દિવાળી : અતુલ્ય ભારતનો અનન્ય ઉત્સવ – ચેતન ઠાકર 11


અતુલ્ય ભારત – Incredible India! આ શીર્ષક બદલ ભારત સરકારને અભિનંદન આપીએ એટલા ઓછા છે, આપણાં વિશાળ અને વિવિધતાથી છલોછલ દેશને એક જ શબ્દમાં રજુ કરવાનું લગભગ અશકય કહી શકાય તેવું કાર્ય આ બે શબ્દો બખૂબી પૂર્ણ કરે છે. આ પૂર્વભૂમિકા બાંધવાનું કોઈ ખાસ કારણ નથી, પરંતુ મારી અંદર રહેલા લેખકના જીવને છેલ્લા થોડા દિવસોથી સતત ઇચ્છા થતી કે દિવાળી જેવો સર્વેના સમન્વયનો, સ્નેહ અને ઉમંગનો, માનસીક રીતે સંપૂર્ણપણે રિચાર્જ કરતો તહેવાર આવે છે તો તેના વિષે કંંઈક વિશેષ લખવું છે.

દિવાળી એટ્લે ખરા અર્થમાં પર્યાવરણ જાળવણીનો તહેવાર

આ અતુલ્ય ભારતની સંસ્કૃતિમાં તહેવારો અનિવાર્ય રીતે જોડાયેલા નહીં પણ વણાયેલા છે. આ તહેવારોને જો અલગ કરી નાખવામાં આવે તો શેષ ભારત જેવુ કશું જ બચતું નથી. આપણાં દરેક તહેવારમાં પણ બે ત્રણ સામાન્ય બાબતો જોવા મળે છે. જેવી કે તેની સાથે જોડાયેલી લોકોની આસ્થા, ઉજ્જવણીનો આનંદ અને જે તે તહેવાર ઉજવવા પાછળ એક જનજાગૃતિનો અને વ્યકિતગત રીતે પણ વ્યકિતના વિકાસનો હેતુ. અહીં હું જે તહેવારની વાત લખી રહ્યો છુંં એ તો આપણાં બધાંં તહેવારોનો રાજા ગણાય છે. ધનતેરસથી શરૂ કરીને લાભપાંંચમ સુધીના લગાતાર આઠ દિવસના તહેવારોની હારમાળા વિશ્વની કોઈ સંસ્કૃતિ કે દેશ પાસે નહીં હોય. આ દરેક દિવસનું પાછું અલગ અને આગવું મહત્વ રહેલું છે. આ બધુ તો હું અને તમે માત્ર જાણતા જ નથી પરંતુ વર્ષોથી માણીએ પણ છીએ, અહીં મારે ખાસ જે વાત આપ સૌ સાથે વહેંચવાની છે તે દિવાળી પહેલા કરવામાં આવતી તેની સર્વગ્રાહી તૈયારી અને તેની પાછળના વૈજ્ઞાનિક અભિગમની, પર્યાવરણ જાળવણીની. દિવાળીના તહેવારની પૂર્વ તૈયારીઓ જુઓ તો તેમાં સ્વછતા અને પર્યાવરણ જાળવણીનો અદભુત વૈજ્ઞાનિક સમન્વય પણ જોવા મળશે.

