ઓડિસી : લાવણ્યમય નૃત્ય – અર્ચિતા દીપક પંડ્યા 14
મોગલ અને બ્રિટિશ કાળમાં ઓડિસી નૃત્યકારોને મંદિરમાંથી રાજપરિવાર અને દરબારના મનોરંજન માટે ખસેડવામાં આવ્યા. આગળ જતાં નૃત્યાંગનાઓની સ્થિતિ રખૈલ જેવી થઈ ગઈ.
મોગલ અને બ્રિટિશ કાળમાં ઓડિસી નૃત્યકારોને મંદિરમાંથી રાજપરિવાર અને દરબારના મનોરંજન માટે ખસેડવામાં આવ્યા. આગળ જતાં નૃત્યાંગનાઓની સ્થિતિ રખૈલ જેવી થઈ ગઈ.
આપણાં શાસ્ત્રીય નૃત્યો પાસે પ્રાચીન ગ્રંથો રૂપી ખૂબ મજબૂત પાયો છે. કુચીપુડી નૃત્યશૈલી આપણા સાંસ્કૃતિક વારસાને આંધ્રપ્રદેશ તરફથી એક મૂલ્યવાન પ્રદાન છે.
કથકનૃત્યની એક લાક્ષણિકતા છે ભ્રમરી કે ઘુમરીનો પ્રયોગ. નર્તક ત્રણના આવર્તનમાં ચક્કર એક સાથે ફરીને અંતે સ્થિર મુદ્રામાં ચમત્કૃતિથી પ્રેક્ષકો સામે ઊભા રહી જાય છે.
કથા કહેતાં કહેતાં એને વધુ રસિક બનાવવા ભાવ ભંગિમા તથા મુદ્રાઓનો પ્રયોગ થતો. દર્શકો એના લીધે કથાને વધારે માણી શકે.
શાસ્ત્રીય નૃત્ય એટલે ભરતનાટ્યમ; લોકોને આવી ગેરસમજ છે, આરંગેત્રમ્ નૃત્યનો પ્રકાર નહીં,પડાવ છે. આરંગેત્રમ્ એટલે ગુરુ તથા વડીલોના આશિર્વાદથી નૃત્યક્ષેત્રે પદાર્પણ
આપણને ગઝલ, કાવ્ય કે નાટક ગમે છે કારણ એમાં રસ છે. રસને સ્વરૂપ નથી, બંધારણ નથી. ‘મને રસ છે’ કે ‘મને રસ નથી પડતો’ એ વાત આપણે કહીએ છતાં રસ શું છે એ સમજાવી શકતા નથી.
નૃત્ય કે નાટ્ય શીખવા માટે હજારો વર્ષો પહેલા રચાયેલો પ્રાચીન ગ્રંથ આજે પણ પાઠ્યપુસ્તકની જેમ કેમ ભણાવવામાં આવે છે? એવું શું છે એમાં કે એ કાળને અતિક્રમીને આજે પણ એટલો જ મહત્વનો છે?
નૃત્ય કે અભિનય કરતી વખતે પાત્રમાં પ્રાણનો સંચાર કેવી રીતે થાય છે? આ માર્ગદર્શિકાની રચના કોણે કરી? સ્વર્ગની અપ્સરાઓનું પણ મૂલ્યાંકન થતું, કયા આધારે?
પ્રાચીન મંદિરોમાં કંડારાયેલા સુંદર શિલ્પો જોઈને ક્યારેય વિચાર આવ્યો છે કે એ નાયક કે નાયિકા ચોક્કસ મુદ્રા અને અંગસ્થિતિમાં જ કેમ ઊભા છે? એમ જ કોઈ ચિત્રકાર પણ કૃતિ બનાવે ત્યારે એ ભાવ પણ નિપજાવવા યોગ્ય હસ્તમુદ્રા તથા અંગસ્થિતિનો ઉપયોગ કરે છે. આ બધાં કલાકારો શેના આધારે આટલી પ્રમાણિત રચના કરતા હશે?
નૃત્યને કોઈ વિષયમર્યાદા હોતી નથી કે એને સીમા બાંધી નથી શકતી. તે છતાં સામાન્યપણે વિષયપસંદગીમાં સમાજનું પ્રતિબિંબ પડે જ છે. ભારતીય નૃત્યોમાં આપણાં પોતાના ઉત્સવો કે તહેવારોની ઉજવણીની છાપ છે. આમ, જેવી સંસ્કૃતિ એવી વિચારધારા, એવા જ નૃત્યો. જેમ કે, આપણાં ભગવાન કૃષ્ણની રાસલીલાએ જ રાસ કે ગરબીની રચના કરી છે.
આપણી અંદર આપણી ઉત્તેજના ને સંવેદના વેગમય બનીને વહે છે એનો એક નાદ અપણી અંદર પ્રગટતો રહે છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ જ ‘નાદ’થી થઈ. ડમરુના નાદથી થઈ. પ્રથમ અક્ષર એ પ્રણવ એટલે ‘ૐ’ છે. આમ, વિશ્વ પોતે એક ઓર્કેસ્ટ્રા અને એનો એકેએક સભ્ય એનો સાજીંદા છે.
નૃત્યની એક વિશિષ્ટતા એ છે કે સાર્વભૌમ કલા છે. દરેક પ્રદેશ અને જાતિને પોતાનું શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય છે. કેવું ઈશ્વર જેવું? એકને એક છતાં અનેક. વેશભૂષા, ગાયન, વાદન, શૈલી બધું જ ભાતીગળ સ્વરુપે આ વિશ્વમાં વ્યાપ્ત છે. જુદી શૈલી અને જુદી વેશભૂષા એક જ પ્રકારના ભાવ પ્રગટ કરતી હોઈ શકે, છે ને આનંદ અને આશ્ચર્ય!