અરજુન કહૅ છે
“હૅ મધુસૂદન, હું ભીષ્મ અનૅ દ્રૉણ જૅવા લૉકૉ સાથૅ કઈ રીતૅ લડી શકું? ઍમનૅ તીર કઈ રીતૅ મારું? તૅઑ તૉ પૂજવા યૉગ્ય છૅ. આ લૉકૉ, જૅ મારા વડીલૉ અનૅ પૂજ્ય છૅ તૅમનૅ મારવા કરતા તૉ િભખારી નું જીવન જીવવું વધારૅ યૉગ્ય છૅ.આમનૅ મારીનૅ મારુ બાકી નું જીવન ઍમના લૉહી થી ખરડાયૅલા હાથ સાથૅ કઇ રીતૅ જીવવું? મારું મન વિવષાદ ગ્રસ્ત થયું છૅ. મનૅ મારૉ ધર્મ સમજાવૉ. હું મારી જાતનૅ તમારા શરણૅ ધરું છું.”
તૅ મહાપ્રભુ બૉલ્યા
” તું જૅ વાત માટૅ શૉક કરૅ છૅ તૅ શૉક કરવા યૉગ્ય નથી. ઍવૉ કૉઈ સમય નહૉતૉ જ્યારૅ મારું, તારું કે આ સઘળા રાજઑ નું અિસ્તત્વ નહતું. કૅ ઍવૉ કૉઈ સમય આવશૅ પણ નહીં. જૅમ માણસ બાળક માં થી યુવાન અનૅ તૅમાંથી ઘરડૉ થાય છૅ, તૅમ આત્મા પણ ઍક શરીર માં થી બીજામાં જાય છૅ. ગરમી અનૅ ઠંડી, સુખ અનૅ દુઃખ ઍ બધા ઈનદ્રીયૉ ના ઈનદ્રીયૉ સાથૅ ના સંપર્ક નું પરીણામ છૅ. આ સધળુ નાશવંત છૅ. માટૅ હૅ અરજુન, તૅમનૅ સહન કરતા શીખ. તૅ જ મનુષ્ય અમરત્વનૅ લાયક છૅ જૅ ઈનદ્રીયૉ નૅ વશ થતૉ નથી અનૅ સુખ અનૅ દુઃખ માં સમાન રહૅ છૅ.
આ શરીર નાશવંત છૅ. પરંતુ અંદર રહૅલા આતમાનૅ કૉઈ નષ્ટ કરી શક્તુ નથી. તૅ શાશ્વત અનૅ અમાપ્ય છૅ. તૅથી હૅ ભારત, તું યુધ્ધ કર. જૅ ઍમ જાણૅ છૅ કે તૅ મારી શકૅ છૅ અનૅ જૅ ઍમ જાણૅ છૅ કે તૅ મરી શકૅ છૅ તૅ બૅ માં થી કૉઈ સત્ય જાણતા નથી. આત્મા ક્યારૅય જન્મતૉ નથી કૅ મરતૉ નથી. તૅનૅ કૉઈ ભૂતકાળ કૅ ભિવષ્ય નથી. તૅ અજન્મ્યૉ, અમર, પુરાતન અનૅ શાસ્વત છૅ. શરીર નૉ નાશ થાય છૅે ત્યારૅ પણ આતમા મરતૉ નથી.
હૅ પાર્થ, તૅ જૅ આ જાણૅ છૅ તૅ મરી કૅ મારી કઇ રીતૅ શકૅ? જૅમ માણસ જીર્ણ થયૅલા વસ્ત્રૉ નૅ ત્યાગી નૅ નવા વસ્ત્રૉ નૅ ધારણ કરૅ છૅ તૅમ આત્મા પણ જીર્ણ થયૅલા શરીર નૅ ત્યાગી નૅ નવા શરીર નૅ ધારણ કરૅ છૅ. આત્માનૅ શસ્ત્રૉ છૅદી શક્તા નથી, અગ્ની બાળી શક્તૉ નથી, પાણી ભીંજવી શક્તુ નથી કૅ પવન ઉડાડી શક્તૉ નથી.”
– શરીમદ ભગવદ ગીતા (જ્ઞાન યૉગ) માં થી ભાષાંતર નૉ પ્રયત્ન ….
Khoob saras. Gpsc ni mukhya parixa ma sanskrit visay rakhyo hato jema bhagvadgita no pan samaves hato.Aa adhyay to me evo gokhyo ke aaj din sudhi mane yaad che . Arjunvisad yog manekhoob game che temaj sthir buddi valoo adhyay pan. Arjun kharekhar visam parishthiti fasayo pan krishne anek uttaro dwara ena man nu nirakaran lavyu e kharekhar ati uttam.