સાહિત્યકાર મુજબ સંગ્રહ... : અમૃત ઘાયલ


ત્રણ ગઝલો – અમૃત ઘાયલ 11

અમૃત ઘાયલ સાહેબની રચનાઓના પરિચયમાં તો શું લખવું! તેમની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત છે, ૧. નીકળવા કરું તો મને જીવ રોકે.. ૨. દરવાજો ઊઘડ્યો જ નથી – એમ પણ નથી… અને ૩. શુષ્ક છું, બટકું નહી તો શું કરું! આપ સૌ આ ગઝલોને માણી શકો એ માટે અહીં પ્રસ્તુત કરી છે. પ્રસ્તુત રચનાઓ લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત ‘અમૃત ઘાયલ’ ના ચૂંટેલા કાવ્યો -એ કાવ્યકોડિયાંમાંથી સાભાર લેવામાં આવ્યા છે.


બે ગઝલો… – અમૃત ઘાયલ 1

અમૃત ઘાયલ સાહેબની બે અપ્રતિમ ગઝલ – ઈશારો ય કેવો મભમ થઈ ગયો છે, અગમ થઈ ગયો છે, નિગમ થઈ ગયો છે – અને – ચાહ કરે છે, લાડ કરે છે, પ્રેમ નહીં, એ પાડ કરે છે….. આપ સૌ માટે ઉપલબ્ધ છે. લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કાવ્ય કોડીયાં સંપાદનમાંથી આ રચનાઓ સાભાર લેવામાં આવી છે.


પ્રશ્નાર્થ છે મિત્રો – અમૃત ઘાયલ 5

શું ચીજ છે આ પ્યાર એ પ્રશ્નાર્થ છે મિત્રો, આ ‘શું’ નો ‘શું’ છે સાર એ પ્રશ્નાર્થ છે મિત્રો. આ પાંખ છે કે ભાર એ પ્રશ્નાર્થ છે મિત્રો, આ મુક્તિ છે કે માર એ પ્રશ્નાર્થ છે મિત્રો.


ઘાયલ સાહેબની ત્રણ ગઝલો 21

આજે અમૃત ઘાયલ સાહેબની મને અતિ પ્રિય એવી ત્રણ ખૂબસૂરત ગઝલો…
1. મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, એ દિલ ક્યાં છે જિગર ક્યાં છે,….
2. ક્યાં સાંભળું છું હું પણ દિલની પુકાર આજે, …… અને
3. છે સાચી વાત એ કે બધી ગમવી જોઇએ…..


બે ગઝલ – અમૃત ‘ઘાયલ’ 7

1. અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી, અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી … ઘડીઓ આ જુદાઇની અને તે પણ જવાની માં? અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી … મને કંઇ વાત તો કરવી હતી અલગારી મન મારા, વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી ! કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી? કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી … 2. ભૂલાતી પ્રેમમસ્તીની કહાની લઇને આવ્યો છું “કલાપી”, “બાલ”ની અંતિમ નિશાની લઇને આવ્યો છું. તમોને ભેટ ધરવા ભરજવાની લઇને આવ્યો છું, મજાના દી અને રાતો મજાની લઇને આવ્યો છું. સિતારા સાંભળે છે શાંતચિત્તે રાતભર, ‘ઘાયલ’ ઉદાસ આંખો મહીં એવી કહાની લઇને આવ્યો છું  – અમૃત ‘ઘાયલ’


કાજળભર્યાં નયનનાં – અમૃત ઘાયલ

કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે; કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે; ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે. જીવન અને મરણની હરક્ષણ મને ગમે છે; એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે. ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે; જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે. હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું, દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે. આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ, આ બારે માસ લીલાં તોરણ મને ગમે છે. લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને, છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે. દિલ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં, એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે. હું એટલે તો એને વેંઢારતો રહું છું, સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે. ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં! આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે! ‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં, મેં રોઇને ભર્યાં છે, એ રણ મને ગમે છે.  – અમૃતલાલ લાલજીભાઇ ભટ્ટ  “ઘાયલ”


કેટલાક ચુનીંદા શેર 4

ગઝલ સમ્રાટ શયદા ના ચુનીંદા શેર તમારી મ્હેફિલની એ જ રંગત, તમારી મ્હેફિલની એ જ હલચલ; હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે. * * * * મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે ! * * * * આપ અથવા આપની યાદ જો તડપાવે નહીં તો પછી આ જિંદગાનીમાં મઝા આવે નહીં. … કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ; અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે -રઈશ મનીઆર * * * * મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ; આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ. – -ઓજસ પાલનપુરી તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ! વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું – અમૃત ધાયલ * * * * ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. – બેફામ અને આખરે… ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોતરી મને… કંકોતરીથી એટલું પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે – અસીમ રાંદેરી


ઘાયલ ના શેર… 3

મને તેથીજ મારી ઘેલછા પર વહાલ આવે છે, હતાશામાંય હરગીઝ એ હાથ ધસતી નથી હોતી ******** એ ધડી પણ એક વખત આવી લતી સુખની મારા હાથમાં ચાવી હતી કોઇની સમજાવી એ સમજી નહીં, આંખને એણે પણ સમજાવી હતી ********** તુટી પડે છે શ્વાસના તાલે જ માનવી આ દીલની ધડકનો છે સતત તૂટવાનું નામ, તેથીજ કીધો પ્રેમ અમે સાંભળ્યુ હતુ આ જીન્દગી છે કૈક કરી છૂટવાનું નામ ****  અને અંતે મારી ફેવરીટ… **** પછી મોકો નહીં મળે આવૉ જીવન મહીં “ધાયલ” કરીલે તું પણ વાર, ઉભો છું અદબ વાળી