તેરે બિના, મેરા કહીં, જિયા લાગે ના.. (સહજ ‘આનંદ…’) – હર્ષદ દવે 1
‘પ્રિય પિયાની રાહ જોવાની સ્થિતિ કેવી અકળાવે તેવી હોય છે! કાંઈ ગમે જ નહીં. અરે! ‘જીવવું’ ક્યાં ચુકાઈ ગયું તે પણ યાદ ન રહે. બહાવરા બની જવાય, મૂંઝાઈ જવાય. અને સમય સરતો અટકી જાય તો સારું એવી પ્રબળ ઈચ્છા પણ થાય! પણ એવું ક્યાં થઇ શકે છે!