કહે છે તમારી પાંપણની ધારે લટકી રહેલુ આંસુ
કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું?
સુખમાં હતા સાથે તો દુઃખમાંય સાથે રહીશું,
વહેંચી છે ખુશી તો સઘળા દુઃખ પણ સાથે સહીશું,
કહે છે ખુશીના ખેપીયા, બેવફા ન થાશું,
કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું?
હૈયાના આ હાલાતોનું ચીરહરણ અમે કરીશું,
ને ખુશીના ખયાલોનું ભરણ પોઅણ અમે કરીશું,
કહે છે અંતરના ઓરતા, આમ ન હારી જાશું,
કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું?
વિશ્વાસનો વિષય છે, ભલે દુઃખનો સમય છે,
ખુશી હો કે ગમ, આંસુઓની વિજય છે,
વાચા તમારી લાગણીઓને આખરે દઈ જાશું,
કે દુઃખમાં અમે તમને છોડીને ક્યાં જાશું?
– જીગ્નેશ અધ્યારૂ
બહુ જ સરસ
સુખ માં હતા સાથૅ તૉ દુઃખ માં ય સાથૅ રહીશું,
વહૅંચી છૅ ખુશી તૉ સધળા દુઃખ પણ સાથૅ સહીશું.
કહૅ છૅ ખુશીના ખૅપીયા, બૅવફા ના થાશું,
કૅ દુઃખ માં અમૅ તમનૅ છૉડીનૅ ક્યાં જાશું? ………
સુખ અને દુ:ખ તો એક સિક્કાની બે બાજુ છે..આજે દુઃખ તો કાલે સુખ …સુખમાં તો સહુ સાથ આપે ,જે દુઃખનો સહભાગી બને તે જ સાચો સ્વજન્..
જાવેદ વડીયા & હસમુખ ટાંક .
કહૅ છૅ તમારી પાંપણની ધારૅ લટકી રહૅલુ આંસુ,
કૅ દુઃખ માં અમૅ તમનૅ છૉડીનૅ ક્યાં જાશું? ……..
તમારી લાગણીઑનૅ અમૅ વાચા દઇ જાશું.