ભૂલો ભલે બીજું બધું, માં બાપને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં.
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહીં
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહીં
લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહીં
લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં
ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહીં
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહીં
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહીં
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહીં.
– સંત પુનીત
khub samjvajevi kavita.
lakhnarne khub dhanyavad.
મધર ડે, ફાધર ડે,.. શું આ બધા ડે જ ફક્ત માં કે બાપ ને યાદ કરવા ના? પછી?
મેં માં માટે એક રચના બનાવી છે, જે માં બાપ ને ભૂલશો નહિં વાંચનાર/શાંભળનાર ને જરૂર ગમશે, જે અહિં રજુ કરૂં છું.
મા
જેનો જગમાં જડે નહીં જોટો..
ઉપકાર કર્યો બહુ મોટો, કેવિ મીઠડી માં તેં બનાવી….
નવ માસ તેં ભારને માણ્યો, સહિ પીડ અતિ જગ આણ્યો
પય પાન કાજ ઉર તાણ્યો….કેવિ…
મને પાપા પગલી ભરાવી, પડિ આખડી મુજને બચાવી
જીવનની રાહ બતાવી….કેવિ..
જ્યાં હું આવું રોતો રોતો, થોળો સાચો થોળો ખોટો
ત્યાંતો આવે દેતી દોટો..કેવિ…
જ્યારે યોવન મદ ભરી આવ્યું, ધિંગા મસ્તી તોફાન લાવ્યું
પ્યારી ટપલી મારી ટપાર્યો…કેવિ…
ભાલે માનવ બનું હું મોટો, ધન ધાન્ય રહે નહિં તોટો
તોએ માને મન ઘાણી ખોટો…કેવિ..
પ્રભુ “કેદાર” કરૂણા તારી, બસ એકજ અરજી મારી
ભવે ભવ હું બનું એનો બેટો…કેવિ..
રચયિતા
કેદારસિંહજી મે જાડેજા
ગાંધીધામ કચ્છ.
http://www.kedarsinhjim.blogspot.com