બજારમાં રામદીન – કમલ ચોપડા 11


(‘આનંદ ઉપવન’ સામયિકના ડિસેમ્બર ૨૦૧૫ના અંકમાંથી સાભાર)

ગાડીમાં તરબૂચ ભર્યા હતાં. માલ જોઈને શામલાલ દલાલે છલાંગ મારી, ગાડીની પાસે પહોંચ્યો. રામદીનને કહે, ‘બજારમાં એટલી મંદી છે કે વાત ન પૂછ, શું કહું?’

રામદીન વિચારમાં પડી ગયો. રેકડીઓ, રીક્ષા અને માણસોની ભીડ એટલી હતી કે ઉભા રહેવાની જગ્યા ન હતી. આને મંદી કહે છે તો તેજી કેવી હોય?

‘તરબૂચ તો કોઈ પૂછશે પણ નહીં. ખેર, માલ તારો છે. તું કહે માલના કેટલા માને છે?’

‘આપ જ ઠીક ઠીક ભાવ બોલો. છ સાત હજાર મળી જાય તો બસ. શહેરમાં તો તરબૂચ ખૂબ મોંઘા ભાવે વેચાઈ રહ્યાં છે. મારું એક એક તરબૂચ પચાસથી નેવુ રૂપિયામાં વેચાશે.’ શામલાલ હસવા લાગ્યો. જાણે નવી નવાઈની વાત સાંભળી રહ્યો હોય. ‘દોઢ બે હજારની વાત કર તો બરાબર, બાકી બસો રૂપિયા હું દલાલી લઈશ.’

ખાઈ અને કૂવા વચ્ચે રામદીન ફસાઈ ગયો હતો. આટલી કિંમત તો એને ગામમાં જ મળતી હતી. આઝાદપુર મંડીમાં માલ આઠ નવ હજારમાં આરામથી વેચાઈ જશે એમ વિચારીને આવ્યો હતો રામદીન! મેટાડોરમાં માલ લાવવાનું ભાડુ જ બે હજાર તો નક્કી કર્યું હતું. સો સવાસો રૂપિયા ચા પાણી નાસ્તાના અલગ. અહીં તો અઢારસો મળતા હતા તે તો મેટાડોર વાળો લઈ જશે, જેની પર માલ લઈ આવ્યો હતો. એના ખૂન પસીનાથી તરબૂચ ઉગાવ્યા હતા તેની કિંમત શું?

આ બાજુ મેટાડોર વાળો એનું લોહી પી રહ્યો હતો. ‘જલ્દી કહો, માલ ક્યાં ખાલી કરવાનો છે? મારે બીજુ પણ કામ છે. ચાર કલાકથી ગાડી રસ્તા પર ઊભી છે. ઉપરથી પોલીસવાળા ગાડી હટાવવા માટે ડંડા મારી રહ્યાં છે. હવે કેટલો વખત લાગશે?’

હાથપગ જોડી એણે થોડી વધુ વખત રાહ જોવા કહ્યું. એને ચા પાણીના પૈસા આપીને ફરી દલાલો, આડતીયાઓ અને બજારના જથ્થાબંધ માલના વેપારીઓ પાસે કાકલૂદી કરવા લાગ્યો. પણ વાત જામતી ન હતી. ફરી એ ગાડી પાસે આવી ઊભો રહી ગયો. ગાડીવાળો ક્યાંક રોટી ખાવા ગયો જણાયો. ત્યાં એક પોલીસવાળાએ આવીને ડંડો ફટકારવાનું શરૂ કરી દીધું. માલના કાગળ દેખાડ, લાયસન્સ ક્યાં છે? ચલાન ફાડવું પડશે. હજાર રૂપિયા નિકાલો.’

રામદીનને રોતો – કાકલૂદી કરતો જોઈ સો રૂપિયા લઈ એની જાન છોડી. આકાશમાં વાદળો ગડગડાટી કરતા હતા. વરસાદ શરૂ થઈ ગયો હતો. રામદીન કંપી રહ્યો હતો. એક દલાલે ત્યાંથી પસાર થતાં ટકોર કરી, ‘વરસાદમાં તારા તરબૂચ કોણ ખાશે? તારો માલ વેચાવો મુશ્કેલ છે.’

વરસાદ જોર પકડી રહ્યો હતો. અટકવાનું નામ લેતો ન હતો. હારીને રામદીન ફરી શામલાલ પાસે ગયો. એના પગ પકડી લીધા. ગમે તેમ કરીને એણે અઢારસોમાં માલ વેચ્યો અને બધાં પૈસા ગાડીવાળાને આપ્યા. રામદીનની આંખોમાં આંસુ જોઈ એના ખભા પર હાથ મૂકી આશ્વાસન આપતાં મેટાડોરવાળો બોલ્યો, ‘મારા બાપુએ પણ આ જ રીતે હારીને આત્મહત્યા કરી લીધી હતી. પછી મેં જમીન વેચીને આ ગાડી ખરીદી. પણ તું હિંમત નહીં હારતો. બધાં દિવસ સરખા નથી જતા. ખેડૂત વિના માણસો ખાશે શું? જીવશે કેમ? ખેડૂતના પણ દિવસો આવશે જ.’

