દ્વિતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૬) 13


આ પહેલા આયોજીત અક્ષરનાદની સૌપ્રથમ અને આગવી એવી માઈક્રોફિક્શન સ્પર્ધા દરેક રીતે ખૂબ જ સફળ રહી હતી.. એ જ અનુસંધાને આજે એ જ સ્પર્ધાનો બીજો મણકો લઈને અક્ષરનાદ ઉપસ્થિત છે.

દ્વિતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૬) – નિયમો

૧. સ્પર્ધામાં જોડાવવા માટે કોઈ પણ પ્રકારની ફી કે નોંધણીની જરૂર નથી.

૨. શક્ય હોય ત્યાં સુધી માઈક્રોફિક્શન અમને ઈ-મેલ દ્વારા નીચે આપેલા ઈ-મેલ સરનામે માઈક્રોસોફ્ટ વર્ડમાં / પીડીએફમાં મોકલવી. (હસ્તલિખિત વાર્તા સ્કેન કરીને મોકલવી નહીં) વાર્તા યુનિકોડમા હોય તે ઈચ્છનીય છે, અથવા જે ફોન્ટમાં ટાઈપ કરી હોય તે ફોન્ટ (સામાન્યતઃ ઉપયોગમાં લેવાતા ફોન્ટથી અલગ હોય તો) ઈ-મેઈલ સાથે એટેચ કરવા. વાર્તાની સાથે સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા જરૂરી છે. આ માહિતીના અભાવમાં વાર્તા સ્વીકાર્ય ગણાશે નહિ. વિશેષમાં, ઈ-મેઈલથી વાર્તા મોકલનારે ઈ-મેઈલ કરતી વખતે Subjectમાં Micro-fiction Contest 2 લખવું.

૩. જો આપ હસ્તલિખિત માઈક્રોફિક્શન મોકલવા ઈચ્છતા હોવ તો સ્પર્ધકે વાર્તાઓ ફૂલ-સ્કેપ કાગળની એક બાજુ, સુવાચ્ય અક્ષરે લખેલી હોવી જોઈએ. શરૂઆતમાં સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા અત્યંત જરૂરી છે. આ માહિતીના અભાવમાં કૃતિ સ્વીકાર્ય ગણાશે નહિ. આ રીતે માઈક્રોફિક્શન મોકલનારે એક નકલ પોતાની પાસે રાખીને ઓરીજીનલ કોપી મોકલવાની રહેશે. ટપાલ કે કુરિયર દ્વારા વાર્તા નિશ્ચિત કરેલી તારીખ અગાઉ મોકલવાની રહેશે. ટપાલ દ્વારા કે કુરિયર દ્વારા મોકલવા કવર પર Micro-fiction Contest 2 લખવું.

૩. વાર્તા મૌલિક, અપ્રગટ અને સ્વરૂપને બંધબેસે એવી હોવી જોઈએ. માઈક્રોફિક્શનની મર્યાદાઓની બહાર જતી વાર્તાઓને સ્વીકારી શકાશે નહીં. આ મર્યાદાઓ નીચે સૂચવ્યા મુજબની છે. વાર્તાની મૌલિકતાની જવાબદારી સંપૂર્ણપણે લેખકની રહેશે.

૪. સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા મિત્રોએ નક્કી કરેલી સમય મર્યાદામાં પોતાની કૃતિ મોકલવાની રહે છે. ટપાલ / કૂરીયર / ઈ-મેલ કે અન્ય કોઈ પણ માધ્યમથી અમને છેલ્લી તારીખ પહેલા આપની કૃતિ મળી જવી જોઈએ. ત્યારબાદ મળેલી કૃતિઓ સ્પર્ધા માટે સ્વીકારી શકાશે નહીં.

૫. સ્પર્ધામાં મોકલેલી વાર્તાઓ અન્યત્ર મોકલી શકાશે નહીં. સ્પર્ધામાં વિજેતા થયેલી વાર્તાઓને પ્રકાશિત કરવાનો હક અક્ષરનાદનો રહેશે. કોઈ એક ક્રમાંક માટે જો એકથી વધુ કૃતિ વિજેતા જાહેર થશે તો દરેક સ્પર્ધકને ઈનામ સરખે ભાગે વહેંચી આપવામાં આવશે.

