સાહિત્યકાર મુજબ સંગ્રહ... : રમેશ પારેખ


11 comments
અક્ષરનાદ પર થોડાંક મહીનાઓ પર શ્રી કાયમ હઝારી સાહેબની આ જ કૃતિ, 'બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે..." પ્રસ્તુત કરી હતી... આજે શ્રી રમેશ પારેખ દ્વારા કરાવાયેલ આ ગઝલનો સુંદર આસ્વાદ 'કાયમ' હઝારી સાહેબે પાઠવેલા શ્રી જીગર ધ્રોલવી દ્વારા પ્રકાશિત પોએટ્રી દ્વિમાસીકના મિલેનિયમ 2000 અંકમાંથી અહીં પ્રસ્તુત કર્યો છે. જેવી સુંદર અને અસરકારક આ ગઝલ છે એવો જ સુંદર તેનો આસ્વાદ છે...

બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે… – ‘કાયમ હઝારી’, આસ્વાદ – રમેશ પારેખ


9 comments
વસંત આવી અને ગુલમ્હોર મ્હોર્યા એટલે કવિહ્રદયમાં પણ અનન્ય સ્પંદનો ઉદભવવાના શરૂ થયાં, છાપરાં રાતાં થયા અને રસ્તા મદમાતા થયા, બે આંખો વચ્ચેના સંવાદમાં દ્રશ્યો ગવાતા હોય એવી ભાવવિભોર કલ્પના, અણીયાળો વાયુ વાય તેના લીધે ઉઝરડાતા મનની વાત તથા શબ્દકોશો અને શરીરકોષોની પેલે પારના પર્વો ઉજવવાની વાત તો ફક્ત રમેશ પારેખ જ આ સહજતાથી કરી શકે. ર.પા ની આ જ વિશેષતાઓએ તેમની ગઝલના અનેક ચાહકો તેમની રચનાઓને ફરી ફરીને રસપૂર્વક માણે છે. વસંતના વૈભવ તથા માનવજીવન પર તેની અસર દર્શાવતી પ્રસ્તુત ગઝલ આપણી ભાષાની વસંતઋતુને લગતી કૃતિઓમાં શીર્ષસ્થાન પર શોભે છે.

ગુલમ્હોર મ્હોર્યા એટલે.. (વસંતગઝલ) – રમેશ પારેખ


2 comments
સત્વશીલ, ભાવસભર, મર્મભેદી અને સાત્વિક સાહિત્યના પ્રસાર અને પ્રચાર માટે નિ:શુલ્ક ‘જાહેરાત મુક્ત’ ગુજરાતી ઈ-પુસ્તક પ્રકાશન યોજના હેઠળ જ્યાં અત્યાર સુધી 42 ઈ-પુસ્તકો પ્રસ્તુત થઈ ચૂક્યા છે એવી અક્ષરનાદની ઈ-પુસ્તક યોજનાને બહોળો આવકાર મળ્યો છે. કાવ્ય આસ્વાદ ખૂબ વાંચન, ચીવટ અને વિચારપ્રવૃત્તિ માંગી લેતું ક્ષેત્ર છે. મનપસંદ કાવ્યો અને તેમનો સુંદર આસ્વાદ - એવા અનેક કાવ્યોના રસાસ્વાદની જુગલબંધીને ઉદયનભાઈએ પ્રસ્તુત પુસ્તકમાં બખૂબી પ્રસ્તુત કરી છે. એક બેઠકે વાંચવુ અને પૂર્ણ કરવું ગમે તેવું આ પુસ્તક અક્ષરનાદને ઈ-સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાની તક અને પરવાનગી આપવા બદલ ઉદયનભાઈનો ખૂબ ખૂબ આભાર.

જુગલબંધી (કાવ્ય આસ્વાદ) – ઉદયન ઠક્કર (ઈ-પુસ્તક ડાઉનલોડ)1 comment
ઉત્તમ કવિ તરીકે પ્રતિષ્ઠા પામેલા રમેશ પારેખ કવિતાના પ્રેમી અને મરમી પણ છે એની પ્રતીતિ એમની કાવ્યનો આસ્વાદ કરાવવાની પ્રવૃત્તિમાંથી થતી રહે છે. કવિ શ્રી રમેશ પારેખ કાવ્યસર્જનની સમાંતરે વર્તમાનપત્રોમાં કાવ્યાસ્વાદના સ્તંભના પણ નિયમિતપણે અન્ય કવિઓની રચનાઓના સંપર્કમાં રહ્યા છે. એ પ્રતીતિ કરાવવા તેમના પુસ્તકો 'શબ્દની જાતરા સત્ય સુધી...' અને 'કવિતા એટલે આ...' આપણને મળ્યા છે. એક સહ્રદય સર્જકની હેસિયતથી કરાવાયેલા તેમના આ આસ્વાદ કાવ્યને લઈને તેને સમજવા મથતા - પૂર્ણપણે તેના સત્વ સુધી પહોંચવા માંગતા ભાવકના મનોવિસ્તારમાંના અસ્પષ્ટ સ્થાનોને પણ ઉજાળે છે. કાવ્યના સંગોપિત રહસ્યોનું ઉદઘાટન પણ કરે છે. પ્રસ્તુત કાવ્યનો આસ્વાદ મને ખૂબ ગમ્યો છે, અને એથી ભાવકો સાથે અહીં વહેંચવાની લાલચ રોકી શક્તો નથી.

ટેભા ભરતી સોયની આત્મકથા – રામદરશ મિશ્ર, આસ્વાદ રમેશ પારેખ


9 comments
એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો બંન્ને બથ્થંબથ્થા બાઝી કરતા મોટો ઝઘડો તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ  – રમેશ પારેખ

એકડે એક થી દસ (બાળગીત) – રમેશ પારેખ