હેપ્પી વુમન્સ ડે! – પરિન્દા 5
વુમન્સ ડે પાછો આવ્યો ને ગયો! અચાનક જ બધાને સ્ત્રીઓ પર થતાં અત્યાચાર યાદ આવવા લાગ્યા હતા! કેટલાય પતિદેવોને “જમવાનું આજે ત્તમે બનાવજો!” નો આદેશ મળી ગયો હશે. વુમન એમ્પાવરમેન્ટ અને જેન્ડર ઈક્વાલિટી પર કેટકેટલુંય લખાયું, બોલાયું. વ્હોટસએપ પર તો ચક્કાજામ જ સમજો! એક દિવસ માટે હલ્લા બોલ અને પછી બધુ ભૂલી જવાનું.
આજના હાઈટેક સમયમાં પણ સ્ત્રીઓ પર થતા અત્યાચારની સામે અવાજ ઉઠાવવો પડે છે.. પણ કેમ? સાચું કહું તો સ્ત્રી-સશક્તિકરણ શબ્દ મને સમજવામાં થોડો અઘરો પડે છે. સ્ત્રીનું તો બીજુ રૂપ જ છે શક્તિ, એટલે જ તો આપણે નવરાત્રીમાં આદ્યશક્તિની પૂજા કરીએ છીએ. સ્ત્રી સશક્ત હતી, છે અને રહેશે; પણ તેનો અનુભવ તેણે જાતે કરવાનો છે. બાળકને જન્મ આપતી વખતે ૨૦ હાડકાં એક-સાથે તૂટે એટલી પીડા સહન કરનારી સ્ત્રી સ્વયં શક્તિ નથી તો શું છે?