Don’t Look Up – મુસીબતની મોકણ અને મોકાણની કાણ 4
આર્થર સી ક્લાર્કની એક વાર્તા છે. વાર્તામાં એક માણસ આંધળાઓના ગામમાં પહોંચી જાય. ગામના બધા જ લોકો આંધળા છે. ત્યાં પહોંચેલો દેખતો માણસ ગામના લોકોને વિશ્વની સુંદરતા વિશે જણાવે. આંધળાઓને એની વાતો સમજાય નહિ. બધા તેને ગાંડો ગણે. તેની વાતોથી ગામના લોકો ગુસ્સે થાય. ગામની જ એક છોકરીને બહારની દુનિયા દેખાડવા