૬. સ્પર્ધાના પરિણામ માટે નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે અને તે સર્વ સ્પર્ધકોને બંધનકર્તા રહેશે. આ માટે સંપાદક કે અન્ય કોઈ જવાબદાર રહેશે નહીં.

૭. માઈક્રોફિક્શન મહત્તમ ૨૦૦ શબ્દો સુધીની મર્યાદા ધરાવતી હોવી જોઈએ. એથી ઓછા શબ્દો સ્વીકાર્ય રહેશે પણ વધુ શબ્દસંખ્યા સ્વીકાર્ય રહેશે નહીં.

૮. ઓછામાં ઓછી ચાર માઈક્રોફિક્શન મોકલવાની રહેશે. એથી વધુ માઈક્રો ફિક્શન કે એકથી વધુ એન્ટ્રી ગણતરીમાં લેવાશે પણ એ સ્પર્ધામાં ગણવા અને તેની સ્વીકાર્યતા અંગેનો સઘળો હક્ક અક્ષરનાદનો / નિર્ણાયકોનો રહેશે. સ્પર્ધા અંગેનો બધી બાબતો અને નિર્ણય અક્ષરનાદના અધિકારમાં જ રહેશે અને એ સર્વે સ્પર્ધકોને બંધનકર્તા હશે.

૯. સ્પર્ધા માટે કૃતિઓ ધ્યાનમાં લેતી વખતે તેના વાર્તાકથનની પદ્ધતિ, શબ્દોનો ઉપયોગ, વાર્તાનું પોત અને તેની અસરકારકતા, પ્રસંગ – ઘટનાની નિરુપણ પદ્ધતિ, વાર્તાબોધ અને અંતે ચમત્કૃતિ જેવી બાબતો ધ્યાનમાં લેવાશે. પણ એ સર્જક માટે બંધનકર્તા નથી. સ્પર્ધામાં અંતે તો રચનાની સમગ્રતયા અસરકારકતા અને સર્જનની વિશેષતા જ સૌથી વધુ અગત્યનો ભાગ ભજવે છે.

૧૦. ઓછામાં ઓછા શબ્દો સાથે વધુ કહી શકવાની ક્ષમતા, એકથી વધુ વૈકલ્પિક અંતની શક્યતાઓ અને વાર્તા પૂર્ણ થયે વાચકના માનસમાં એક કે એથી વધુ નવા ઘટનાપ્રવાહનો જન્મ માઈક્રોફિક્શનની કેટલીક ખાસીયતો હોઈ શકે છે.

સંપર્કસૂત્ર

પોસ્ટ કે કુરિયર દ્વારા વાર્તા મોકલવા માટે સરનામું :

જીજ્ઞેશ અધ્યારૂ, સંપાદક, અક્ષરનાદ.કોમ, ૧૯, જે. કે. નગર, શામળા પાર્ક પાસે, મહુવા, જી. ભાવનગર, ગુજરાત. પિન ૩૬૪૨૯૦.

ટપાલ દ્વારા કે કુરિયર દ્વારા મોકલવા કવર પર Micro-fiction Contest 2 લખવું.

ઈ-મેઈલ દ્વારા વાર્તા મોકલવા માટે :

jignesh.adhyaru@hotmail.com પર ઈ-મેલ કરવો અને Subject માં Micro-fiction Contest 2 અવશ્ય લખવું.

વાર્તાઓ અમારા સુધી પહોંચાડવાની અંતિમ તારીખ છે ૨૦ માર્ચ ૨૦૧૬,

પરિણામો પ્રસિદ્ધ થશે તા. ૧૦ ૨૦ એપ્રિલ ૨૦૧૬

નિર્ણાયકો –
શ્રી સાક્ષર ઠક્કર
શ્રી હેમલ વૈષ્ણવ
શ્રી કૃષ્ણકાંત ઉનડકટ

પુરસ્કાર

૧. ધૂમખરીદી.કોમ તરફથી વિજેતાઓને તેમની પસંદગીના પુસ્તકો ખરીદવા માટેના વાઉચર્સ
૨. ઉપરાંત વિજેતાઓને અમારી પસંદગીના પુસ્તકોનો સેટ

ગત વખતે અનેક મર્યાદાઓને લીધે સ્પર્ધા અને પરિણામો વચ્ચે ખૂબ લાંબો સમય લાગ્યો હતો. એ અનુભવને લીધે એવી મર્યાદાઓ આ વખતે ન નડે અને બધા જ કામ સૂચિત સમયે પૂર્ણ થાય એ માટેના સઘળા પ્રયત્નો કરીશું. આશા છે આપનો ઉત્સાહ આ સ્પર્ધાને અનેરી ઉંચાઈ સુધી લઈ જશે.

