Daily Archives: March 31, 2018


માણસ ગંધાય, માણસ ખાઉં : કેનિબલિઝમ – કુલદીપ લહેરુ 16

આ લેખ નબળા હ્રદયના લોકો માટે નથી, માનવમાંસભક્ષણની વાતો આમેય ચીતરી ઉપજાવે એવી રહી છે, એમાં આ સત્યઘટનાનું વર્ણન હોઈ ઘણાં લોકોને અરુચિકર હોઈ શકે છે. ભારતમાં અઘોરી લોકો ખાસ વિધિ કરીને મૃત્યુ પામેલા લોકોના શબનો આહાર કરતા હોવાની વાતો ઘણીવાર ઊંડી ચર્ચા અને વિચારણાનું કારણ બનતી આવી છે. સામાન્ય સંજોગોમાં માનવી પોતાના જેવા જ બીજા માનવીને મારીને ખાઈ જવાની કલ્પના પણ કરી શકતો નથી. આમ કરવું એ માનવ પ્રકૃતિની વિરુદ્ધ છે. પરંતુ જીવન ટકાવી રાખવા માટે આવું પગલું ભરવું જરૂરી બની ગયું હોય એવા કિસ્સાઓ પણ નોંધાયેલા છે. “કસ્ટમ ઓફ ધ સી” તરીકે ઓળખાતી એક પરંપરામાં એ જ વાતનો ઊલ્લેખ કરાયો છે. દરિયાઈ પ્રવાસે નીકળેલા નાવિકો મધદરિયે અટવાઈ જાય, સાથે લીધેલો ખોરાકનો જથ્થો પણ ખૂટી જાય, જીવન બચાવવાની અન્ય કોઈ શક્યતા દેખાઈ ન રહી હોય ત્યારે તમામ લોકો મૃત્યુ ન પામે એ માટે કોઈ એકનું મૃત્યુ અને તેના માંસ દ્વારા બીજાઓનો જીવ બચાવવાની વાતનો સંદર્ભ ટાંકવામાં આવ્યો છે.