ગામ જવા માટે રામદીનની પાસે પૈસા બચ્યા ન હતા. પાછો જાય તો કેમ જાય? રસ્તા પર વિચારતો ઊભો હતો ત્યાં ફળ શાકભાજી વ્યાપારી મંડળનો એક માણસ રસીદ બુક લઈને આવ્યો.

‘તેં માલ વેચ્યો છે. એકાવન રૂપિયાની રસીદ બનાવવી પડશે.’

રામદીન હવે ગુસ્સામાં આવી ગયો. ‘એક પૈસો બચ્યો નથી મારી પાસે. હવે શું કપડાં ઊતારી આપું? મેં માલ વેચ્યો છે જ ક્યાં? મારો માલ તો અહીં લૂંટાઈ ગયો છે.’

– કમલ ચોપડા


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “બજારમાં રામદીન – કમલ ચોપડા

 • Hitesh

  Thanks for expressing the feelings of farmers. There have been directives from Govt in India to sell direct to the end party but, we need some solution as used in African countries to sale perishable items such as fruits, vegetables etc.
  It is the courage of Farmers to still believe in attaching himself and family with soil and making all soulful attempt to feed our families.

 • મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ.

  આજના દરેક ખેડુતોની આજ હાલત છે…………સરસ રેખાચિત્ર ઉપસાવ્યું છે……………………..સરસ પણ કરૂણ વાર્તા………

 • સુબોધભાઇ

  રામદીન-બજારમાં- લઘુવાર્તા ખૂબજ અસરકારક અને સત્યતાનુ નિરૂપણ કરી જાયછે. સરકારી પણ સરકારી ધોરણે ચાલતી આવી વેજીટેબલ માર્કેટ મા વેપારી અને વચેટીયાઓ ફાવી જાયછે એ હકીકત મા વર્ષો પછી પણ ખેડુતને ભાગ્યે જ કોઇ ફરક પડતો જણાય છે.

  સુબોધભાઇ, અમદાવાદ.

 • gopalkhetani

  story is really heart touching. very well written.

  but i couldnt able to resist my self to write some points.
  1. how many times you blame others? government or agent.
  – Government already going to start new schems, online portal, insurance scheme (Mr modi already said in mann ki baat last week). I know many farmers who always get update with new schemes and latest news about farming innovation.
  2 Right now so many online portals for fruit /vegetables/ grain are directly contact with farmers. some malls like reliance fresh / big bazaar and other also in contact with farmers. and they are paying reasonable amount. Farmer have to check the market with current trend scenario.
  3. Right now everybody have Mobile phone. and on phone only government started so many things like weather update, krishi update, sms alert and other.
  4. in some cities farmers made their group and directly selling their product to Retail market without agent interference.
  And mind well, in every profession this type of hurdles are there. for every problem we cant blame others. we have to find out solution from our end.

  • સુબોધભાઇ

   Gopalbhai Khetani,

   Very nicely placed your ideas about ” Steps taken by the Government and means of Communications ” . Even though how much percentage farmers can plan all such things. Another point is based on demand and available supply of every agricultural products
   and in majority of cases the farmers has to sell their PRODUCE forcibly within a certain period to repay thier debts.
   The “CENTRAL IDEA OF THE STORY” is only that such elements does exist everywhere.

   Subodhbhai.

  • Kalidas V. Patel { Vagosana }

   સાચી વાત છે , ગોપાલભાઈ. આજના જમાનામાં ” માહિતી ” ઉત્પાદન કરતાં પણ અગત્યની છે. પોતાના ઉત્પાદનના વેચાણના નવા નવા સ્ત્રોત જાણવા જ પડશે અને તે પ્રમાણે યોગ્ય ભાવે વેચાણ કરવાની કુશળતા કેળવવી પડશે. બીજાને દોષ આપવાથી કોઈ અર્થ સરવાનો નથી.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • Firoz Bharmal

  કિસાનો નિ આવિ સ્થિતિ નિર્માન થવ્વા મા સરકારે ધ્યાન આપવુ જરુરિ છે.

 • Bhavesh

  ખરેખર બોવ જ દયાપાત્ર હાલત હોય છે બિચારા ખેડુત ની. દ્લાલો ને લીધે. રામ ધ્યાન્ રાખે હવે તો.

 • Ismail Pathan

  ખેડૂતોની દશાનું વાસ્તવિક ચિત્રણ…
  કાશ આ વાસ્તવિકતા આપણા નેતાઓને ક્યાંક…
  દેખાઇ જાય…વંચાઇ જાય…સંભળાઇ જાય…