મળીશું… – રોન અચિસોન, અનુ. જયંત મેઘાણી 5


We will meet again

We will meet again my friend,
A hundred years from today
Far away from where we lived
And where we used to play.

We will know each others’ eyes
And wonder where we met
Your laugh will sound familiar
Your heart, I won’t forget.

We will meet, I’m sure of this,
But let’s not wait till then…
Let’s take a walk beneath the stars
And share this world again.
Ron Atchison

મળીશું

મળીશું, ફરી મળીશું, બેશક મળીશું,
મિત્ર મારા, શત વર્ષના સીમાડે મળીશું,
નિત્ય મળતાં, ને ખેલતાં જ્યાં હર પ્રભાતે –
ત્યાંથી દૂરે મળીશું.

નૂરના નેપથ્ય ખોલી બે આંખડી અજવાળશે ઓળખ,
દિલે વસેલાં જે, વીસાર્યાં નથી હજુ તો,
મળેલાં, હા, કદીક – ક્યાંક ભેટી ગયેલાં,
પરસ્પરને હશે પૂરો પરિચય,

તવ હાસ્યના પડછંદા પોકારશે પહેચાન,
હા, નિરધારીએ, મળવું જ છે, અહીં, આ ખલક પર.

પણ, દૂરે વસ્યા એ પ્રહરની નથી વાટ જોવી,
દોસ્ત, ચાલો, આજે, અહીં, અત્યારે
તારકતેજ હેઠ ભમીએ ને
આ ધરાનો સંગ ફેર કરીએ,
મળીએ છલકાવી જિગર,
મળીએ.

[રોન અચિસોનના અંગ્રેજી કાવ્ય પરથી]

– અનુ. જયંત મેઘાણી

રોન અચિસોનના એક અત્યંત સુંદર કાવ્ય, ‘We will meet again’ નો અનુવાદ શ્રી જયંતભાઈ મેઘાણીએ કર્યો છે, તેને શીર્ષક આપ્યું છે ‘મળીશું’. અહીં વાત ક્ષુલ્લક કે સ્થૂળ મુલાકાતની નથી, એ વાત છે એક અનોખા મિલનની ચાહનાની, કયા મિત્રને અને ક્યારે મળવાની વાત અહીં કહેવાઈ છે એ સમજી શકે એટલા તો વાચકમિત્રો સુજ્ઞ છે જ. પ્રસ્તુત રચના બદલ આદરણીય શ્રી જયંતભાઈ મેઘાણીનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “મળીશું… – રોન અચિસોન, અનુ. જયંત મેઘાણી

 • Ashok Vaishnav

  સુંદર કાવ્યનો એટલો જ સુંદર અનુવાદ્.
  સાચે જ, મળવામાટે રાહ શા માટે જોવી?
  અત્યારના ટેક્નૉલૉજીના યુગમાં ઇ-મેલ , SMS, કે ફોન તો છે જ. તે પણ જો ઓછું પડે તો મનને તેનાં વિશ્વભ્રમણપર છુટું મેલી દ્યો!. જ્યારે કોઇ વ્યક્તિ કે ઘટનાની યાદ આવે ત્યારે તેને મનનાં કૉમ્પ્યુટરની cache કે embeddedથી તાજું કરી લેવામાં કંજૂસઐ શા માટે?

 • Harshad Dave

  ‘મળવું’ એ સામાન્ય ક્રિયા નથી, એક ઘટના છે. મિલન ઉત્સુક્તાની પરાકાષ્ટા છે. મિલન કરતા પણ મિલનની પ્રતીક્ષા વધારે મધુર તલસાટભરી હોય છે. તો ચાલો મળીએ અત્યારે જ, આ જ ક્ષણે, રાહ શા માટે જોવી? અનુવાદ એ જ મૂળ ભાવ વ્યક્ત કરે છે…સરસ…આભાર. – હદ.

 • gopal parekh

  મિલનની કેવી ઉત્સુક્તા વ્યક્ત કરી છેકવિએ, જયઁતભાઇ તથા જિગ્નેશ બઁનેનો આભાર.
  ગોપાલ