તારૂ ના માં બાળક હોઉં – રવિન્દ્રનાથ ટાગોર


તારૂ ના માં ! બાળક હોઉં

હોવુ પોપટ પંખી;

ઉડી જાઉં ક્યાંક કદાપિ

મનમાં એવુ ઝંખી

સાચે સાચુ કહી દેજે, કાંઈ

રાખીશ ના સંતાડી;

“પીટ્યું પોપટડુ” કરી અમને

પૂરત પીંજરે માડી?

જા માં ! ત્યારે જા ની તું,

ઉતાર અમને ખોળેથી તું

લાડ અમને ના કરતી તું,

તારે ખોળે જા નહીં રમીએ

તારે હાથે જા નહીં જમીએ

તારા ઘરમાં જા નહીં રહીશું !

વનવગડામાં ભાગી જઈશું !

રવિન્દ્રનાથ ઠાકુર (અનુવાદ : જુગતરામ દવે)


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “તારૂ ના માં બાળક હોઉં – રવિન્દ્રનાથ ટાગોર