મારા અને તમારા નાનપણના દિવસોને યાદ કરીએ તો આપણાં બધાના ઘરમાં નવરાત્રિ પૂરી થતાં જ સાફસફાઈની એક સામૂહિક ઝુંબેશ શરૂ થઈ જતી, સામૂહિક એટલા માટે કહું છુ કે અડોસપડોસમાં, શેરીઓમાં અને આ રીતે સમગ્ર ગામ કે શહેરમાં લોકો સ્વેચ્છાએ જોડાઈ જતાં અને દરેક ઘરમાં પણ દરેકે-દરેક સભ્યને તેની ઉમર કે આવડતના પ્રમાણે સફાઈનું કામ સોપી દેવામાં આવતું અને આ રીતે દરેક દેશવાસીમાં સફાઈના ગુણોનું આરોપણ કરવાનું અદભુત કામ દેશની સંસ્કૃતિ સાથે વણાઈ ગયું હતું. સાફ સફાઈની આ ઝુંબેશને હું પર્યાવરણ સાથે એટલા માટે જોડું છુ કે તે કેવળ કચરાપોતા સુધીની મર્યાદિત ન હતી. આ ઝુંબેશ ઘરમાં રહેતા અને વિશાળ અર્થમાં દેશમાં રહેતા દરેક વ્યકિતના રૂમ પૂરતી ન હતી, પરંતુ ઘરમાં રહેલું દરેક ટેબલ અને તેમાં રહેલા ખાનાઓને જોઈ તપાસીને જો તેમાં બિનજરૂરી અથવા જૂની હોય વસ્તુઓ હોય તો તેને કચરામાં નાખીને તેની જગ્યાએ નવી અને ઉપયોગી વસ્તુ માટે જગ્યા કરી આપવાની વૈજ્ઞાનિક રીત અને પરંપરા, હું આને વૈજ્ઞાનિક એટલે કહું છુંં કારણ કે સૃષ્ટિનો અફર નિયમ છે ‘વિસર્જન વિના નવસર્જન શક્ય નથી.’

આમ આ રીતે દિવાળીનું આગમન કોઈ રાજા-મહારાજા જેવુ ભવ્ય હોય છે, છડી પોકારતું, સમગ્ર જનમાનસને ઢંઢોળતું આવે છે. મારી દ્રષ્ટિએ આ તહેવારની સૌથી મોટી ઉપયોગિતા એ છે કે સમગ્ર જનમાનસ પ્રફુલ્લિત થઈ જાય છે, લોકોનું હૈયું નાચવા માંડે છે, લોકો પોતાના બધા દુ:ખ અને દર્દ, ભલે ને થોડા દિવસો પૂરતાંં, ભૂલી જાય છે, મનમાં વ્યાપેલી ઘોર નિરાશામાંંથી પણ બહાર આવી જાય છે. આમ દિવાળીમાં કેવળ ઘરની સફાઈ થતી નથી પરંતુ સૂક્ષ્મ રીતે માનવીના મનમાં લાગેલ નિરાશા રૂપી, ભય રૂપી કચરા પણ સાફ થઈ જાય છે, એક રીતે મનનો મેલ ધોવાઈ જાય છે. ભારતીય તહેવારોએ મનનો મેલ દૂર કરવાનું ઉતમ ડીટરર્જન્ટ છે. આ તહેવારને લીધે ભારતનો સામાન્ય માણસ, ‘મેંગો પીપલ’ આગલું-પાછલું ભૂલીને એક નવી તાજગી સાથે પોતાના જીવનમાં પરોવાઈ જાય છે. આ વૈજ્ઞાનિક અભિગમને લઈને જ ભારતમાં, હાલના છેલ્લા થોડા વર્ષોને બાદ કરીએ તો – ક્યારેય માનસિક નિષ્ણાંંતોની કે મનોચિકિત્સકોની નહિવત આવશ્યકતા રહેતી. કારણ કે આ તહેવારોમાં જબરજસ્ત તાકાત છે કે લોકોના મનમાં રોગને પ્રવેશવા દેતા નથી, અને રખેને જો કોઈને મનોરોગ લાગુ પડ્યો હોય તો દિવાળી જેવા તહેવારો આવતા જ એને દૂર થવું જ પડે. સગાંવ્હાલાઓ અને મિત્રો સાથે ઉત્સવની ઉજાણીમાં, તહેવારોની પરંપરાગત ઉજવણીઓમાં દરેકને સહભાગી કરવાની પ્રથા ચાલી આવે છે. આથી બધાના હૈયામાં એક ગજબનો ઉમંગ વ્યાપી જાય છે. ચારે તરફ હર્ષોલ્લાસ જોવા મળે છે. આમ દિવાળીના તહેવારની પૂર્વ તૈયારીથી લઈને ઉજવણી સુધીના બધાજ રિવાજોએ આજ સુધી ભારતીયોને કોઈ પણ પ્રકારના નાનામોટા માનસિક રોગો થવા દીધા નથી. તેથી જ તો આપણે સૌ આનંદની પરાકાષ્ઠાની અનુભૂતિ દિવાળીના દિવસોમાં જેટલી અનુભવતા હોઈએ તેટલી કદાચ વર્ષના અન્ય કોઈ દિવસોમાં અનુભવતા નથી.

