શિવભક્તિનો શ્રેષ્ઠ સમય : શ્રાવણ – સ્વામીશ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી 11


{ ફિલોસોફી અને દર્શનશાસ્ત્ર સાથે એમ.એ. થયેલા સ્વામી પ્રદીપ્તાનંદજી પૂર્વાશ્રમે જામનગરની ડી. કે. વી. કોલેજમાં નિમંત્રિત પ્રાદ્યાપક તરીકે ફરજ બજાવતા હતા. આ દરમ્યાન સમાજમાં મૂલ્યોના હ્રાસ જોઈ વ્યથિત બનીને સંન્યસ્ત માર્ગ અપનાવ્યો. તેમણે વેદાંત, બ્રહ્મસૂત્ર, ગીતાની પ્રસ્થાનત્રયી ગુરુ દયાનંદજીના સાંન્નિધ્યમાં આત્મસાત કરી છે. તેઓ ભુજમાં આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા ગીતા અને ઉપનિષદો પર વ્યાખ્યાન આપે છે અને સમાજમાં મૂલ્યોના પુનઃસ્થાપન માટે શિબિરો યોજે છે, પાવનકારી શ્રાવણ માસમાં તેમની અનુભવી વાણીથી શિવભક્તિ અને શિવ મહિમ્નના કેટલાક શ્લોકનું રસદર્શન કરાવશે. શ્રાવણ માસમાં તેમની કલમનો લાભ આપણને મળવાનો છે એ માટે અક્ષરનાદ વાચક પરિવાર તરફથી શ્રી સ્વામીજી તથા આર્ષ અધ્યયન કેન્દ્રના શ્રી ઓશોભાઈ વ્યાસનો ખૂબ ખૂબ આભાર. આ શ્રેણી ભક્તિ – જ્ઞાન અને શ્રદ્ધાની ત્રિવેણી બની રહેશે એવા શુભ સંકલ્પ સાથે આજે માણીએ આ શ્રેણીનો પ્રથમ લેખ. }

શ્રાવણસુધા

કહેવાય છે કે ભારતીયા ઉત્સવપ્રિયાઃ એટલે કે ભારતીય પ્રજા ઉત્સવપ્રિય પ્રજા છે. આપણા જીવનને યાંત્રિકતામાંથી મુક્તિ અપાવનાર અનેક ઉત્સવો આપણે ઉજવીએ છીએ. આ ઉત્સવો જ આપણા જીવનને હર્ષ અને ઉલ્લાસથી ભર્યું ભર્યું રાખે છે. સરેરાશ વર્ષ દરમ્યાન આપણે ૨૬ થી ૨૮ જેટલા ઉત્સવો ઉજવીએ છીએ.

શીતળા સાતમ, શ્રાવણી પૂર્ણિમા, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા એક સાથે ચાર ઉત્સવો લઈને આવી પહોંચેલો આ શ્રાવણ માસ અનેરું મહત્વ ધરાવતો હોવા છતાં આ માસની મહત્તા તેમાં કરવામાં આવતી સ હિવ ઉપાસના કે શિવભક્તિને કારણે જ છે. આશુતોષ, વિશ્વેશ્વર, શિવ-શઁકર, ભોળાનાથ વગેરે નામોથી પ્રચલિત એવા દેવોના દેવ મહાદેવની ભક્તિનો વિશેષ સમય એ જ શ્રાવણ માસ… આ મહિના દરમ્યાન પ્રત્યેક શિવ મંદિરો હર હર ભોલે, મહાદેવ… મહાદેવના દિવ્ય ગૂંજનોથી દિવસભર ગૂંજ્યા કરે છે. શિવભક્તો ભોળા ભગવાનને રીઝવવા અવનવા વ્રતો, ઉપાસનાઓ અને વિવિધ સાધનાઓ સમગ્ર માસ દરમ્યાન કરતા રહે છે.

