સાહિત્યકાર મુજબ સંગ્રહ... : સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી


નિષ્કપટ અને સ્થિર ભક્તિમાં જ સાચું ઈશ્વરદર્શન – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 1

ભગવાનને કરવામાં આવતી દ્રઢ અને સ્થિર ભક્તિના મહિમાની વાત આ શ્લોકમાં કરવામાં આવે છે. ભગવાનની ભક્તિ અનેક પ્રકારના લોકો અનેક રીતે કરતા હોય છે જેમ કે કોઈ ભગવાનના નામનો જાપ કરે, કોઈ ભગવાનના મંદિરની પ્રદક્ષિણા કરે, કોઈ વ્રત, ઉપવાસ કરે… અહીં પુષ્પદંત મહારાજ જણાવે છે કે ત્રુટક ત્રુટક ભગવાનની ભક્તિ કરતાં તૈલધારાવત સ્થિર ભક્તિ જ ભગવાનને પ્રસન્ન કરવામાં નિમિત્ત બને છે. ભક્તિમાં સ્થિરતા કે દ્રઢતા ત્યારે જ આવે જ્યારે ભક્તિનો આરાધ્યદેવ ઈશ્વર બરોબર સમજાયો હોય. ભગવાનના સ્વરૂપને સમજ્યા વગરની ભક્તિ જીવનમાં ગમે ત્યારે હતાશા કે નિરાશામાં પરિવર્તિત થઈ શકે છે. એક સત્યઘટના આ મુજબની બની હતી.


અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરી.. – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી

ઈશ્વર અને તેના જગત વિશે વિચારકોમાં અનેક માન્યતાઓ પ્રવર્તે છે. ઈશ્વર વિશેની અનેક માન્યતાઓની ચર્ચા ૭મા શ્લોકમાં કરવામાં આવી હતી. જ્યારે હવે અહીં આ શ્લોકમાં વિચારકોની જગત પ્રત્યેની અનેક માન્યતાઓની ચર્ચા કરવામાં આવે છે. પુષ્પદંત મહારાજ કહે છે કે, હે પુરમથન ! આપની સ્તુતિ કરતાં મને કોઈ લજ્જા થતી નથી. બીજા લોકો આપના અને આ જગત વિશે જે વચનો બોલી રહ્યા છે તે જોઈને હું સ્તબ્ધ થઈ ગયો છું…


જગતને પોષનાર આશુતોષ પોતે દરિદ્ર કેમ? – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 1

સગુણ અને નિર્ગુણ સ્વરૂપની સ્તુતિ કરવી અત્યંત મુશ્કેલ હોવાથી ભગવાનના કોઈ એક અવતાર કે તેના લીલા સ્વરૂપનું વર્ણન કરતાં ગંધર્વરાજ પુષ્પદંત કહે છે, હે વરદ એટલે કે વરદાન આપનારા મહાદેવ… વર એટલે ઈષ્ટ કે શ્રેષ્ઠ વસ્તુ દરેક વરદાનના પ્રત્યુત્તરમાં માત્ર તથાસ્તુ એટલે કે માંગનારની સર્વ ઈચ્છા પૂરી થાવ એમ કલ્યાણ કરનારા, આપના કુટુંબનું ભરણપોષણ માટે આપની પાસે સાધન શું છે? જેમ વ્યવહારમાં ઘર, પરિવાર ચલાવવા માટે નોકરી, ધંધો કરતા હોઈએ તેમ પુષ્પદંત મહારાજ વિચારે છે કે ભગવાનનું ઘર તો સમગ્ર વિશ્વ છે તો ભગવાન કયા સાધનોથી વિશ્વનું પાલન પોષણ કરે છે?


