ટેભા ભરતી સોયની આત્મકથા – રામદરશ મિશ્ર, આસ્વાદ રમેશ પારેખ 1
ઉત્તમ કવિ તરીકે પ્રતિષ્ઠા પામેલા રમેશ પારેખ કવિતાના પ્રેમી અને મરમી પણ છે એની પ્રતીતિ એમની કાવ્યનો આસ્વાદ કરાવવાની પ્રવૃત્તિમાંથી થતી રહે છે. કવિ શ્રી રમેશ પારેખ કાવ્યસર્જનની સમાંતરે વર્તમાનપત્રોમાં કાવ્યાસ્વાદના સ્તંભના પણ નિયમિતપણે અન્ય કવિઓની રચનાઓના સંપર્કમાં રહ્યા છે. એ પ્રતીતિ કરાવવા તેમના પુસ્તકો ‘શબ્દની જાતરા સત્ય સુધી…’ અને ‘કવિતા એટલે આ…’ આપણને મળ્યા છે. એક સહ્રદય સર્જકની હેસિયતથી કરાવાયેલા તેમના આ આસ્વાદ કાવ્યને લઈને તેને સમજવા મથતા – પૂર્ણપણે તેના સત્વ સુધી પહોંચવા માંગતા ભાવકના મનોવિસ્તારમાંના અસ્પષ્ટ સ્થાનોને પણ ઉજાળે છે. કાવ્યના સંગોપિત રહસ્યોનું ઉદઘાટન પણ કરે છે. પ્રસ્તુત કાવ્યનો આસ્વાદ મને ખૂબ ગમ્યો છે, અને એથી ભાવકો સાથે અહીં વહેંચવાની લાલચ રોકી શક્તો નથી.