જે મિત્રો તરફથી સ્પર્ધા માટે કૃતિઓ મળી છે તેમના નામની યાદી –

તુમુલ બૂચ
ઈરફાન સાઠિયા
દિવ્યેશ સોડવડીયા
કિશન લિઁબાણી
કુંતલ નીમાવત
પરેશ પંચાલ
મૃદુલા પટેલ
દિક્ષી ભાયાણી
શૈલેષ પરમાર
મિત્સુ મહેતા
ગોરલ પટેલ
મહાકાંત જોશી
કેવલ રૂપારેલીયા
જલ્પા કટકીયા
સંજય થોરાત
પ્રિયંકા પટેલ
મીરા જોશી
વિશાલ પારેખ
સમીરા પત્રાવાલા
નવનીત પટેલ
શેખર રાવલ
એન્જલ ધોળકીયા
રક્ષા મામોત્રા
શ્રીરામ સેજપાલ
મિહિર પાઠક
સંજય પીઠડીયા
તેજસ પંચાસરા
સંજય પટેલ
ગોપાલ ખેતાણી
ધવલ સોની
હીના પરમાર
અશોક ધાપા
અર્જુન પંડિત
ઈસ્માઈલ પઠાણ
વિષ્ણુ ભાલીયા
ત્રિકુ મકવાણા
દીપક સોલંકી
ધર્મેશ ગાંધી
કાલિદાસ વાગોસણા

જો કોઈ મિત્રોએ તેમની રચના સ્પર્ધા માટે મોકલી હોય અને તેમનું નામ અહીં ન મૂકાયું હોય તો સત્વરે અમારો સંપર્ક સાધવા વિનંતિ.

સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત અહીંં ક્લિક કરીને જોઈ શક્શો.

આભાર,

– જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “દ્વિતિય અક્ષરનાદ માઈક્રોફિક્શન સ્પર્ધા (૨૦૧૬)

 • Vishnu bhaliya

  મારા માટે તો આ પહેલો અનુભવ હતો. સામાન્ય કોશિસ કરી છે..જીગ્નેશ ભાઈ આ રીત નું આયોજન કરતા જ રહો તેવી આશા રાખીએ છીએ…ગુજરાતી ભાષા ને સદાકાળ ટકાવી રાખવા માટે આપના આવા કર્યો ખુબ ગૌરવપૂર્ણ છે..

 • gopalkhetani

  અક્ષરનાદ આપણુ કુટુંબ છે. કુટુંબ ના સર્વોપરી જિગ્નેશભાઇ. માટે જિગ્નેશભાઇ અહી દરગુજર નો તો સવાલ જ ઉદભવતો નથી. બધા સર્જકમિત્રો તથા વાંચકમિત્રો નો સહકાર સાથે જ છે. જય જય ગરવી ગુજરાત.

 • Jignesh Adhyaru Post author

  પ્રિય મિત્રો,

  પરિણામ હજુ પણ પાંચેક દિવસ મોડું થશે. હજુ નિર્ણાયકો તરફથી ગુણાંકનની પ્રક્રિયા પૂર્ણ થઈ નથી..

  ગુણાંકન પૂર્ણ થાય તેની આપણે સૌ રાહ જોઈએ. નિર્ણાયકો તેમની વ્યસ્તતામાંથી સમય કાઢી બધી જ વાર્તાઓ અનેક વખત મૂલવતા હોય છે, તેમની પદ્ધતિ અને મૂલવણી ખૂબ જ ચોક્કસ છે. કોઈ પણ સ્પર્ધકની કૃતિ મૂલવણી વગર ન રહે એ જોવાની પણ ફરજ ખરી. આ જ કારણોને લઈને વિલંબ છે.

  આશા છે વાચકમિત્રો દરગુજર કરશે..

  જીજ્ઞેશ અધ્યારૂ

 • DHARMESH GANDHI

  સ્વિકારાયેલી વાર્તાઓનુ લિસ્ટ અને નામ ક્યારે પ્રદર્શિત થશે?

 • gopalkhetani

  જય હો ! આભાર જિગ્નેશભાઇ , ફરી એક વાર સ્પર્ધાનુ આયોજન કરવા બદલ !