‘સારા પ્યાર તુમ્હારા..’ ગીતની અંતરંગ વાતો 1


પ્રેમીઓ કહે છે, ‘હમ ઓર પાસ આએંગે, હમે ઔર પાસ કોઈ લાયેગા’ અહીં ‘કોઈ’માં કોઈનું આગમન અભિપ્રેત છે. ગીતકાર ઇન્દીવરના ‘સારા પ્યાર તુમ્હારા…’ ગીતના એ શબ્દોમાં નિહિત પ્રેમની પ્રગાઢ અભિવ્યક્તિ છે.

૪૨ વર્ષ પહેલાં શક્તિ સામંતે જે ફિલ્મ બનાવી હતી તેનું નામ હતું: ‘આનંદ આશ્રમ’. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ઉત્તમકુમાર, શર્મિલા ટાગોર અને અશોક કુમાર હતા. શૈલજાનંદ મુખોપાધ્યાયની કથા પરથી બનેલી આ ફિલ્મમાં સંગીત આપ્યું હતું શ્યામલ મિત્રે. આ ફિલ્મનું ડબલ (હિન્દી-બંગાળી) વર્શન પણ શક્તિ સામંતે બનાવ્યું હતું. જો કે આ પહેલાં તેમણે ‘અમાનુષ’ (૧૯૭૫) ફિલ્મનું ડબલ વર્શન આપ્યું જ હતું.

દામ્પત્ય જીવનમાં જ નહીં પરંતુ જીવનના કોઈપણ સંબંધમાં જો સખ્ય, સાંનિધ્ય અને સાયુજ્ય સધાઈ જાય તો હૃદયમાં એક અદભુત પ્રસન્નતા વ્યાપી જાય. ત્યારે એવું લાગે કે ‘સફલ હુઆ હૈ મેરા યે જીવન…’ અને ‘સારા પ્યાર’ બહાર પ્રકટે છે. અહીં પ્યાર એટલે કે અંતરતમ પ્રેમનું સ્વાનુભૂત સ્વરૂપ. અને મધુર દામ્પત્ય- પ્રેમમાં એકમેકના મળેલા જીવ વધુ પાસે આવવા તલસે છે તેથી જ પ્રેમીઓ કહે છે: ‘હમ ઓર પાસ આએંગે, હમે ઔર પાસ કોઈ લાયેગા’. અહીં ‘કોઈ’માં કોઈનું આગમન અભિપ્રેત છે. ગીતકાર ઇન્દીવરના ‘સારા પ્યાર તુમ્હારા…’ ગીતના એ શબ્દોમાં નિહિત પ્રેમની પ્રગાઢ અભિવ્યક્તિ છે.

ઇન્દીવરે ‘પ્યાર કી દુનિયા’ માં (મુંબઈમાં) આવીને ‘પહલા કદમ’ પ્રસ્થાપિત કર્યા ‘બડે અરમાનોં સે રખા હૈ બલમ તેરી કસમ…'(મલ્હાર, ૧૯૫૧) ગીતથી! અને એ કદમ સાથે તાલ મિલાવીને  તેમણે ચાલીસેક વર્ષોમાં, ૩૦૦ ફિલ્મોમાં, એક હજારથી વધારે ગીતો લખ્યા! ૧ જાન્યુઆરી, ૧૯૨૪ માં જન્મ્યા હતા ઇન્દીવર, મૂળ નામ શ્યામલાલ બાબુ રાય. તેમનામાં પણ શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની જેમ સ્ત્રી હૃદયની અંતરતમ ભાવનાઓ વ્યક્ત કરવાનું ગજબનું સામર્થ્ય હતું. શરદબાબુ ગદ્યમાં અને ઇન્દીવર પદ્યમાં એ ભાવો વ્યક્ત કરતા હતા. તેઓ લખે છે ‘દિલ ઐસા કીસીને મેરા તોડા…’ અને પછી કહે છે: ‘સમઝૌતા ગમોં સે કરલો…’.

Sharmila Tagore in Anand Ashram Movie

હવે આ ગીતના શબ્દો પર વિચાર કરો:

સારા પ્યાર તુમ્હારા, મૈને બાંધ લિયા હૈ આંચલ મેં
તેરે નયે રૂપ કી નઈ અદા,
હમ દેખા કરેંગે પલ પલ મેં.. સારા પ્યાર તુમ્હારા

દેખ કે તેરી સૂરત, મિટ જાતી હૈ, એક હી પલ મેં,
જીવન કી હર થકન
મેરે સપનોં કી તુમ મૂરત, તુમકો પાકર, સફળ હુઆ હૈ,
મેરા યે જીવન
સપનોં કી તુમ મૂરત
હો, ચમકી મેરી કિસ્મત કી રેખા,
ઇન નયનોં કે કાજળ મેં… સારા પ્યાર તુમ્હારા

હમ ઔર પાસ આએંગે, હમેં ઔર પાસ કોઈ લાયેગા
દુનિયા કો નજર આયેંગે હમ, જબ જબ વો મુસ્કાએગા
આઈ ઐસી બેલા, ઇક પલ કો ભી, મુઝે અકેલા,
છોડ ના દેના તુમ
આઈ ઐસી બેલા
પાસ હી રહના, ખો મત જાના,
દુનિયા કી હલચલ મેં.. સારા પ્યાર તુમ્હારા

