રામ રાખે ત્યમ રહીયે – મીરાંબાઈ (શાળાની પ્રાર્થનાઓ) 6


Meerabai

Meerabai

રામ રાખે ત્યમ રહીયે, ઓધવજી, રામ રાખે ત્યમ રહીયે

આપણે ચીઠ્ઠીના ચાકર છૈયે….ઓધવજી

કોઈ દિન પહેરીયે હીરનાં ચીર, તો કોઈ દિન સાદાં ફરીયે

કોઈ દિન ભોજન શીરો ને પૂરી તો કોઈ દિન ભૂખ્યાં રહીયે….ઓધવજી

કોઈ દિન રહેવાને બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીયે

કોઈ દિન સૂવાને ગાદી તકીયા તો કોઈ દિન ભોંય પર સૂઈએ….ઓધવજી

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, તો સુખદુઃખ સર્વે સહિયે…. ઓધવજી

 – મીરાંબાઈ

Advertisement

આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “રામ રાખે ત્યમ રહીયે – મીરાંબાઈ (શાળાની પ્રાર્થનાઓ)