રાખનાં રમકડાં.. – કમલેશ જોષી નવી પ્રસ્તુતિ...
મેં મમ્મીને જયારે ‘હાથી જોયા’ની વાત કરી તો મમ્મીએ પૂછ્યું, “કેવડો હતો એ હાથી?” ત્યારે મને થયું, બિચારી મમ્મીએ હાથીયે નથી જોયો. જો આજે એ મારી સાથે પૈડું ફેરવવા આવી હોત તો એને સાચોસાચ હાથી હું દેખાડત.
મેં મમ્મીને જયારે ‘હાથી જોયા’ની વાત કરી તો મમ્મીએ પૂછ્યું, “કેવડો હતો એ હાથી?” ત્યારે મને થયું, બિચારી મમ્મીએ હાથીયે નથી જોયો. જો આજે એ મારી સાથે પૈડું ફેરવવા આવી હોત તો એને સાચોસાચ હાથી હું દેખાડત.
રાત્રે સૂતી વખતે પપ્પા મારા આખા શરીરે એનો ગરમ હાથ ફેરવતા, એ સ્પર્શ મને બહુ ગમતો. મમ્મી થોડી-થોડી વારે મારા મોંમાં કંઈક મૂકી જતી, એ મને ગમતું. મારી મોટી બહેન મને તેડી-તેડી બધે ફેરવતી, એ મારા માટે અમૂલ્ય આનંદના અનુભવો હતા.
પહેલો શ્વાસ લઈને મેં મારા અંતિમ શ્વાસ તરફની યાત્રા શરુ કરી. શું એને અંતિમ યાત્રા કે સ્મશાન (તરફની) યાત્રા કહેવી એ સાચું નથી? અને હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ કદાચ તમને નહિ ગમે : આ સ્મશાનયાત્રા મારી એકલાની નથી તમારી પણ આ અંતિમયાત્રા જ છે.. માટે શ્રદ્ધાપૂર્વક શ્વાસોચ્છવાસના ડગલા માંડતા ભીતરે વાગતા ‘રામ નામ સત્ય હૈ’ ના નાદને સાંભળવાની કોશીશ કરો.