‘અનામિકા’ તું ભી તરસે! – હર્ષદ દવે


ઉર્દૂ કવિ મજરૂહ સુલતાનપુરીના ફિલ્મ-કથાને અનુરૂપ, પરિસ્થિતિને વ્યક્ત કરતા દરેક શબ્દને કિશોરદાનો કંઠ અને રાહુલ દેવનું સંગીત ન્યાય આપે છે. ‘અશ્રુની ભીનાશ ધરાવતી પાંપણો પર મારા પ્રિયપાત્ર સાથેનાં સપનાં વેરવિખેર થઇ ગયાં છે. અને તેથી મારું મન જેવી વ્યથા અનુભવે છે તેવી જ વ્યથા ‘અનામિકા’ તું પણ અનુભવે અને સંજીવકુમારની એ વ્યથા ઘૂંટાતી જાય છે.

‘હું કોણ છું?’ (હુ એમ આઈ?) આ પ્રશ્ન કોઈ પોતાને પૂછે તો શું સમજવું? આ નામનું જેકી ચાનનું એક મનોરંજક એક્શન મૂવી છે. તેમાં તેને યાદ નથી આવતું કે તે કોણ છે. મતલબ તેણે પોતાની સ્મૃતિ ગુમાવી દીધી છે! હિન્દી ફિલ્મ ‘અનામિકા’ (૧૯૭૩) માં ‘ગુડ્ડી’ ફેમ જયા ભાદુડી (બચ્ચન) પણ એકવાર પોતાની સ્મૃતિ ગુમાવી બેસે છે. એ ફિલ્મના એક દૃશ્યમાં જયા સામે હરિહર જેઠાલાલ જરીવાલા કયું ગીત ગાય છે? આ હરિભાઈ એટલે આપણે ‘દસ્તક’ અને ‘કોશિશ’માં જોયા હતા તે સંજીવકુમાર! પરસ્પર બે-ચાર સંવાદની આપ-લે બાદ (અલબત ત્યારે જયા વિસ્મૃતિની અવસ્થામાં નથી, છતાં તે એવું વર્તન કરે છે!) સંજીવકુમાર જે ગીત ગાય છે એ ગીતના શબ્દો છે ‘મેરી ભીગી ભીગી સી…’ કિશોરકુમારનો સ્વર અને આર. ડી. બર્મનનું સંગીત, પછી તો પૂછવું જ શું?

ઉર્દૂ કવિ મજરૂહ સુલતાનપુરીના ફિલ્મ-કથાને અનુરૂપ, પરિસ્થિતિને વ્યક્ત કરતા દરેક શબ્દને કિશોરદાનો કંઠ અને રાહુલ દેવનું સંગીત ન્યાય આપે છે. ‘અશ્રુની ભીનાશ ધરાવતી પાંપણો પર મારા પ્રિયપાત્ર સાથેનાં સપનાં વેરવિખેર થઇ ગયાં છે. અને તેથી મારું મન જેવી વ્યથા અનુભવે છે તેવી જ વ્યથા ‘અનામિકા’ તું પણ અનુભવે અને સંજીવકુમારની એ વ્યથા ઘૂંટાતી જાય છે. એક પંકિતમાં તે કહે છે: ‘તુઝે બિન જાને, બિન પહચાને મૈંને હૃદય સે લગાયા…’ ભરેલું નાળીયેર સારું નીવડશે એ કેવી રીતે જાણી શકાય? એ પણ ‘પ્રેમ’ની બાબતમાં! અંતે બધો દોષ ‘મન’ પર ઢોળી દેવામાં આવે છે! પણ આ બધું થયું એકપક્ષીય ‘બેવફાઈ’ ને લીધે. પણ આવું કાંઈ ન થાય તો…આ ફિલ્મ, એ લાજવાબ અભિનય, હાર્દિક દર્દ, ભીતરને હલબલાવી દે તેવું સંગીત, એ બધું  આપણી સમક્ષ કેવી રીતે આવે? અને આ તમે જે વાંચો છો તે પણ…!

હવે એક નજર કરીએ ‘મેરી ભીગી-ભીગી સી’ ગીતના શબ્દો પર…

મેરી ભીગી-ભીગી સી…
મેરી ભીગી-ભીગી સી પલકોં પે રહ ગયે
જૈસે મેરે સપને બિખર કે.. જલે મન તેરા ભી..

તુઝે બિન જાને, બિન પહચાને
મૈંને હૃદય સે લગાયા
પર મેરે પ્યાર કે બદલે મેં તુને
મુજકો યે દિન દિખલાયા
જૈસે બિરહા કી ઋત મૈંને કાટી
તડપ કે આહેં ભર-ભર કે.. જલે મન તેરા ભી…

આગ સે નાતા, નારી સે રિશ્તા
કાહે મન સમજ ન પાયા
મુઝે ક્યા હુઆ થા એક બેવફા પે
હાય મુઝે કયું પ્યાર આયા
તેરી બેવફાઈ પે હંસે જગ સારા
ગલી-ગલી ગુજરે જિધર સે.. જલે મન તેરા ભી…

૧) હિન્દી ગીત: ‘મેરી ભીગી ભીગી સી…’

‘તેં મને દુખી કર્યો છે તો તું પણ સુખી નહિ રહી શકે!’ આ કાંઈ દુઆ નથી!