દિવાળી એ અંધકાર પર પ્રકાશના વિજયનો ઉત્સવ તો છે જ, એ મનની વૃત્તિઓ પર આપણા વિજયનો, અસ્વચ્છતા પર સ્વચ્છતાના પ્રભાવનો, નિરાશામાંથી ઉલ્લાસ તરફના પ્રયાણનો, પરિવાર અને મિત્રો સાથે લાગણી વહેંચવાનો અને માનસિક રીતે રિચાર્જ થવાનો અનેરો અવસર છે. સર્વે વાચક મિત્રોને આવનારા દિવાળી પર્વની અનેકો શુભકામનાઓ.

– ચેતન સી. ઠાકર

Rangoli by Hardi Adhyaru
Rangoli by Hardi Adhyaru at Podar International School, Ahmedabad

બિલિપત્ર

सर्वदेवमये देवि सर्वदेवैरलङ्कृते ।
मातर्ममाभिलषितं सफलं कुरु नन्दिनि ।।

मन्त्र अर्थ – हे समस्त देवताओं द्वारा अलङ्कृत माता ! नन्दिनी ! मेरा मनोरथ पूर्ण करो।


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “દિવાળી : અતુલ્ય ભારતનો અનન્ય ઉત્સવ – ચેતન ઠાકર

  • jayantibhai

    સ્વચ્છ ભારત અભિયાન મિશન સફળ બનાવવા માટે આ લેખ ખૂબ અનુકળ છ. ધન્યવાદ

  • Harshal

    Chetan Bhai : Kudos to the writing skills. This is captured amazingly well and depicts all aspects of the grand festival so we’ll. Thanks for sharing the thoughts with us. –Thanks, Harshal

    • mydiary311071

      આપનો ખૂબ ખૂબ આભાર હર્ષલભાઈ લેખ વાંચવા અને મારા લેખનના કૌશલ્યને બિરદાવા બદલ, આ બધા માટે આભારી છીએ અક્ષરનાદના પ્લેટફોર્મના કે જેના લીધે આપ જેવા વાચકો સુધી મારા જેવા નવા અને શિખતા લીખકો પહોચી શકે છે.

  • Pravin Shah

    વાહ.. ખૂબ સુંદર લેખ.. અભિનંદન..
    રંગોળી ખૂબ સુંદર થઈ છે.

  • anil1082003

    YES ,DIWALI IS GREAT FESTIVLE. ENJOYED EVERYBODY. I BELIVE NOW A DAYS CHANGE MENTALITY TO CLEAN ONCE AYEAR HOME & OTHER IT’S THING. MUST CLEAN ATLEAST ONE IN MONTH SO GET ROOM FOR UNNECESSARY THING AND KEEP NECESSARY THING. ALSO GET CLEANNESS HOME GET FRESH CLEAN HOUSE, ONCE IN MONTH CLEANNESS ALSO YOU OBSERVED INFECTED TERMTE, BED BUG ETC. ALSO EASY TO CLEAN ONCE A MONTH THAN ONCE A YEAR. “PASAND APNI APNI KHAL APNA APNA”