સાહિત્યકાર મુજબ સંગ્રહ... : જીજ્ઞા ત્રિવેદી


બે ગઝલરચનાઓ – જીજ્ઞા ત્રિવેદી 7

ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદી પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” પછી હવે બીજો સુંદર સંગ્રહ ‘શુકન સાચવ્યાં છે’ લઈને ઉપસ્થિત થયાં છે. ટૂંક સમયમાં એ સંગ્રહની ગઝલો તથા સંગ્રહનો આસ્વાદ આપણે માણીશું. આજે પ્રસ્તુત છે જીજ્ઞાબેનની બે નવી તરોતાઝા ગઝલો. અક્ષરનાદને તેમની રચનાઓ પાઠવવા બદલ જીજ્ઞાબેનનો આભાર અને શુભકામનાઓ.


ચકલી ચકલાંનું અંગ્રેજીકરણ…- જીજ્ઞા ત્રિવેદી 21

ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞાબેન ત્રિવેદીએ તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” પ્રસ્તુત કર્યો હતો. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, આજે પ્રસ્તુત છે તેમની એક સુંદર કાવ્યરચના જેમાં તેઓ અંગ્રેજીના વધતા પ્રભાવને હાસ્યસભર રીતે ચકલા-ચકલીની વાતોમાં અભિવ્યક્ત કરી રહ્યા છે. અક્ષરનાદને કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જીજ્ઞાબહેનનો ખૂબ આભાર અને તેમની કલમે આપણને આવી સુંદર, અર્થસભર રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ.


ગુજરાત ગૌરવગાન.. (બે ગીત) – જીજ્ઞા ત્રિવેદી 10

આજે ગુજરાતના જન્મદિવસે પ્રસ્તુત છે ભાવનગરના ગઝલકાર શ્રી જીજ્ઞાબેન ત્રિવેદીની કલમે પ્રગટ થયેલ બે સુંદર ગુજરાત – ગુજરાતી ગીત, ગુર્જરગીરાના ગૌરવગાન કરતા અને તેની ભાતીગળ પ્રકૃતિ તથા અનેકતામાં એકતાનો સંદેશો આપતી સંસ્કૃતિના દર્શન તો આ ગીતમાં થાય જ છે, સાથે સાથે એક સુરક્ષિત, સુવિકસીત અને સુનિયોજીત એવા ભવિષ્યની કલ્પના પણ અહીં સુપેરે વ્યક્ત થઈ છે. ગુજરાત રાજ્ય અને ગુજરાતી ભાષાના ગૌરવની વાત કરતાં આ ગીતો ખરેખર ઉમદા છે. પ્રસ્તુત ગીત અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી જીજ્ઞાબેનનો ખૂબ ખૂબ આભાર.


પુસ્તક સમીક્ષા : ‘અર્થના આકાશમાં’ – તરૂણ મહેતા 2

સંવેદનનો સૂરીલો તાર જ્યારે રણઝણે ત્યારે હદય કોઇ ભાવપ્રદેશનું સહયાત્રી થતું હોય છે, ત્યારે માણસ વિશેષણમુક્ત વિહાર કરી શકે. આ સંવેદનાની પ્રબળતા માણસને એક જ ચમત્કારે જાતિ, વય અને ભૌતિક આવરણોથી અનાવૃત કરે છે ભાવનગર ગઝલકારોની ભૂમિ છે અહીં અનેક ગઝલકારો – ગુજરાતી સાહિત્યમાં જેમનું આદરથી નામ લેવાય તેવાં કેટ્લાંક અસ્તિત્વ થયાં છે. આ સુવર્ણરેખા આજે પણ તેટલી જ પ્રબળતાથી આગળ વધી રહી છે. લગભગ 2010 – 2011ના ગાળામાં એક એવું જ નામ આપણી સમક્ષ આવે છે.. શ્રી જીજ્ઞા ત્રિવેદી…!

