સાહિત્યકાર મુજબ સંગ્રહ... : રવીન્દ્રનાથ ઠાકુર


એક પંખીની વારતા – રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. રમણલાલ સોની 13

આમ તો આ બાળવાર્તા કહેવાય, પણ મેનેજમેન્ટના કોઈ પણ ક્ષેત્રમાં ઉદાહરણરૂપ ગણી શકાય તેવી આ વાર્તા અનેક અર્થો દર્શાવી શકે તેમ છે, તારવી શકાય તેવું નવનીત આમાં ભારોભાર પડ્યું છે. અનેક વ્યવસ્થાઓ પરનો કટાક્ષ પણ આમાંથી સજ્જડ ચોટ આપતો છલકાય છે. બાળકોથી લઈને મોટેરાંઓ સુધી સહુને લાગૂ પડતી આ વાર્તા ખરેખર ફક્ત બાળવાર્તા થોડી છે !


રવીન્દ્રનાથની ચિંતનકણિકાઓ – નગીનદાસ પારેખ 1

કાકાસાહેબ કાલેલકરે કહ્યું છે, “રવિબાબુએ પોતાની ઉત્કૃષ્ટ અને વિસ્તૃત કવિતામાં જે વિચારો કલ્પનાઓ અને ભાવનાઓ ખીલવ્યાં છે તે સમજવા માટે આ કંડીકાઓ જેટલું બીજું ઉત્તમ સહાયક સાહિત્ય નથી. નાનપણથી પ્રકૃતિ સાથે અને પ્રકૃતિના સનાતન બાળક સમી ગ્રામીણ પ્રજા સાથે ઊંડો પરિચય અને સ્વભાવમાં અંતર્મુખતા હોવાથી નિરીક્ષણ, પરીક્ષણ અને ચિંતન એ ત્રણે વ્યાપાર એમને માટે સ્વાભાવિક હતાં. એમાંથી જે જીવન ઉપાસના તેઓ કરી ગયાં તેનો નિચોડ આ ચિંતનકણિકાઓ આપણને આપે છે.” શ્રી નગીનદાસ પારેખ દ્વારા અનુવાદિત અને શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા સંકલિત પુસ્તિકા “રવિન્દ્રનાથની ચિંતન કણિકા” માંથી આ રત્નો સાભાર લીધાં છે.


હ્રદયની પ્રાર્થના – રવિન્દ્રનાથ ટાગોર ( ગીતાંજલી માંથી ) 2

મારી તને આ પ્રાર્થના છે હે મારા પ્રભુ! મારા હ્રદયની પામરતાને જડમૂળથી ઘા કરીને ઉખેડી નાખ, મારા આનંદને તેમજ શોકને હું તદન સહેલાઈથી સહી શકું, એટલું બળ મને દે. શોક સહેવાનું જેને માટે શક્ય છે એને માટે પણ આ આનંદ સહેવાનું અઘરું છે, મારા નાથ, એટલે હું પ્રાર્થું છું કે આ આનંદને હું સહી શકું, એ બળ મને દે ! મારો પ્રેમ, મને કોઈ ને કોઈ સેવાના સફળ કાર્ય તરફ પ્રેરનાર બને, એવી શક્તિ મને આપ મને, હે નાથ! આ બળ આપ, કે હું કોઈ પણ ગરીબને કદી પણ તિરસ્કારું નહીં અને મોટા ચમરબંધી, ગર્વિષ્ઠ ઉધ્ધતને ચરણે મારું માથું નમાવું નહીં. નિત્યની નિર્માલ્ય વાતોને પણ, હું મારા મન માટેની ઉન્નતિનું એક સોપાન બનાવી શકું, એવી શક્તિ તું મને આપ ! અને છેવટે મને તું એ શક્તિ આપ સ્વામી ! કે મારું સામર્થ્ય, તારી ઈચ્છાને પ્રેમથી આધીન થવામાં, પોતાની શક્તિની પરાકાષ્ઠા જુઓ. શ્રી રવિન્દ્રનાથ ટાગોર (ગીતાંજલી માંથી) શાંત તોમાર છંદ (સંકલિત રચનાઓ માંથી સાભાર)


તારૂ ના માં બાળક હોઉં – રવિન્દ્રનાથ ટાગોર

તારૂ ના માં ! બાળક હોઉં હોવુ પોપટ પંખી; ઉડી જાઉં ક્યાંક કદાપિ મનમાં એવુ ઝંખી સાચે સાચુ કહી દેજે, કાંઈ રાખીશ ના સંતાડી; “પીટ્યું પોપટડુ” કરી અમને પૂરત પીંજરે માડી? જા માં ! ત્યારે જા ની તું, ઉતાર અમને ખોળેથી તું લાડ અમને ના કરતી તું, તારે ખોળે જા નહીં રમીએ તારે હાથે જા નહીં જમીએ તારા ઘરમાં જા નહીં રહીશું ! વનવગડામાં ભાગી જઈશું ! રવિન્દ્રનાથ ઠાકુર (અનુવાદ : જુગતરામ દવે)