Daily Archives: August 1, 2012


ઋગ્વેદમાં વર્ષા પ્રાર્થના… 3

આ વર્ષે સમય થઈ ગયો હોવા છતાં, વીતી રહ્યો હોવા છતાં વરસાદ ઓછો, નહિવત છે અને ધરતીપુત્રો સાથે સમગ્ર સમાજ ચિંતિત છે. ઋગ્વેદના પાંચમા પાઠમાં શ્લોક ૮૩ ગુચ્છ પર્જન્યના મહિમાગાન તથા આનંદ અભિવ્યક્તિ વિશેનું છે. આવો આપણે પણ ઈશ્વરને એજ પ્રાર્થના કરીએ કે આ વખતે સારો અને સાર્વત્રિક વરસાદ થાય, ધરતીપુત્રો આનંદે, વાવણી સફળ થાય અને ધરતીને લીલી ચાદર પહેરાવીને પર્જન્ય ધન ધાન્ય તથા એ રીતે સુખ સમૃદ્ધિ વરસાવે. વરસાદ વગરનું ચોમાસુ અનેક વિટંબણાઓ અને મુશ્કેલીઓ લઈને આવે છે, અનેકોને તે આફતમાં મૂકે છે. એવું ન થાય એ માટેની ઈશ્વરને વિનંતિ અને પર્જન્યનું મહિમાગાન ઋગ્વેદમાં કરાયું છે, વર્ષામાં અભિવ્યક્ત થતા કર્મ અને આનંદને તે સુપેરે વર્ણવે છે. પ્રસ્તુત છે એ શ્લોકોનું શ્રી દર્શકે ‘આપણો વારસો અને વૈભવ’માં કરેલ સુંદર અનુવાદ


સર્જન સ્થિતિ અને સંહારના કર્તા… ઈશ્વર – સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી

ઈશ્વરનું અસ્તિત્વ તર્કથી પણ સિદ્ધ ન થઈ શકે કે તર્કથી અસિદ્ધ પણ ન થઈ શકે. વિચાર કરવાની શક્તિ રૂપી સુંદર ભેટ ઈશ્વર દ્વારા મળી છે તેનો સદઉપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ વ્યક્તિ પર નિર્ભર રહે છે. કુતર્ક એ આપણા પગ પર કુહાડો મારવા સમાન છે. વ્યવહારમાં પણ એવું જ જોવા મળે છે. દાખલા તરીકે જ્યારે જૂથમાં કોઈ એક વિષય પર સુંદર ચિંતન ચાલતું હોય ત્યારે પોતાના સ્વભાવને આધીન કેટલાક એવા લોકો હોય જ છે જે તે સમયે ખોટા પ્રશ્નો ઉભા કરીને એકરસ, સંવાદિતામાં ચાલી રહેલી મીટિંગને કલહ અને અસ્વસ્થતાથી ભરી દે છે. કુતર્કના ઉદાહરણ રૂપે જોઈએ તો એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે તમારો ઈશ્વર શું એવો કોઈ પથ્થર બનાવિ શકે કે જેને તે પોતે પણ ન ઉપાડી ન શકે?…