Daily Archives: July 24, 2012


જનરેશન ગેપ (વૃધ્ધ મા-બાપ અને યુવાન પુત્ર-પુત્રીઓ) – પી. કે. દાવડા 7

આ વિષય આજે પણ પ્રાસંગિક છે. આપણે આસરે અર્ધી સદી થી જનરેશન ગેપની વાતો કરતા આવ્યા છીએ પણ તેની ખરી અસર અત્યારે જોવા મળે છે. ગેપ વધે છે અને વધારે ઝડપથી વધતો જાય છે. એના અનેક કારણો છે, માનવ જાતીની ઝડપી પ્રગતિ આમાનું એક મુખ્ય કારણ છે. દરેક પેઢી તે સમયમા વર્તમાન સમાજની નકલ કરે છે, થોડી દલીલો અને થોડી તાણ અનુભવ્યા પછી તેમના જીવન દરમ્યાન થયેલા સામાજીક ફેરફારોને અપનાવી લઈ અને તે આવતી પેઢીને વારસામા આપે છે. આ વિષય પર લખવાનું કારણ એક જ છે અને તે કે આ વિષય આપણા બધાને લાગુ પડે છે. આનું નિરાકરણ આપણે સૌએ ભેગા મળીને કરવાનું છે, a common problem needs a common solution.


શ્રાવણસુધા

મહાદેવના અપરંપાર મહિમાનું ગાન : મહિમ્ન – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી 2

મહાદેવના અપરંપાર મહિમાનું ગાન એટલે શિવ મહિમ્ન સ્તોત્ર. આ સ્તોત્રનું નામ શિવ મહિમ્ન એટલા માટે પણ રખાયું હશે કે સ્તોત્રની શરૂઆત મહિમ્ન શબ્દથી થાય છે. જેનો અર્થ થાય છે ભગવાનની મહિમાનો પાર પામી શકાય તેમ નથી. કવિરાજ સુંદર રીતે સ્તોત્રની શરૂઆત કરતાં કહે ચે કે હે પ્રભુ! તમારી મહિમાને કોણ પામી શકે? એ વાત પણ મુદ્દાની છે કે પૂર્ણનું વર્ણન અપૂર્ણ ન કરી શકે. વળી કહેવાયું છે કે સાક્ષાત સરસ્વતી દેવી પૃથ્વી રૂપી કાગળ પર નિરંતર લખ્યા કરે તો પણ ઈશ્વરના ગુણોને સંપૂર્ણપણે વર્ણવી શકાતા નથી. વ્યવહારીક રીતે જોઈએ તો પણ બીજી વ્યક્તિના ગુણગાન તો જ તમે કરી શકો જો તમે પૂર્ણરૂપે તેને જાણતા હોવ, વિચાર કરતા પણ આપણે ગદગદિત થઈ જઈએ કે જેણે અનંત વિશ્વની રચના કરી, જેણે શબ્દોમાં જ્ઞાન પ્રગટ કરવાની શક્તિ ભરી તેને શું આપણા શબ્દો વર્ણવી શકે? ક્યારેય નહીં. તો પ્રશ્ન એ થાય છે કે આવા મહાન ઈશ્વરનું વર્ણન કોણ કરી શકે?