સાહિત્યકાર મુજબ સંગ્રહ... : સ્વાતિ મુકેશ શાહ


હિમાચલના પ્રવાસે (૧) – સ્વાતિ મુકેશ શાહ 7

અમે જાંખુ મંદિરના દર્શને ગયા. વાયકા એવી છે કે હનુમાનજી લક્ષ્મણજી માટે જડીબુટ્ટી લેવા જતાં હતાં ત્યારે તેઓ આ ટેકરી ઉપર આરામ કરવા બેઠા હતા.


કેન્યા : ૪ (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ 11

મસાઈમારા પહોંચવાની ઉત્સુકતાને કારણે સવાર જરા વહેલી પડી ગઈ. રસ્તામાં ઘણા બધાં વાઈલ્ડ બીસ્ટ જોયા. વાયરલેસ પર સંદેશો આવ્યો કે એક જગ્યાએ સિંહણ અને બે બચ્ચા બેઠા છે.


કેન્યા : ૩ (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ 4

ચિત્તો હરણના બચ્ચાને મારી, તેને લઇ ઝાડ ઉપર ચઢી ગયો. ચિત્તો પછી મરેલા બચ્ચાને લઈને નીચે ઉતારવા કોશિશ કરતો હતો પણ હરણના શીંગડા વચ્ચે આવતા હતાં. બહુ મહેનતના અંતે હરણને નીચે ફેકી પાછળ તેણે કુદકો માર્યો અને બચ્ચાને ખેંચીને દૂર લઇ ગયો.


કેન્યા : ૨ (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ 7

એક ઉંચા ઝાડની ડાળી ઉપર દીપડો સુતો હતો અને ઝાડની ચારે બાજુ અમારા જેવા પર્યટકોના વાહનો ઉભા હતા. થોડીવારમાં દીપડો ઉઠીને ચારે તરફ જોવા લાગ્યો.


કેન્યા – ૧ (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ 9

જેવા સામબુરુ ગેમ રિસર્વમાં દાખલ થયા અને સોમાલી ઓસ્ટ્રીચ જોવા મળ્યાં. નર ઓસ્ટ્રીચ સુંદર કાળા અને સફેદ પીંછાવાળા હોય અને માદા ઓસ્ટ્રીચ બ્રાઉન પીંછાવાળા હતા.


સીતા માતા વન્યજીવ અભયારણ્ય.. 6

જે પાણીમાં પગ પલાળી બેઠી હતી ત્યાં ઘણી માછલી હતી. બેસવાની બહુ મજા આવી. નીચે માછલી જોઉં કે ઉપર પક્ષી શોધું તેવી મારી હાલત હતી.


સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. (ભાગ ૪) 5

બ્રહ્મપુત્રના વધતા જળને કારણે ટાપુએ થોડોક ભાગ ગુમાવ્યો છે. તેમ છતા માજુલી સમગ્ર વિશ્વના સૌથી મોટો નદી પરના ટાપુ તરીકે ગીનીઝબુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં નોધાયેલ છે.


સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. (ભાગ ૩) – સ્વાતિ મુકેશ શાહ 14

ત્યાં પાછળ બીજા બે વાઘ દેખાયા. અમારી ખુશાલીનો તો કોઈ પાર ના રહ્યો. થોડેક આગળ નીકળ્યા હોઈશું અને એક જંગલી હાથી રસ્તો ઓળંગી જતો હતો.


સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. (ભાગ ૨) – સ્વાતિ મુકેશ શાહ 20

અહીંયાના ઘણાં લોકો માને છેકે જસવંતસિંહનો આત્મા હજુ આ વિસ્તારમાં ભમે છે. એમના સમાજના લોકો પત્ર પણ લખે છે અને ખાસ તો જો પરિવારમાં લગ્નપ્રસંગ હોય તો પહેલી આમંત્રણ પત્રિકા આ જગ્યાએ મુકી શુકન કરે છે.


સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. – સ્વાતિ મુકેશ શાહ 21

દરેક પ્રવાસીએ અરુણાચલ પ્રદેશમાં જવા જરુરી ઓળખપત્ર અને ફોટો આપી મંજૂરી પત્ર લેવાનો હોય છે. આસામની હદ પતે એટલે ચેકપોસ્ટ પર આ મંજૂરી પત્ર લેવાની વિધિ પતાવી અમે આગળ અરુણાચલ પ્રદેશમાં વધ્યા. લગભગ દોઢ વાગે જમવા ઉભા રહ્યા. ખાવાનું ઘણું તીખું હતું એટલે ઘરના થેપલા ખાઈ કામ ચલાવ્યું.


