં, નહી તો મારી જેમ રઝળશો તમે * * આશ… – અલ્પેશ શાહ્ આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી કિનારે આવી ડૂબી જતાં વાર નથી લાગતી જીતનો જલસો માનવાની ઉતાવળ ન કર જીતેલી બાજી હારી જવામાં વાર નથી લાગતી તારી ઊંચાઇનું નાહક અભિમાન ન કર કે મિનારોને તૂટી જવામાં વાર નથી લાગતી બાંધ્યો છે માળો તો જરા દિલથી જતન કર કે માળાને પીંખાઇ જતાં વાર નથી લાગતી માણી લે હર એક પળ તું આજે આંખોને મિંચાઇ જતાં વાર નથી લાગતી


હસો અને હસાવો (1) – સંકલિત 6

છગન : ‘કાળા રંગનો બલ્બ આપો.’ દુકાનવાળો : ‘કાળા રંગનો ? ક્યાં લગાવવો છે ?’ છગન : ‘બપોરે અંધારું કરીને સૂવા માટે લગાવવો છે.’ ************ ********* ********* ********* ********* ******* નટુ : ‘અલ્યા ગટુ, લેન્ડલાઈન અને મોબાઈલ વચ્ચે ફરક શો ?’ ગટુ : ‘એ તો બહુ સરળ છે. લેન્ડલાઈનનો નંબર આપણે આંગળીથી ઘુમાવીએ છીએ, જ્યારે મોબાઈલનો અંગૂઠાથી.’ ************ ********* ********* ********* ********* ********* ********* ********* ********* * મૂંઝાયેલા રમણીકને ગિરીશે ચિંતાનું કારણ પૂછ્યું. રમણીક : ‘મારી પત્ની બજારમાં ગઈ છે, અને વરસાદ શરૂ થઈ ગયો છે.’ ગિરીશ : ‘એમાં મૂંઝાય છે શું, કોઈ સ્ટોરમાં ઘુસી જશે.’ રમણીક : ‘એ જ તકલીફ છે ને. એ રૂ. 500 લઈને નીકળી છે . ’


ગણૅશ વંદના….

પરથમ પહૅલા સમરીયૅ રૅ…સ્વામી તમનૅ સુંઢાળા… રિરધ્ધી સિસધ્ધી ના દાતાર છૉ દેવતા, મહૅર કરૉનૅ મહારાજ રૅ…(૨) માતા તમારી પારવતી રૅ…સ્વામી તમનૅ સુંઢાળા… િપતા શંકર દૅવ દૅવના…મહૅર કરૉનૅ મહારાજ રૅ…(૨)