વ્યવસાયે શિક્ષક એવાં જીજ્ઞાબેન ત્રિવેદી એ 2010 થી સર્જનયાત્રાનો આરંભ કર્યો અને ત્યારબાદ ગઝલના પરીક્ષણ માટે ભાવનગર સ્થિત એકમાત્ર ગઝલ સ્કુલમાં સંવેદનતંત્રને ઘાટીલું બનાવવાનો પ્રયત્ન કર્યો. વરિષ્ઠ અધ્યાપકો અને સર્જક ચેતનાની વચ્ચે આ કવયિત્રીનું સર્જન વધુ ખીલતું ગયું, એના પરિપાક રૂપે ભાવકપક્ષે એક ગઝલસંગ્રહ મળ્યો છે :’અર્થના આકાશમાં’ આજે માણીએ શ્રી તરૂણ મહેતા દ્વારા આ સંગ્રહનો રસલક્ષી અભ્યાસ.


માણસ – જીજ્ઞા ત્રિવેદી 18

ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદીએ તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” પ્રસ્તુત કર્યો હતો. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, આજે પ્રસ્તુત છે તેમની એક વધુ ગઝલ. આશા – નિરાશા, સંભવ – અસંભવ જેવા અંતિમોની વચ્ચે ઝૂલતી જિંદગીની વાત તેઓ અહીં સુંદર રીતે પ્રસ્તુત કરી શક્યા છે.


પંખી તો ઉડતાં ભગવાન છે… – જીજ્ઞા ત્રિવેદી 6

જિજ્ઞા બહેનના ગઝલસંગ્રહ ‘અર્થના આકાશમાં’ માંથી એક ગઝલ આપણે ગત અઠવાડીએ માણી અને તેમના અવાજમાં સાંભળી પણ ખરી. આજે તેમની વધુ એક સુંદર રચના પ્રસ્તુત કરવાની લાલચ રોકી શક્તો નથી. જો કે આજની રચના તેમના સંગ્રહમાંથી નથી લીધી, એ તેમનું ગઝલોપરાંતનું સર્જન છે – એ એક સુંદર મજાનું ગીત છે. એક એવું ગીત જેમાં તેમણે સજીવ ઈશ્વરની કલ્પના કરી છે, પંખીને તેમણે ઉડતા ભગવાન ગણાવ્યા છે અને એ પછી પોતાની વાતના પુરાવા રૂપે તેઓ અનેક તર્કસંગત કારણો આપે છે, માણીએ આ સુંદર ગીત. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જિજ્ઞાબેનનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમે આવા સુંદર સર્જનો સતત થતાં રહે તેવી અનેક શુભકામનાઓ.


શબ્દનું ફૂટ્યું કિરણ, અજવાસ જેવું છે બધે… – જીજ્ઞા ત્રિવેદી (Audiocast) 14

ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદી એ પછી લગભગ એક વર્ષના ખૂબ જ ટુંકા સમયમાં તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” લઈને ઉપસ્થિત થયા છે. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, એંશી જેવી સુંદર ગઝલો ધરાવતા આ સંગ્રહને સુંદર આવકાર આપીએ અને જીજ્ઞાબહેનની કલમે આપણને આવી સુંદર – માતબર રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ. ગઝલસંગ્રહ સાથે તેમણે એ ગઝલોને સ્વર પણ આપ્યો છે અને એ ગાયકી ધરાવતી સી.ડી તેમણે અક્ષરનાદને સંગ્રહની સાથે પાઠવી છે. આજે માણીએ તેમના સંગ્રહની પ્રથમ ગઝલ, વાંચવાની સાથે સાથે સાંભળીએ તેમના જ સ્વરમાં, સંગીત સંચાલન અને રેકોર્ડિગ ભદ્રાયુ રાવળનું છે. સંગ્રહ તથા ઑડીયો સીડી અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જીજ્ઞાબહેનનો ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.