ચાંપાનેર – સ્વાતિ મુકેશ શાહ 14

ગુજરાતમાં આવેલું ચાંપાનેર ગામનું નામ તો ઘણાં બધાંએ સાંભળ્યું હશે અને જોયેલું પણ હશે. મારા આ પ્રવાસની વાત કંઇક અનેરી છે. ચાંપાનેરનો ઈતિહાસ વગેરે તો બધે મળી રહેશે એટલેજ મને થયું કે આજે તમને મારી રીતે સફર કરાવું.


ઐહોલ, પત્તદક્લ, બાદામી : પુરાતન મંદિરોના વિશ્વમાં.. – સ્વાતિ મુકેશ શાહ 5

અમે બિજાપુરથી હમ્પી જવાના હતા ત્યાં જાણ્યું કે બિજાપુરથી લગભગ એકસો ચાલીસ કિલોમીટર દૂર ઐહોલ હતું જ્યાં હિન્દુ સ્થાપત્યના બેનમુન મંદિર આવેલ હતાંં. હું તમને આજે ઐહોલની મુલાકાત કરાવીશ જે સ્થાપત્યકળાનું વિદ્યાલય મનાય છે.


લદ્દાખ (સફરનામું) ભાગ ૨ – સ્વાતિ મુકેશ શાહ 9

પૂનમનો ચાંદ હતો તેથી ચોમેર ચાંદની પથરાઈ ગઈ. બધું ચમકતું લાગતું. આકાશમાં વાદળ ઓછા હતાં એટલે નભોદર્શનની ખૂબ મજા માણી ઠંડી વધતાં રુમમાં ભરાઈ ગયાં. એવું જાણવા મળ્યું હતું કે પેન્ગોંગ લેકની ઉપર આકાશમાં આખી આકાશગંગા સુંદર દેખાય છે. તેનામાટે પરદેશથી અને આપણા દેશના ખગોળશાસ્ત્રી અમાસની રાતે ખાસ અભ્યાસ કરવા આવે છે,


લદ્દાખ (સફરનામું) ભાગ ૧ – સ્વાતિ મુકેશ શાહ 14

આજે સૌ મિત્રોને આપણાં શીર્ષ જમ્મુ કાશ્મીરના લદ્દાખની મુલાકાતે લઈ જઉં. ભગવાને લદ્દાખમાં ભરપૂર કુદરતી સૌન્દર્ય ઠાલવ્યું છે. સામાન્ય રીતે બધાં લેહ લદ્દાખ બોલતાં હોય છે પરંતુ લેહ એ લદ્દાખની રાજધાની છે. બાકી અહીં લદ્દાખ આખામાં જોવાલાયક ઘણું બધું છે. ચાલો મારી સાથે તમે પણ સફર કરી લો આ અદ્રુત પ્રદેશની.


હમ્પી (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ 17

મુખ્ય મંડપમાં છપ્પન સ્તંભ એવાં છે કે જેને થપથાપવતા તેમાંથી જુદાજુદા વાજિંત્રોના અવાજ ખૂબ સરસ નીકળી અને સંગીતની કર્ણપ્રિય લહેરો ઉત્પન્ન થાય છે. ખંડના પૂર્વ ભાગમાં સુપ્રસિધ્ધ શિલા-રથ છે.


બસ્તર (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ 26

ગુજરાતી લોકોમાં બહુ પ્રચલિત નહીં એવાં છત્તીસગઢમાં આવેલાં બસ્તર વિસ્તારમાં જવાનું નક્કી કર્યું ત્યારથી ઉત્સાહ બેવડાઈ ગયો હતો. અમદાવાદ સ્ટેશનથી પુરી એક્સપ્રેસમાં સાંજના છ વાગે નીકળ્યાં તો બીજે દિવસે સાંજે સાડાપાંચ વાગે રાયપુર સ્ટેશન ઊતર્યા. સ્ટેશન ઉપર ફ્રેશ થઇ અમે ત્યાંથી સ્લીપિંગ કોચમાં બસમાં જગદલપુર જવા રાતના દસ વાગે નીકળ્યાં.