શિવભક્તિનો શ્રેષ્ઠ સમય : શ્રાવણ – સ્વામીશ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી 11
ફિલોસોફી અને દર્શનશાસ્ત્ર સાથે એમ.એ. થયેલા સ્વામી પ્રદીપ્તાનંદજી પૂર્વાશ્રમે જામનગરની ડી. કે. વી. કોલેજમાં નિમંત્રિત પ્રાદ્યાપક તરીકે ફરજ બજાવતા હતા. આ દરમ્યાન સમાજમાં મૂલ્યોના હ્રાસ જોઈ વ્યથિત બનીને સંન્યસ્ત માર્ગ અપનાવ્યો. તેમણે વેદાંત, બ્રહ્મસૂત્ર, ગીતાની પ્રસ્થાનત્રયી ગુરુ દયાનંદજીના સાંન્નિધ્યમાં આત્મસાત કરી છે. તેઓ ભુજમાં આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા ગીતા અને ઉપનિષદો પર વ્યાખ્યાન આપે છે અને સમાજમાં મૂલ્યોના પુનઃસ્થાપન માટે શિબિરો યોજે છે, પાવનકારી શ્રાવણ માસમાં તેમની અનુભવી વાણીથી શિવભક્તિ અને શિવસ્તવનોનું રસદર્શન કરાવશે. શ્રાવણ માસમાં તેમના લેખનનો લાભ આપણને મળવાનો છે એ માટે અક્ષરનાદ વાચક પરિવાર તરફથી સ્વામીજી તથા શ્રી ઓશોભાઈ વ્યાસનો ખૂબ ખૂબ આભાર. આ શ્રેણી ભક્તિ – જ્ઞાન અને શ્રદ્ધાની ત્રિવેણી બની રહેશે એવા શુભ સંકલ્પ સાથે આજે માણીએ આ શ્રેણીનો પ્રથમ લેખ, શિવમહિમ્ન સ્તોત્ર વિશેનો પરિચયાત્મક લેખ.