Daily Archives: June 14, 2012


ભિખારણનું ગીત – ‘ગની’ દહીંવાલા

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા એટલે આપણી ભાષાના સિદ્ધહસ્ત ગઝલકાર – ગીતકાર અને સાચા અર્થમાં એક ખુમારીસભર, અભિજાત્ય ટકાવી જીવનાર રચનાકાર. ગનીભાઈની ગઝલો તેમના ગીતો કરતાં વધુ પ્રચલિત થઈ, પરંતુ તેથી તેમના રચેલા ગીતોનું મૂલ્ય જરાય ઓછુ આંકી શકાય તેમ નથી. ભિખારણનું પ્રસ્તુત ગીત તેમના ઋજુ હ્રદય અને ઉંડી સહ્રદયતાની સાથે સાથે જમીનથી જોડાયેલ, વિટંબણાઓ વચ્ચેથી પસાર થઈને સર્જનની સરિતા વહેતી રાખનાર રચનાકાર તરીકેની તરીકેની તેમની છબીને વધુ પુષ્ટ કરે છે. ભિખારણની આંખના ઝળઝળીયાં અને તેના મુખેથી નીકળતાં ગીતના અમૃતનું સાયુજ્ય સુમ્દર ભાવચિત્ર ઊભું કરી આપે છે. એક બાજુ ભિખારણનું દારિદ્રય છે તો બીજી બાજુ ચિત્તનું સૌંદર્ય છે, એક તરફ ગરીબાઈની વાસ્તવિકતા છે તો બીજી તરફ ગગનગામી કલ્પનાનું ઉડ્ડયન છે. કવિએ બંને તથ્યોને જોડાજોડ મૂકીને આ ગીત રચ્યું છે.