‘પ્યાસા’ ફિલ્મ દરમિયાન ગુરુદત્તને પ્રેમ થઇ જાય છે વહિદા રહેમાન સાથે. અને તેનાં પરિણીત જીવન પર તેની ઘેરી અસર થાય છે. ગીતા દત્તથી, તેની પત્નીથી, એ કેમ સહન થાય? તે વિદેશ જતી રહે છે અને ગુરુદત્ત પોતાનું જીવન સંકેલી લે છે, જીવનના ચાર દાયકા પૂરા થાય તે પહેલાં જ. આત્મઘાતી બની જાય એટલી બધી સંવેદનશીલતા પણ સારી નથી.
એવો કોઈ કુદરતી કાનૂન નથી કે સારા માણસના જીવનમાં દુખ ન જ હોય. ઈચ્છાઓ અને અપેક્ષાઓ દુઃખનું કારણ હોય છે એમ ચિંતકો કહે છે. પરંતુ એ સિવાય પણ અન્ય કારણોને લીધે માનવી દુખી થતો હોય છે અને રહેતો હોય છે! કોઈ કહે ‘તુમ જો મિલ ગયે હો તો જહાં મિલ ગયા હૈ!’ (હંસતે જખ્મ – ૧૯૭૩) તો કોઈ એવું પણ કહે કે ‘યે દુનિયા અગર મિલ ભી જાએ તો ક્યા હૈ!’ (પ્યાસા – ૧૯૫૭) વસંથકુમાર શિવશંકર પદુકોણેના એટલે કે ગુરુદત્તના (૧૯૨૫-૬૪) અંગત જીવનમાં પણ એવું ઘણું હતું.
ગુરુદત્તે બાજી, બાજ, પ્યાસા, કાગજ કે ફૂલ, સાહિબ બીબી ઔર ગુલામ, આરપાર, ચૌદવીં કા ચાંદ, ખામોશી, લમ્હે અને અન્ય ઘણી ફિલ્મો આપી. એની ફિલ્મોમાં એના મન તથા જીવનની મથામણ જોવા મળે છે. એક સમયે ગુરુદત્તને એક વર્ષ સુધી બિલકુલ બેકાર રહેવું પડ્યું અને ત્યારે તેણે જીવનનું સહુથી નબળું પાસું જોયું. આ ભ્રષ્ટ અને ભૌતિક જગત ઉપરથી તેનો ભરોસો ઉઠી ગયો. તેની ‘કશ્મકશ’નું વાસ્તવિક જણાતું ચિત્રણ ‘તંગ આ ચુકે હૈં કશ્મકશ-એ-જિંદગી સે હમ’ ગીતમાં હૂબહૂ વ્યક્ત થાય છે.
‘પ્યાસા’ ફિલ્મ દરમિયાન ગુરુદત્તને પ્રેમ થઇ જાય છે વહિદા રહેમાન સાથે. અને તેનાં પરિણીત જીવન પર તેની ઘેરી અસર થાય છે. ગીતા દત્તથી, તેની પત્નીથી, એ કેમ સહન થાય? તે વિદેશ જતી રહે છે અને ગુરુદત્ત પોતાનું જીવન સંકેલી લે છે, જીવનના ચાર દાયકા પૂરા થાય તે પહેલાં જ. આત્મઘાતી બની જાય એટલી બધી સંવેદનશીલતા પણ સારી નથી.
દ્વિધાગ્રસ્ત ગુરુદત્ત ‘કાગજ કે ફૂલ’ની નિષ્ફળતા જીરવી ન શક્યો. તેની ‘પ્યાસા’ ફિલ્મમાં વહિદા રહેમાને પોતાની અભિનય ક્ષમતાથી હિન્દી ફિલ્મ જગતમાં એક ઊંચાઈ મેળવી. વહિદાએ હિન્દી ઉપરાંત તામિલ, તેલુગુ અને બંગાળી ભાષાઓમાં પણ અભિનય કર્યો છે.
‘પ્યાસા’ના એક ગીતમાં ગુરુદત્ત અને વહિદા રહેમાન જોવા મળે છે. એ ગીત લુધિયાણાના સાહિર લુધિયાનવીએ લખ્યું છે. સાહિરને પદ્મશ્રી અને ફિલ્મફેર એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમણે જ ‘કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ…’ (કભી કભી – ૧૯૭૬) ગીત આપ્યું છે.