અનેક પંથને અનુસરનારનું ધ્યેય તો એક જ… – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 1

પ્રતિકૂળ તર્કનો પરિહાર કર્યા બાદ પુષ્પદંત મહારાજ હવે અલગ અલગ સંપ્રદાયમાં રહેલી ઈશ્વર વિશેની માન્યતાની ચર્ચા કરે છે. વિવિધતાથી ભરેલો આપણો દેશ ભારત ધર્મની બાબતમાં પણ અનેક પંથ અને સંપ્રદાયોથી ભરેલો છે. અને આ જ મુદ્દા પર તો વારંવાર આપણા પર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે શૈવ લોકો શિવ માને તો જૈન લોકો અર્હંતને ભગવાન કહે છે, વૈષ્ણવ કૃષ્ણના નાના સ્વરૂપ લાલાને જ ઈશ્વર માને છે તો આમાંથી ભગવાન કોને માનશું? આટલા બધા મત ભક્તને મૂંઝવણમાં મૂકી દે છે. તેનો જવાબ આપતા ગંધર્વરાજ કહે છે કે જાતજાતના અનેક સરળ અને વિકટ પંથને અનુસરનારા મનુષ્યોનું આપ એક જ ધ્યેય છો, લક્ષ છો. વ્યવહારમાં આપણને એક પ્રશ્ન વારંવાર પુછાઈ રહ્યો છે કે તમે કેટલા ભગવાનને માનો છો? તમારે ત્યાં રામ પણ ભગવાન, કૃષ્ણ પણ ભગવાન, શિવજી ઉપરાંત ગણપતિ, હનુમાનજી અને માતાઓમાં તો ગાયત્રીમાં, શીતળામાં, અંબામાં, દશામાં વગેરે વગેરે…


સર્જન સ્થિતિ અને સંહારના કર્તા… ઈશ્વર – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી

ઈશ્વરનું અસ્તિત્વ તર્કથી પણ સિદ્ધ ન થઈ શકે કે તર્કથી અસિદ્ધ પણ ન થઈ શકે. વિચાર કરવાની શક્તિ રૂપી સુંદર ભેટ ઈશ્વર દ્વારા મળી છે તેનો સદઉપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ વ્યક્તિ પર નિર્ભર રહે છે. કુતર્ક એ આપણા પગ પર કુહાડો મારવા સમાન છે. વ્યવહારમાં પણ એવું જ જોવા મળે છે. દાખલા તરીકે જ્યારે જૂથમાં કોઈ એક વિષય પર સુંદર ચિંતન ચાલતું હોય ત્યારે પોતાના સ્વભાવને આધીન કેટલાક એવા લોકો હોય જ છે જે તે સમયે ખોટા પ્રશ્નો ઉભા કરીને એકરસ, સંવાદિતામાં ચાલી રહેલી મીટિંગને કલહ અને અસ્વસ્થતાથી ભરી દે છે. કુતર્કના ઉદાહરણ રૂપે જોઈએ તો એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે તમારો ઈશ્વર શું એવો કોઈ પથ્થર બનાવિ શકે કે જેને તે પોતે પણ ન ઉપાડી ન શકે?…


સદાશિવ માગો તે આપનાર છે.. – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 2

