મનની ઝંખના – ડિમ્પલ આશાપુરી 4


કંઇક એવું રહ્યું આ વિશ્વમાં કે જેને
ગગનની વિશાળતા પણ ન ભેદી શકે
કંઇક એવું રણકે આ વિશ્વમાં કે જેને
કોયલનો કૂકુરવ પણ ન રણકાવી શકે
એવું જ કંઇક શોધું છું જીવનમાં કે જેને
મૃત્યુનો સ્પર્શ પણ ન વીસરી શકે.

ચાહું છું મુક્ત ગગનની મુક્તતા,
ચાહું છું ભૂમીની એ સહનશીલતા
ઝંખું છું પવનની એ નરમાશ
પણ….

સર્વેને પામવા ઝંખું છું એક જીવન
જીવન….
એક એવું જીવન

જ્યાં મુક્તતાની લહેરો હોય
ને બંધનની બેડીઓ પણ હોય
ત્યાં કશુંયે એવું ન બને
કે જે અકલ્પ્ય ન હોય

ગગનને ચૂમવા તો માંગું છું પણ
ધરતીનો સ્પર્શ પણ ઝંખું છું.
એટલે તો જીવન પછી મરણ પણ ઝંખું છું.

***********

મિત્રો, દરેકનાં જીવનમાં ‘પહેલા’ નું બહુ મહત્વ હોય છે. પહેલો પ્રેમ, શાળાનો પહેલો દિવસ, ‘પહેલ’ જીવનની શરૂઆત સાથે દરેકના જીવનમાં જોડાયેલી ‘પહેલ’ એટલે આ પહેલો કે પ્રથમ શબ્દ. ધોરણ 12માં હતી ત્યારે મારું મન મારી ઝંખનાઓને, મારી પહેલી કવિતાના સ્વરૂપને આકસ્મિક શબ્દોની સવારી મળી હતી. તારીખ હતી 17 – 12 – 2002 અને મંગળવાર, બપોરે 1:45 વાગ્યે…. આજે પ્રસ્તુત છે એ જ પ્રથમ સર્જન, પ્રથમ અનુભૂતી અને પ્રથમ અભિવ્યક્તિ. શબ્દોની લહેરો પર સવાર થઇને અચાનક ઉદભવેલા લાગણીના સાગરને…..

– ડિમ્પલ આશાપુરી.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “મનની ઝંખના – ડિમ્પલ આશાપુરી

 • Ch@ndr@

  ડિમ્પલબેન ઘણા વખત પછિ તમારિ કલમે લખયેલ “મનનિ ઝખના” વાચિ અનેરો આનન્દ અનુભવ્યો.
  આખો મા પ્રેમ છે પણ પ્રત્યુતર નથિ
  અસર પણ નથિ રહિ હવે એ નશામા
  દિલ રડે છે પણ રુદનનો અવાજ નથિ
  ઘોઘાટ જ મળે છે આપણિ ચર્ચા મા

  “કેમ વિતાવિશ આ જિન્દગિ એકન્તમા”
  તમારિ કલમ પિરસતા રહેશો…
  ચન્દ્રા

 • Jig..!

  ગગનને ચૂમવા તો માંગું છું પણ
  ધરતીનો સ્પર્શ પણ ઝંખું છું.
  એટલે તો જીવન પછી મરણ પણ ઝંખું છું

  વાહ્-વાહ… વાહ્-વાહ …

  Jignesh Chavda

 • Jayanti

  તારીને મારી વચે બસ રહી ગયો એટલો સંબધ
  કે તુ પુછે કેમ છો, ને હુ કહુ મજામા
  આમ તો હુ આંનદમા છુ બધા માટે
  પણ જીવી રહ્યો છુ પ્રેમની સજામા,
  ઉપરથી વીડંબના છે એવી કે ખબર નથી
  કાપી રહ્યો છુ સજા કયા ગુનાહ મા,

  આખો મા પ્રેમ છે પણ પ્રત્યુતર નથી
  અસર પણ નથી રહિ હવે એ નશા મા,
  દિલ રડે છે પણ રુદનનો અવાજ નથી
  ઘોઘાટ જ મળે છે આપણી ચર્ચા મા,

  અહેસાસ થાય છે હંમેશા સરખામણી નો
  જ્યા હુ જ હતો ફક્ત આપનો,
  કેવી રીતે વહેચુ મારા પ્રેમ ને કોઇ સંગ,
  કંપી જાયછે હ્રદય એ પ્રયાસ મા,
  ન જીવાશે મારાથી ક્ષણભર પણ હવે પ્રિયે,
  કેમ વીતાવીશ આ જીદંગી એકાંત મા,