શિવભક્તોમાં અત્યંત પ્રચલિત એવું શિવમહિમ્ન સ્તોત્ર શ્રી પુષ્પદંત દ્વારા રચાયું છે. વિશ્વપતિ ભગવાન શિવની સ્તુતિ કરતા આ સ્તોત્રની રચના પાછળ લોકકથા કાંઈક આવી છે…. – સંગીત અને કલામાં નિપુણ એવા ગંધર્વરાજ પુષ્પદંત ભગવાન શિવના પરમ ભક્ત હતા. તે નિયમિત રીતે તેમના ઈષ્ટદેવ શિવની પૂજા અર્ચના કરતા. એક વખત જ્યારે તે સૂક્ષ્મ શરીરથી અદ્રશ્ય રીતે આકાશગમન કરી રહ્યા હતા ત્યારે તેમની નજર ચિત્રરથ રાજાના ઉદ્યાન પર પડી. પુષ્પોની સુગંધથી લાલયિત પુષ્પદંતે અદ્રશ્ય રીતે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો અને ભગવાનની પૂજા માટે સર્વ પુષ્પ વીણી લીધા. બીજા દિવસે પણ તેમ જ કર્યું અને ધીમે ધીમે તો આ ટેવ જ પડી ગઈ. દરરોજ વહેલી સવારે અદ્રશ્ય રીતે ઉદ્યાનમાં પ્રવેશી સુંદર સુગંધિત પુષ્પો ચૂંટી તેઓ ભગવાન શંકરની પૂજા કરવા લાગ્યા.આમ જોવા જઈએ તો ઈશ્વરપ્રાપ્તિ માટે ભક્તિ જ સર્વશ્રેષ્ઠ સરળત્તમ સાધન છે. ભક્તિ દ્વારા જ વ્યક્તિના અંતઃકરણની શુદ્ધિ થાય છે. ઈશ્વર પ્રત્યેના શરણાગતિના ભાવોની અભિવ્યક્તિને જ તો ભક્તિ કહેવામાં આવે છે. ભક્તિના ઘણા પ્રકારો આપણે ત્યાં પ્રચલિત છે. કહેવાય છે કે સ્તુતિર્નામ ગુણકથન… સ્તુતિ એટલે ગુણોનું કથન, ગુણોનું ગાન. કોઈને પણ પ્રસન્ન કરવા માટે સ્તુતિ એ શ્રેષ્ઠ સાધન છે અને ભગવાન પણ જાણે તેમાં અપવાદ નથી. ભગવાન સ્તુતિથી પ્રસન્ન થાય છે. ભગવાનની સ્તુતિ કરતા અનેક સ્તોત્રો હોવા છતાં શિવભક્તોમાં શિવમહિમ્ન સ્તોત્ર વિશેષ આદરભાવ સાથે લોકપ્રિય છે. શ્રી શિવમહિમ્ન સ્તોત્ર એ ભગવાન શંકરની સ્તુતિરૂપ સ્તોત્ર છે જેમાં ભગવાનના મહિમાનું, ભગવાનના ગુણોનું ગાન કરવામાં આવ્યું છે. અહીં ભગવાન શિવના મહિમાગાન દ્વારા તેમની સ્તુતિ કરવામાં આવી છે.

આ પ્રમાણે દરરોજ અદ્રશ્ય રીતે પુષ્પોની ચોરી થવા લાગી ત્યારે ચિત્રરથ રાજાએ વિચાર્યું કે અંતર્ધાન થવાની દૈવી શક્તિ ધરાવતો કોઈ ચોર પુષ્પોની ચોરી કરી જાય છે માટે તેની દૈવી શક્તિનો કોઈ રીતે નાશ થાય તો જ તેને પકડી શકાય આથી ચોરને પકડવાના ઉપાય તરીકે રાજાએ પોતાના સમગ્ર ઉદ્યાનમાં શિવ નિર્માલ્ય, શિવજીને અર્પણ કરેલા પુષ્પો તથા બિલ્વપત્ર વેરાવ્યાં.

રોજના નિયમ પ્રમાણે પુષ્પદંતે તો તે દિવસે પણ ઉદ્યાનમાં પ્રવેશ કરી પુષ્પ ચૂંટવા માંડ્યા. પોતાના કાર્યમાં તેઓ એટલા વ્યસ્ત હતા કે ઉદ્યાનમાં પથરાયેલા શિવનિર્માલ્ય પ્રત્યે તેમનું ધ્યાન ગયું જ નહીં. અજાણ્યે તેમણે શિવનિર્માલ્ય ઓળંગ્યા અને શિવજીના અપરાધી બન્યા. પરિણામે તેમની અંતર્ધાન થવાની દૈવી શક્તિ હણાઈ ગઈ. અદ્રશ્ય મટીને તેઓ દ્રશ્ય થઈ ગયા અને તરત જ ત્યાં ચુપાઈને ઉભેલા રાજાના ચોકીદારોએ તેમને પકડી લીધા. પુષ્પદંતને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એ ભૂલને સુધારવા માટે તેમણે ભગવાન શંકરને પુનઃ પ્રસન્ન કરવા શિવજીની જે સ્તુતિ કરી તે જ ‘શિવમહિમ્ન સ્તોત્ર’ અને કહેવાય છે કે પુષ્પદંતની આ સ્તુતિથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને પુષ્પદંતે દૈવી શક્તિ પુનઃ પ્રાપ્ત કરી.