અહીં ચોથા શ્લોકમાં ઈશ્વરના અસ્તિત્વને ન માનનારા – નાસ્તિકોની ચર્ચા કરે છે. ઈશ્વરની સ્તુતિ કરતાં પહેલાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભાઈ ! તમે જેની સ્તુતિરૂપ પ્રાર્થના કરવા જઈ રહ્યા છો તે ભગવાન ખરેખર છે કે તે માત્ર તમારી કલ્પનાની ઉપજ છે. ઘણા લોકો એમ દલીલ કરે છે કે જેમ હું ટીવી અને ટેબલને નરી આંખે જોઈ શકું છું તેમ ભગવાન દેખાતો નથી અને જેને દેખાય છે તે એક વ્યક્તિગત દર્શન જ હોય છે. તેને આભાસ કે ભ્રમણા પણ કહી શકાય. જે ભગવાન દેખાતો જ નથી તેની શરણાગતિ કેવી રીતે સ્વીકારી શકાય? આવા કુતર્કો સામાન્ય લોકોના મનમાં જનમ્યાં જ કરતા હોય છે. તે ઉપરાંત વ્યક્તિને ભગવાન પ્રત્યે અનેક ફરિયાદો પણ રહેતી જ હોય છે જેમ કે ભગવાન હોય તો આપણી કાળજી કેમ લેતા નથી? ભગવાનની આટઆટલી માનતા માનવા અતાં હું પરીક્ષામાં નપાસ કેમ થયો? અને તે દિવસે બરોબર પાર્ટીમાં જવાના સમયે જ કેમ અમારી ગાડી બગડી ગઈ? ભગવાન આપણું આટલું પણ ધ્યાન રાખતો ન હોય તો પછી તેની સ્તુતિ શા માટે કરવી?


વાણીની શુદ્ધિ હરીકથાથી જ થાય – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી

વિચક્ષણ પુરુઓનો એ સ્વભાવ હોય છે કે જે ન કહીને પણ ઘણું બધું કહી જાય છે તે જ રીતે પુષ્પદંત મહારાજે પહેલા બે શ્લોકમાં પરમાત્માની સ્તુતિ થઈ શકે તેમ નથી એમ કહીને જ ભગવદમહિમાની સ્તુતિ કરવાની શરૂઆત કરી.
અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ભગવાનની સ્તુતિ રૂપ ભક્તિ શા માટે કરવી? તેનાથી આપણને શું ફાયદો? આ એક સર્વ સામાન્ય જનનો પ્રશ્ન છે કે ભગવાનની પ્રસંશા કરવાનો હેતુ શો છે? આમ પણ આપણે જોઈએ તો દરેક માનવીને આવો પ્રશ્ન જાણે કે તેની ગળથૂથીમાંથી જ મળેલો છે. આપણે ત્યાં કહેવત છે કે ‘લાલો લાભ વગર ન લોટે’ એટલે કે કર્મફળનું ચિંતન કર્મ શરૂ કરતા પહેલાં જ કરતાં હોઈએ છીએ. આ કર્મફળ જ આપણા કર્મની ક્વોલિટી નક્કી કરતા હોય છે.


ભગવાનનું કયું રૂપ શ્રેષ્ઠ – સગુણ કે નિર્ગુણ? – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 1

પ્રથમ શ્લોકમાં પુષ્પદંત મહારાજે બધા જ પ્રકારની મર્યાદાઓથી પર રહેલા પરમાત્માની સ્તુતિનો મંગલ પ્રારંભ કર્યા બાદ બીજા શ્લોકમાં તે જ વિષયને અલગ રીતે જુદા શબ્દોમાં વર્ણવતા જણાવે છે કે શાસ્ત્રના શબ્દો પણ ઈશ્વરની મહિમાનું ગાન કરવામાં અસમર્થ છે. શાસ્ત્રમાં પણ આ વિષયની ચર્ચા કરવામાં આવી છે. વાસ્તવમાં સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ એવા શબ્દો શાસ્ત્ર પ્રયોજે છે. અહીં પ્રશ્ન એવો થાય કે શું ખરેખર આવા બે બ્રહ્મ કે બે ઈશ્વરો છે કે જેની વચ્ચે આપણે એકની પસંદગી કરવાની છે? ખરેખર એવું નથી. ઈશ્વર તો એક જ છે. જો બે ઈશ્વર હોય તો તેને ઈશ્વર જ કેવી રીતે કહેવાય? બે ઈશ્વરના અર્થ થાય છે કે બન્ને ઈશ્વર એક બીજાને મર્યાદીત કરે છે અને જે મર્યાદીત હોય તેને ઈશ્વર કહી જ ન શકાય. વાસ્તવમાં એક જ ઈશ્વર છે જેને બે સ્વરૂપે જોવામાં આવે છે.