સાહિરના શબ્દો ‘જાને કયા તૂને કહી…’ને સંગીતથી તરબોળ કર્યા છે સચિનદેવ બર્મને. ગીતને માધુર્ય આપ્યું છે ગીતા દત્તે. તેમાં વહિદાનો આમંત્રિત કરતો આંગિક અભિનય ત્યારે પણ એટલો જ આકર્ષક હતો.
આ બધાને સરવાળે આપણને કાંઈક એવું મળે છે જેનું મૂલ્ય ન આંકી શકાય!
દૃષ્ટિપાત કરીએ ‘પ્યાસા’ના આ ગીત પર…
જાને ક્યા તૂને કહી, જાને ક્યા મૈને સુની
બાત કુછ બન હી ગયી,
સનસનાહટ સી હુઈ, થરથરાહટ સી હુઈ
સરસરાહટ સી હુઈ, જાગ ઉઠે ખ્વાબ કઈ
બાત કુછ બન હી ગઈ.. જાને ક્યા..
નૈન ઝુક ઝુક કે ઉઠે, પાંવ રુક રુક કે ઉઠે
નૈન ઝુક ઝુક કે ઉઠે, આ ગઈ જાન નઈ,
બાત કુછ બન હી ગયી.. જાને ક્યા..
જુલ્ફ શાને પે મુડી, એક ખુશ્બૂ સી ઉડી
જુલ્ફ શાને પે મૂડી, ખુલ ગયે રાજ કઈ,
બાત કુછ બન હી ગયી.. જાને ક્યા..
જાને ક્યા તૂને કહી, જાને ક્યા મૈને સુની
બાત કુછ બન હી ગયી..
આ ગીત ગીતાદત્તે ગાયું છે. પરંતુ સંગીતકાર સચિનદેવ બર્મને પણ એવું જ એક ગીત બંગાળી ભાષામાં ગાયું છે! તેમણે ૮૦ કરતાં ય વધારે ફિલ્મોમાં સંગીત આપ્યું. મિલિ, અભિમાન, જ્વેલ થીફ, ગાઈડ, પ્યાસા, બંદિની, સુજાતા, ટેક્સી ડ્રાઈવર જેવી ઘણી ફિલ્મોમાં તેમણે યાદગાર સંગીત આપ્યું છે. યાદ કરો તેમનું ફિલ્મ ‘ગાઈડ’ નું એ ગીત ‘વહાં કૌન હૈ તેરા, મુસાફિર,…’. એકસોથી વધારે ફિલ્મોમાં તેમણે સંગીત કમ્પોઝ કર્યું! તેમણે પોતે જ ૧૪-હિન્દી અને ૧૩-બંગાળી ફિલ્મોમાં ગીતો ગાયા છે. તેમને અઢળક અવોર્ડસ મળ્યા છે. કિશોરકુમારને પોતાનો બીજો દીકરો ગણતા આ સંગીતકારે જ તેને ફિલ્મમાં પહેલીવાર ગાવાની તક આપી હતી. ‘પ્યાસા’ ગુરુદત્તની સચિન દા સાથેની આખરી ફિલ્મ હતી. સાંભળો સચિન દાએ ગાયેલું આ ગીત…
મોનો દિલો ના બોધૂ, મોનો નીલો જે સુધૂ
આમિ કિ નિયે થાકિ?
મહુઆ માતાએ ઢોલક, દોલે પોલાસેર નોલક,
બાંધે કેં બાહુરો રાખિ, આમિ કિ નિયે થાકિ?.. મોનો દિલો ના બોધૂ…
હિયા તોર અબુજ પ્રિયા? દિતે ચાસ આમાય ફાકિ?
આમિ કિ નિયે થાકિ? મોનો દિલો ના બોધૂ, મોનો નીલો જે સુધૂ
આમિ કિ નિયે થાકિ?
હિન્દી ગીત સાંભળવા માટેની લિંક:
બંગાળી ગીત :
– હર્ષદ દવે
ખૂબ સરસ.
જીવનની કરુણતા પણ કલા સ્વરૂપ લઈને આવે ત્યારે મધુર વેદના બની જાય છે.
mast.
ખૂબ સરસ.
“આત્મઘાતી બની જાય એટલી બધી સંવેદનશીલતા પણ સારી નથી”