હજુયે યાદ છે – રઈશ મનીઆર 7


એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

-રઈશ મનીયાર

સુધારા સૂચવવા માટે આભાર, અને ભૂલ બદલ ક્ષમા…..


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “હજુયે યાદ છે – રઈશ મનીઆર

 • Hetal pandya

  dear rahishmaniyarsab

  hello Have you remember me i am mother of Haren prashant pandya you have nicely guide my son for his written habbit,Y,day i my self ,Haren and my Husband together seen you at jci at Gandhismruti with aman lakhediya and dolli patel plus other,what a nice programme you have conducted i still r’ber mellodious voice of all and thanks and appriciate for our great entertainment.

  regards

  Hetal pandya 2780378

 • dhanendra

  સમજે નહિ શાનમાં,
  તરછોડ્યો પ્યારમાં
  કૈક ભૂલ ખાધાનો વહેમ છે.
  લાગણી ની હાંસી કરી,
  ભેટ નો અ સ્વીકાર કરી
  નફરત કર્યા નો ય મને વહેમ છે.
  બારને ટકોરે મળવાનો કોલ દઈ
  મને ફોસલાવ્યાનોય વહેમ છે……
  તારી પર પ્રેમ ??? ગાંડી પર બેડું મુક્યા નો મને વહે………!!!!!!!!!!