મહાદેવના અપરંપાર મહિમાનું ગાન : મહિમ્ન – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 2

મહાદેવના અપરંપાર મહિમાનું ગાન એટલે શિવ મહિમ્ન સ્તોત્ર. આ સ્તોત્રનું નામ શિવ મહિમ્ન એટલા માટે પણ રખાયું હશે કે સ્તોત્રની શરૂઆત મહિમ્ન શબ્દથી થાય છે. જેનો અર્થ થાય છે ભગવાનની મહિમાનો પાર પામી શકાય તેમ નથી. કવિરાજ સુંદર રીતે સ્તોત્રની શરૂઆત કરતાં કહે ચે કે હે પ્રભુ! તમારી મહિમાને કોણ પામી શકે? એ વાત પણ મુદ્દાની છે કે પૂર્ણનું વર્ણન અપૂર્ણ ન કરી શકે. વળી કહેવાયું છે કે સાક્ષાત સરસ્વતી દેવી પૃથ્વી રૂપી કાગળ પર નિરંતર લખ્યા કરે તો પણ ઈશ્વરના ગુણોને સંપૂર્ણપણે વર્ણવી શકાતા નથી. વ્યવહારીક રીતે જોઈએ તો પણ બીજી વ્યક્તિના ગુણગાન તો જ તમે કરી શકો જો તમે પૂર્ણરૂપે તેને જાણતા હોવ, વિચાર કરતા પણ આપણે ગદગદિત થઈ જઈએ કે જેણે અનંત વિશ્વની રચના કરી, જેણે શબ્દોમાં જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ ભરી તેને શું આપણા શબ્દો વર્ણવી શકે? ક્યારેય નહીં. તો પ્રશ્ન એ થાય છે કે આવા મહાન ઈશ્વરનું વર્ણન કોણ કરી શકે?

શ્રાવણસુધા

શ્રાવણસુધા

શિવભક્તિનો શ્રેષ્ઠ સમય : શ્રાવણ – સ્વામીશ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી 11

ફિલોસોફી અને દર્શનશાસ્ત્ર સાથે એમ.એ. થયેલા સ્વામી પ્રદીપ્તાનંદજી પૂર્વાશ્રમે જામનગરની ડી. કે. વી. કોલેજમાં નિમંત્રિત પ્રાદ્યાપક તરીકે ફરજ બજાવતા હતા. આ દરમ્યાન સમાજમાં મૂલ્યોના હ્રાસ જોઈ વ્યથિત બનીને સંન્યસ્ત માર્ગ અપનાવ્યો. તેમણે વેદાંત, બ્રહ્મસૂત્ર, ગીતાની પ્રસ્થાનત્રયી ગુરુ દયાનંદજીના સાંન્નિધ્યમાં આત્મસાત કરી છે. તેઓ ભુજમાં આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા ગીતા અને ઉપનિષદો પર વ્યાખ્યાન આપે છે અને સમાજમાં મૂલ્યોના પુનઃસ્થાપન માટે શિબિરો યોજે છે, પાવનકારી શ્રાવણ માસમાં તેમની અનુભવી વાણીથી શિવભક્તિ અને શિવસ્તવનોનું રસદર્શન કરાવશે. શ્રાવણ માસમાં તેમના લેખનનો લાભ આપણને મળવાનો છે એ માટે અક્ષરનાદ વાચક પરિવાર તરફથી સ્વામીજી તથા શ્રી ઓશોભાઈ વ્યાસનો ખૂબ ખૂબ આભાર. આ શ્રેણી ભક્તિ – જ્ઞાન અને શ્રદ્ધાની ત્રિવેણી બની રહેશે એવા શુભ સંકલ્પ સાથે આજે માણીએ આ શ્રેણીનો પ્રથમ લેખ, શિવમહિમ્ન સ્તોત્ર વિશેનો પરિચયાત્મક લેખ.