સંતોષકુમારનો અસંતોષ – સુષમા શેઠ 10
કેટલી વાર કહ્યું કે તેને તારા ચણિયામાં નાડું પરોવી લીધા બાદ આમ ખાનામાં નહીં ખોસી દેવાનું. બાથરુમમાં આમ સામ્મું દેખાવું જોવે.
કેટલી વાર કહ્યું કે તેને તારા ચણિયામાં નાડું પરોવી લીધા બાદ આમ ખાનામાં નહીં ખોસી દેવાનું. બાથરુમમાં આમ સામ્મું દેખાવું જોવે.
વાંચવાનું બાકી હતું તે છાપાની દુર્દશા થયેલી નીરખી, ગોવિંદે એ ઊંચકી લઈ બહાર દોરીએ સૂકવવા માટે લટકાવ્યું.
“આપ યહાં આયે કિસ લીયે…” એવું ગાતાં ગાતાં ડોક્ટરે આંખ મીંચીને ઇન્જેક્શનની સોય પેઢાને અડકાડી ત્યાં તો રંજુબેને ફરી મોટી ચીસ પાડી.
તેમને ગાડી કઈ તે યાદ ન આવે. એ તો સારું થયું કે જુદીજુદી ગાડીઓ ખોલવાની કોશિશ કરતા તેઓ કોઈની નજરે નહોતા ચડ્યા નહીંતર..
જાહેર ચેતવણી : જો રસીલામાસીની રસાળ રસોઈનો સ્વાદ માણવાનું ચૂકશો તો પેટ દુ:ખશે. પેટથી કંટાળેલા માસાની હાલત જુઓ કેવી થઈ. શું તમનેય ક્યારેક આવો અનુભવ થયો છે?
ગીતાબેનને એક પ્રસંગમાં હાજરી આપવા પિયર જવાનું થયું. સુનિલભાઈ ખુશ હતા, ‘ત્રણ દિવસ હું રાજા. મને જેમ ફાવે તેમ રહીશ. નૉ કટકટ એન્ડ નૉ રોકટોક.’ તેમણે વિચાર્યું.
સમયના પાબંદ ગનુએ કેવો બફાટ કર્યો અને તેનો સમય ખોરવી નાખવા શેઠે કેવો પેંતરો રચ્યો તે જાણવા, સમય ગુમાવ્યા વગર વાંચો અર્ધસત્ય ઘટના પર આધારિત તદ્દન નવું નજરાણું..
પત્ની પીડિત મોહનલાલ માલદાર સસરાને ખાડામાં ઉતારવા જતાં પોતે તેમાં પડી ગયા. છેવટે તો ધાર્યું ધણીનું થાય. આ કરૂણ કથની વાંચીને હસતા નહીં, તમને હળવાશના સમ.
“પણ એવી જગ્યાએ થઈ છે કે…” હરેશભાઈ ઢીલા અવાજે કરાંજ્યા. પછી તો તેમને બેસવાની તકલીફ વધવા માંડી અને ફોડકીએ મટવાને બદલે પોતાનો ઘેરાવો વધારીને ગૂમડીમાંથી ગૂમડાનું સ્વરૂપ ધારણ કર્યું.
“હૂડ..ડ હૂડ.” કાંતિલાલે કૂતરાને દૂર કરવા તેને લાત મારી. કૂતરો નારાજ થઈ ભસ્યો. આ વિચિત્ર દેખાતા નવીન આગંતુકને મળવા ઉત્સુક હોય તેમ બે પગ ટેકવી તેમની છાતીએ ચડ્યો
મગનલાલ માસ્તર પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ભણાવે. વિદ્યાર્થીઓને કવિતા શીખવાતાં શીખવતાં તે પોતેય કવન કરતાં થઈ ગયા. “આ તો મારા ડાબા હાથનો ખેલ. આમાં શું? આવું તો હુંય લખી શકું.” વિચારી માસ્તરના કરકમળોએ કવિતા-લેખન તરફ પ્રયાણ કર્યું.
ચચ્ચાર પગથિયાં કૂદાવતાં ઘરે પહોંચી તેણે તેની પરમ પૂજ્ય માતુશ્રીને ગાલે ટપલી મારી ખુશખબર આપ્યા, “મમ્માં ડાર્લિંગ, સાંજે નવી સાડી પેરીને ટૈય્યાર ઠઇ જજોની. હું ટમુને મસ્ટ સરપ્રાઇઝ આપવાનો છેઊં.”
બધાં મહેમાનો જમે પછી પ્લેટો ઉપાડનારાઓને કડક સૂચના અપાયેલી કે, ‘એંઠી પ્લેટો ફટાફટ ઉપાડી લેવી.’ તેમાં એ લોકો જમનાર પાછળ એવા ટાંપીને ઊભા રહી ગયેલા કે હજુ જમનારની ડોક આમ ફરે તેવામાં તો પ્લેટ ઉપડી જાય.
