ચકલી ચીડાઈને ચકલાંને કહે,
હવે અંગ્રેજી થોડું તો બોલ.
મનફાવે એમ હવે ઉડવાનું નહીં,
ટાઈમ વેસ્ટ ખોટો કરવાનો નહીં,
જાવું જે ઝાડવે, નદીએ કે ડુંગરે,
નેટમાં સર્ચ કરી લેવાનું સઈ.
મિત્રોને મળવા જાવું શું દૂર દૂર
ફેસબુક તારી તું ખોલ.. ચકલી.
ચીં ચીં કરીને જગાડશું ના જગને
ગુડમોર્નિંગ કહીને જગાડશું,
કલરવથી નહીં રેપ સોંગ ગાઈને જ
હવે સૌને ઘેલું લગાડશું.
બોલવાનું અંગ્રેજી સાચવીને જોજે
ઉઘડી ન જાય ક્યાંક પોલ.. ચકલી.
‘માળો’ નહીં હવે કહેવાનું કોઈ દી’
કહેવાનું બાંધ્યો છે ‘નેસ્ટ’
ગેસ્ટ કોઈ આવે તો કહેવાનું તારે
કે ડાર્લિંગ કરે છે ‘રેસ્ટ’
‘આવજો’ કહેવાનું છોડીને તું હવે
‘ગુડબાય, ‘ગુડબાય’ બોલ.. ચકલી.
નદીયુંના નીર નહીં સહેજે હું ચાખું
પેપ્સી પીવે છે મલક આખું,
દાણાં ને ફળ સાવ જૂનું છે ખાણું,
થાય છે પીઝાનો સ્વાદ હું માણું.
રોજ મારે ફાસ્ટફૂડ રાત્રે જોઈશે
એકાદી હોટલ તો ખોલ.. ચકલી.
બચ્ચાંને ઉડવાનું શીખવાડે એવી
ડે સ્કૂલ થઈ છે મસમોટી,
ડૉનેશન દેવું પડે તો દઈ દેવાનું,
વાત મારી સહેજે ના ખોટી.
બચ્ચાંને ઉડવાની રીતો શીખવાડવાનો
મારા જીવનનો છે ગોલ.. ચકલી.
– જીજ્ઞા ત્રિવેદી
ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞાબેન ત્રિવેદીએ તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” પ્રસ્તુત કર્યો હતો. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, આજે પ્રસ્તુત છે તેમની એક સુંદર કાવ્યરચના જેમાં તેઓ અંગ્રેજીના વધતા પ્રભાવને હાસ્યસભર રીતે ચકલા-ચકલીની વાતોમાં અભિવ્યક્ત કરી રહ્યા છે. અક્ષરનાદને કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જીજ્ઞાબહેનનો ખૂબ આભાર અને તેમની કલમે આપણને આવી સુંદર, અર્થસભર રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ.
સરસ ………સરસ ………
આમ કરતાં કરતાં જ અંગ્રેજી શિખી શકાય છે. મિત્રો.હાંકે રાખો હૈૈંસો. મઝા આવી ગઇ ગઝલ વાચવામાં.સરસ.
અદ્ભુભુત રીતે વ્યકત થતા ભાવો આજના દમ્ભી સમાજનુ ખરુ દર્પણ છે
Dear Team,
Tame khubaj saru work karo chho and sari sari rachna pan post karo chho, but problem chhe ke tame je post karo chho te copy nathi thai saktu jo te possible hoy to update karso…
advance ma thanks
Gaurav
ખૂબ સુંદર રચના !
અભિનન્દન્ ચક ચકિ નિ વાત દ્વર કવિયત્રિ એ આજ ન અન્ગ્ર્જિ ઘે લ મ બપો પર સ રસ પ્રકશ પદ્યિ ચ્હે
સુંદર કલ્પન…સાંગોપાંગ સરળ અને સહજ રચના…કૃષ્ણ દવેની રચનાઓ યાદ આવી જાય તેવી સરસ…અભિનંદન…આભાર. હદ.
VERY NICE. GIVING REAL SCENERIO OF CURRENT SITUATION OF OUR GUJARATI .- GOVIND SHAH
ગુજરાતિ ગઝલનુ વિધિવત શિક્ષન મલેચ્હે એ જાનિ આનન્દ થયો.
તેણી પોતાનિ કલ્પના શકિત ને ચકા ચકિ ના માધ્યમથિ સુન્દર રિતે રજુ કરિ શકયા, ખુબ ખુબ અભિનન્દન
ચેતન
Chalo have chakli pan fb ma aavse ne pizza khase saras kalpana
Cultural OR Climate “change” in the beautiful “adhunik” poem. “Kavaytri” deserves “abhinandan”
Enjoyed it.
Very good poem. If i can get the E-Mail address or contact number of Jignabahen Trivedi, i would like to write/phone her personally as my daughter-in-law hails from Bhavnagar only.
you have presented latest senario , everybody has to raise their standerd , may be not suited to culture. Fact always remain the fact. nicely created Jignaben …..Thanks
સુદર રચના.
આધુનિક પ્રવાહ નો સુદર ચિતાર.
વાર્તા ભલે ચકલી અને ચકલાની છે, પણ્ ખરેખર તો આજના જમાનાના “ગુજરાતી” તો શું (જગતની તો ખબર નથી પણ), ભારતની બધી ભાષાના લોકોને પણ બરાબર લાગુ પડે છે. આજે ભરતમાં અંગ્રેજીનું ચલણ એટલી હદે વધી ગયું છે કે સાવ ગરીબ જવા દયો, (કોઈ પર્યાય નથી માટે), બાકી હરેક માબાપ એમજ ઈચ્છે છેકે તેનુ બાળક અંગ્રેજીમાં જ બોલે, વર્તે…..
સુંદર કવિતા છે….માત્ર સુંદરજ નથી, સમજવા જેવી પણ છે……
mdgandhi21@hotmail.com
સરસ. મન ને ગમી જાય તેવી.
ચક્કી ચક્કાને
હવે કિસ તો કર
કેક ચણીને …
Can you not give your full name, contact number, perpotoJI?
જિગ્ના ત્રિવેદિનિ આ કાવ્યરચનાખરા અર્થ્મા આધુનિક ચ્હે-તેનો આવિસ્કાર
કરતા હરખનિલાગનિ થાય ચ્હે
એઓ અન્ગેજિ -ગુજરાતિનો કુશલતાથિ સમન્વય કરિ ‘ ગુજરેજિ’ કહિ શકાય
એવિ ભાશા સરલતાથિ નિર્માન કરિએને કાવ્યના લયમા કુશલતાથિ
ધાલિ શક્યા તે એમનિ અદભુત કાબલિયત –કન્ત્રોલ પુરવાર કરે વચ્હે
દિલિ અભિનન્દન – અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા