તારૂ ના માં બાળક હોઉં – રવિન્દ્રનાથ ટાગોર
તારૂ ના માં ! બાળક હોઉં હોવુ પોપટ પંખી; ઉડી જાઉં ક્યાંક કદાપિ મનમાં એવુ ઝંખી સાચે સાચુ કહી દેજે, કાંઈ રાખીશ ના સંતાડી; “પીટ્યું પોપટડુ” કરી અમને પૂરત પીંજરે માડી? જા માં ! ત્યારે જા ની તું, ઉતાર અમને ખોળેથી તું લાડ અમને ના કરતી તું, તારે ખોળે જા નહીં રમીએ તારે હાથે જા નહીં જમીએ તારા ઘરમાં જા નહીં રહીશું ! વનવગડામાં ભાગી જઈશું ! રવિન્દ્રનાથ ઠાકુર (અનુવાદ : જુગતરામ દવે)