“એમ કાં? મનેય મારા ઈ વાલથી હાથણી જ કીયે સે. કેસે, પડખું ફર ત્યારે મને ચગદી નો નાખતી. મારી બા તો મને કાયમ કે’કે હાહરીમાં મારી જસ્સી હાવ હુકઈ જઇ.” હ્રષ્ટપુષ્ટ જસુ શરમાઈ જતાં બોલી તે સાંભળી સૌએ ફરી માથું ખંજવાળ્યું.
“કઊં છું, દાળ જરા ઓછી પીજો. વાલને તો અડકતા જ નૈ. તમારા પ્રચંડ વાયુપ્રકોપને કારણે અડધી રાતે હું ગભરાઈ જાઊં છું. ચીંટુ ઝબકીને જાગે અને પૂછે, “દાદી, ફટાકડા ક્યાં ફૂટયા? મારે પણ ફોડવા છે.” સુશીલા સૌમ્ય સ્વરે અચલભાઈના કાનમાં ગણગણી.
“મારા ઈને તો જ્યાં ને ત્યાં લપહવાની ટેવ સે. પેલ્લાં મારું વજન માપી દીયોને તો મારે હું ખાવું ને હું નૈ ઈ ખબર પડે.” રમાએ તનસુખલાલના ગાયનમાં પલટો આપ્યો. તેને એમ કે એય ડૉક્ટરના દવાખાને ધક્કો ખાવાનો લાભ લઈ લે. કદાચ ડૉક્ટરની ફીમાં ‘એક પર એક ફ્રી’ની સ્કીમ હોય!
સૂનકાર સમાવીને ચૂપચાપ બેઠેલું ઘર એક સમયે કિલ્લોલ કરતું હતું. ધમાલ અને અતિ વ્યસ્તતા વચ્ચે વીતેલા નીલાના કેટલાક વર્ષો ગુંચળુ વળી અભેરાઈએ ચઢી ગયા અને માળિયેથી ઊતરેલી નિરાંત પલાંઠી વાળીને અડ્ડો જમાવી બેઠી.
ચહેરો ચમકાવી દે દોસ્ત. પેલું હું કે?ફેસનું ફેસિયલ, ઈ ફેસિયલ કર ને બાલમાં પેલ્લાં મસ્ત કલર કર અને પછી છેને તે આજી ફેર કાંક નવું લેટેસ્ટ કટીંગ કરી દે.” અરીસામાં પોતાનું પ્રતિબિંબ નીરખતા બાબાભાઈથી અનાયાસ મલકી પડાયું.
લોકડાઉન સમયે બધાં ઘરમાં ફરજિયાત લોક થયા ત્યારથી સુશીલા જીતુભાઈને ઘરના નાના મોટા કામકાજ ચીંધતી થઈ ગઈ હતી. ‘જો મને ઈ કોરોના વળગી પડે તો પછી તમારું કોણ હેં? આ બકુડાને, પીંકીને કે આવડા અમથા ઘરને તો તમે હાંચવી નથ હકતા. તમને ઈ વળગે તો કાંય વાંધો નો આવે. અમથાય આમ બેઠા બેઠા ટીવી હામ્મે ખોડાઈને ઈવડો ઈ મોબાઈલ મચેડ્યા રાખો છો તે લોકડાઉનમાં તમારી ડોકડાઉન થૈ જાસે પછી મને નો કેતા કે હવે ઈ સીધી કરી દે.’
માઈક્રોફિક્શન ગ્રૂપ ‘સર્જન’ના મિત્રોની ધગશ અને મહેનતનું સતત ફરતુ વલોણું અનેક અનોખી અને અંગ્રેજી માઈક્રોફિક્શનની જેમ ‘આઉટ ઑફ ધ બોક્સ’ માઈક્રોફિક્શન સતત આપી રહ્યું છે. ગત અઠવાડીયે અમે એક વિડીયોને આધારે માઈક્રોફિક્શન લખવાનો પ્રયોગ કર્યો. અહીં પહેલા એ વિડીયો મૂક્યો છે અને પછી તેના આધારે લખાયેલી અનેક અવનવી માઈક્રોફિક્શન્સ મૂકી છે. સંજોગોવશાત ગ્રૂપની માઈક્રોફિક્શન વાર્તાઓ ઘણા વખતે અક્ષરનાદ પર પ્રસિદ્ધ કરી રહ્યાં છીએ. તો આવો માણીએ આ સહિયારો પ્રયાસ..
પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.
૨૦-૨૧ ઑગસ્ટ ના રોજ અપાયેલ પ્રોમ્પ્ટ પોતે જ વાર્તાના ટ્વિસ્ટ પ્રકારનો, નિર્ણાયક હતો.. વાર્તાના ક્લાઈમેક્સમાં ઉપયોગ કરી શકાય અને વાર્તાનો પ્રવાહ અવશ્ય પલટાવે જ એવા આ પ્રોમ્પ્ટનો સર્જનના લેખકોએ અનેકવિધ રીતે ઉપયોગ કર્યો.
પ્રોમ્પ્ટ હતો..
વંશને ક્યાં ખબર હતી કે નિયતિએ કઈ રમત આદરી હતી! એના જીવનનો એક હિસ્સો..