આ સ્તોત્રમાં ભગવાન શિવની પુરાણોક્ત કથાનો ઉલ્લેખ કરી, વિવિધ શબ્દો દ્વારા ઈશ્વર પ્રત્યેના ભક્તિભાવ પ્રગટ કરાયા છે. આવા પવિત્ર સ્તોત્રનું ભગવાન શિવ સમક્ષ ગાન કરનાર અનંત પુણ્યોનો ભાગી બને છે. ભગવાનની મહિમાના ગુણગાન પ્રભુભક્તિને દ્રઢ કરવામાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે.

આવો, આપણે પણ પવિત્ર એવા આ શ્રાવણ માસમાં ભગવાન શિવની સ્તુતિ કથનરૂપ ભક્તિપુષ્પ અર્પણ કરી કૃતાર્થ થઈએ.

 – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “શિવભક્તિનો શ્રેષ્ઠ સમય : શ્રાવણ – સ્વામીશ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી

  • Ajit Desai

    પ્રદીપજી એ સુંદર કેખન કાર્ય શરુ કર્યું તે માટે અભિનંદન તેઓ મારા અંગત મિત્ર પણ છે અને શુભેચ્છક પણ છે.
    એક સુચન તેના લેખોને બંધન ન આપો જેને સાચવવા હોય તેના માટે નકલ કરીને રાખવાની સગવડ આપવી જરૂરી છે.
    અજીત દેસાઇ

  • Dinesh Pandya

    પવિત્ર શ્રાવણ માસમાં શિવભક્તિની યોગ્ય વિગત સાથે અહીં
    શિવઆમહિમ્ન સ્તોત્ર પણ મૂક્યું હોત તો સારું હતું.
    શંકર ભગવાનની મહિમા ગાતું આ સુંદર સ્તોત્ર શીખરણી છંદમાં
    રચાયું છે. સંસ્કૃત સાહિત્યની આ એક ઉત્તમ ભક્તિ રચના છે.
    અભિનંદન!

  • Hitesh

    આભાર સ્વામીજી….શૈવ ભક્ત માટૈ સરસ ભેટ માટે અક્ષરનાદનો આભાર..હર હર મહાદૅવ…સાંઇ મકરંદ મહીમન ભાવાનુવાદ પણ મનન કરવા યાગ્ય છે.

  • Vidyut Oza

    જો તમે રસિક ભોજક એ રેડિયો પર ગાયેલ શિવ મહિમ્ન સ્ત્રોત્ર અહિ મુકિ શકો તો ઘનુ જ સારુ

  • Harshad Dave

    ભક્તિ કોઈના કહેવાથી ન થઇ શકે, ન થાય અને ન થવી જોઈએ. એ તો ભીતરનો ભાવ છે. શ્રદ્ધા છે. આત્મ શક્તિ ખીલે છે ભક્તિ વડે અને તેથી જ આત્મ વિશ્વાસ વધે છે અને કાર્ય શક્તિ પ્રાપ્ત થાય છે. નવધા ભક્તિમાંથી કોઈપણ પ્રકારે ભક્તિ કરનારા ભક્તને જે પ્રાપ્ત થાય છે તે અન્યને નથી થતું. જીવ માત્ર શિવ છે અથવા જીવમાં શિવ છે. શિવને પ્રસન્ન કરવા માટે આપણે પણ પ્રસન્ન રહેવું જરૂરી છે. આપણે છેલ્લે ક્યારે પ્રસન્ન હતાં તે યાદ કરવાની બાબત બની ગઈ છે. ભોળું અને ચિંતામુક્ત મન હોય તો પ્રસન્નતા હૃદયમાં વાસ કરે. તો શિવજી નિવાસ કરે. તો ચાલો આપણે પણ આ તકનો લાભ લઇ અંતરયાત્રા કરીએ. …હદ.