અસરાર ઉલ હસનખાન એટલે કે મજરૂહ સુલતાનપુરીએ પણ બખૂબી થોડા શબ્દોમાં કેવો કસબ દર્શાવ્યો! મજરૂહ એટલે ‘ઘાયલ’, શું એવી અવસ્થામાંથી પસાર થયા પછી આ કવિએ એ ગીત લખ્યું હશે? બહુ ઓછા લોકોને આવી કાવ્ય સર્જનશક્તિ મળતી હોય છે. ૮૦ વર્ષમાં તેમણે બહુ અદભુત ગીતો લખ્યા.

બંગાળી ભાષામાં એ જ ઢાળમાં લખાયેલું ગીત છે : ‘મોને પોડે રૂબિરાય…’ તેના શબ્દો જોઈએ તે પહેલાં એ જાણવું ગમશે કે આ ગીત આર.ડી.બર્મને ગાયું છે, જો કે, આશા ભોંસલેએ પણ એ ગીત ગાયું છે. આ ગીતના શબ્દો લખ્યા છે આર. ડી. બર્મને અને સચિન ભૌમિકે. આ પણ એટલું જ દર્દસભર ગીત છે. એની સૃષ્ટિ કેવળ સ્વપ્ન સૃષ્ટિ છે (એ અભિવ્યક્તિનું, એકોક્તિનું માધ્યમ છે). ‘રૂબી રાય નામની ગર્લ ફ્રેન્ડ મનમાં છે, તે કવિતામાં આવે છે. હું તમને કેટલું બોલાવું છું, મારી કવિતામાં! તમે બસમાંથી ઉતરો ત્યારે, સૂર્યના તડકામાં તમારા ઝાંઝરનો રણકાર કોણ સાંભળે છે? એ કિશોર ત્યાં એકબાજુ કેમ ઊભો છે? તમને નથી ગમતું એવું પંખી ત્યાં નહીં આવે. હું રડતો રહું છું. સંધ્યા સમયે દ્વીપ સળગી રહ્યો છે. મારું સ્વપ્ન વેડફાઈ ગયું. કોઈ તો રૂબિ રાયને બોલાવો અને પૂછો કે તમે એ કિશોરને ક્યાં જોયો છે. કોઈ એને કહો કે મને બોલાવે!’

શું આ એકપક્ષીય પ્રેમ છે? શું પ્રેમીમાં હિમ્મત નથી? માત્ર ‘હાય…કારો’ જ મૂકશે? આ વાત રૂબિ રાયને કોણ કહે? આ શબ્દો આવું જ કહે છે તેમાં શાપ નથી અભિલાષા છે!…

મોને પોડે રુબિરાય કોબિતાએ તોમાકે
એક દિન કોતો કોરે ડેકેછી
આજ હાય રુબિરાય ડેકે બોલો આમાકે
તોમાકે કોથાય જેનો દેખેછી
મોને પોડે રુબિરાય કોબિતાએ તોમાકે
એક દિન કોતો કોરે ડેકેછી    
આજ હાય  રુબિરાય ડેકે બોલો આમાકે
તોમાકે કોથાય જેનો દેખેછી
રોદ જોવા દુપૂરે, સૂર તુવે નુપૂરે
બાસ થેકે તુમી જોબે નામતે
એકટી કિશોર છેલે એકા કેનો દાંડિયે
સે કથા કી કોનોદિન ભાપતે
મોને પોડે રુબિરાય કોબિતાએ તોમાકે
એક દિન કોતો કોરે ડેકેછી    
આજ હાય  રુબિરાય ડેકે બોલો આમાકે
તોમાકે કોથાય જેનો દેખેછી
મોને પોડે રુબિરાય
દીપ જોલા સંધાય
દીપ જોલા સંધાય હ્રિદયેર જાનાલાય
કાન્નાર ખાંચા સુધુ રેખેછી
ઓ પાખી સેતો આસેની તુમી ભાલો બાસોની
સોપોનેર જાલા બૃથા બુનેછી 
મોને પોડે રુબિરાય કોબિતાએ તોમાકે
એક દિન કોતો કોરે ડેકેછી    
આજ હાય રુબિરાય ડેકે બોલો આમાકે
તોમાકે કોથાય જેનો દેખેછી
મોને પોડે રુબિરાય…

તમે ઈચ્છો તો નીચે દર્શાવેલી લિંક પર તમે આ બંને ગીતો સાંભળી શકશો! કરી જુઓ કામયાબ કોશિશ… યુટ્યુબ પર તમે પણ …

૨) બંગાળી ગીત: ‘મોને પોડે રુબિરાય…’

હવે પછી ૧૯૫૭ ના વર્ષની કોઈ પ્યાસની વાત કરશું…!

આપનો પ્રતિભાવ આપો....