તેરે નયે રૂપ કી નઈ અદા, હમ દેખા કરેંગે પલ પલ મેં
સારા પ્યાર તુમ્હારા, મૈને બાંધ લિયા હૈ આંચલ મેં

હિન્દી :

ગીત ભાવનાઓની શાબ્દિક અભિવ્યક્તિ છે એ ખરું પણ અભિનય દ્વારા આંગિક અને સાંકેતિક ભાવ યથાતથ પ્રસ્તુત કરવા એ પણ કલાકારોની ક્ષમતાની કસોટી કરે એવી બાબત છે. એકની એક બાબતનું પુનરાવર્તન કરવું સરળ છે પણ એક આખેઆખી ફિલ્મ બીજી ભાષામાં રજૂ થતી હોય ત્યારે તેમાં અનેકવિધ કૌશલ્ય ધરાવતા કલાકારોની સામૂહિક શ્રેષ્ઠતા પ્રસ્તુત થતી હોય છે. આનંદ આશ્રમ નામની બંગાળી ફિલ્મમાં એવું જ જોવા મળે. અહીં ગીતના શબ્દો ગીતકાર ગૌરીપ્રસન્ન મઝુમદારે લખ્યા છે. તેમનું પ્રદાન નીચે આપેલા બંગાળી ગીત જેવા અનેક કાવ્યો માટે નોંધનીય છે. 

આમાર સપનો તુમિ, ઓગો ચિરોદિનેર સાથી 
તુમિ સૂર્જો ઓઠા ભોર આમાર,
આર તારાય ભોરા રાતી  
આમાર સપનો તુમિ, ઓગો ચિરોદિનેર સાથી 
આમિ તોમાર છાયા, તોમાર આકાશ નીલે આમિ,
સ્નિગ્ધો મેઘેર માયા તોમાય કાછે પેયે,
પ્રિથ્બી તે કે આર સુખી,
બોલો આમાર ચેયે? તોમાય કાછે પેયે
હાથેર આરાલ દિયે બાચાઓ જોરેર મુખે બાતિ
આમાર સપનો તુમિ, ઓગો ચિરોદિનેર સાથી 
તુમિ સૂર્જો ઓઠા ભોર આમાર,
આર તારાય ભોરા રાતિ
આમાર સપનો તુમિ, ઓગો ચિરોદિનેર સાથી 
તુમિ છેરોના હાથ પોયે, જોદિ આધાર આસેય નેમે
ગ્રહોન જોતો કોરો આમાય, તોતોય બાંધો પ્રેમે.
પાસે આમાર થાકો, જીબોન તાકે શાંતિ દિયે,
સબૂજ કોરે રાખો, પાસે આમાર ચાકો
તોમાર પૂજાર દુખ્ખો સુખેર,
પ્રેમેર માલા ગાયિ
આમાર સપનો તુમિ, ઓગો ચિરોદિનેર સાથી 
તુમિ સૂર્જો ઓઠા ભોર આમાર, આર તારાય ભોરા રાતિ

અહીં ‘આમાર સપનો તુમિ’, ‘ચિરોદેનેર સાથી…’, ‘આમિ તોમાર છાયા…’ તથા હિન્દી ગીતના ‘સારા પ્યાર તુમ્હારા…’ શબ્દોને શર્મિલા પોતાના આંગિક અભિનય વડે મૂર્તિમંત કરે છે. પણ એ જણાવવાનું તો રહી જ ગયું કે આ (હિન્દી અને બંગાળી) બંને ગીતોને મધુર કંઠ આપ્યો છે લોકપ્રિય ગાયક કિશોરકુમાર અને ગાયિકા આશા ભોંસલેએ! ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સહુથી વધુ ગીતો ગાવાનો રેકોર્ડ આશા ભોંસલેના નામે છે. લતા મંગેશકરના આ બહેનને પદ્મવિભૂષણ અને દાદાસાહેબ ફાળકે પુરસ્કારોથી સન્માનવામાં આવ્યા છે. તેમના વિશિષ્ટ અને વૈવિધ્યસભર અવાજને અંગ્રેજીમાં બાકાયદા ‘સોપ્રાનો’ (soprano) કહે છે.

બંગાળી સિનેમાના – ટોલીવૂડના – મહાનાયક ગણાતા ઉત્તમ કુમારના ઘણા પ્રસંશકો છે. અરુણ, બરુણ અને તરુણ નામના ત્રણ ભાઈઓમાં અરુણકુમાર સહુથી મોટા અને એ જ ઉત્તમકુમાર. રાજકપૂરની ફિલ્મ ‘સંગમ’માં તેને રાજેન્દ્રકુમારે કરેલી ભૂમિકા માટે ઓફર કરવામાં આવી હતી પણ અજ્ઞાત કારણોસર તેણે એ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો ન હતો. 

નીચે આપેલી લિંક પર જવાથી તમે આ ગીતોનો લહાવો લઇ શકશો. બંને ગીતનું ફિલ્માંકન પણ જોઈ શકશો જે એટલું જ હૃદયંગમ છે!

બંગાળી:

હર્ષદ દવે

હર્ષદ દવેની કલમે લખાયેલા સુંદર ગીતોના આવા જ વિગતે આલેખાયેલા લેખ માણવા અહીં ક્લિક કરો..


આપનો પ્રતિભાવ આપો....

One thought on “‘સારા પ્યાર તુમ્હારા..’ ગીતની અંતરંગ વાતો