સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : પુસ્તકપર્વ


સુખને એક અવસર આપો : પુસ્તકપર્વ – ધર્મેન્દ્ર કનાલા

સવારમાં બોલતી ચકલી, ઉગતો સૂરજ, બાળકની આંખમાં રહેલી મુગ્ધતા, બર્ફીલો હિમાલય, મર્માળુ વડીલ જેવા વૃક્ષો, માના ખોળામાં જે આનંદ આપી શકવાની તાકાત છે એ આપણે ક્યાં માણી શકીએ છીએ?


સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક ‘ગીતા અને આપણાં પ્રશ્નો’ : પુસ્તકપર્વ 2

સ્વામીજીએ ગીતામાંથી તેમણે ચૂંટેલા કેટલાંક શ્લોકોને દસ વિષયોમાં વિભાજીત કરીને એ વિષયમાં ગીતા શું કહેવા માગે છે એ દર્શાવીને આપણને ગીતાનવનીત કે ગીતામૃત પીરસ્યું છે.


થ્રીડી : દિલ, દિમાગ, દુનિયા પુસ્તક સમીક્ષા

નિબંધોને અપાયેલા શીર્ષક સુંદર અને ચિતાકર્ષક છે જે અંદરની ભેટ માટેની તમારી તાલાવેલી વધાર્યા વગર નહીં રહે. પુસ્તક જોતાંં જ એને વાંચવાની તલપ જાગે છે.


રોગ, યોગ અને પ્રયોગ : જ્યોતીન્દ્ર દવેનું અદ્રુત સર્જન 3

જ્યોતીન્દ્ર દવેના લેખનમાં શુગર કોટેડ હાસ્યનો અનુભવ થયા વગર ન રહે. કયા છેડે હાસ્ય પૂરું થાય, ફિલસૂફી શરૂ થાય અને ફિલસૂફીમાંથી આનંદ તરફ વળી જાય તેની ખબરેય ન પડે.


વિચાર વિથીકા.. ડૉ. ગુણવંત શાહનું પુસ્તક ‘વિચારોના વૃંદાવનમાં’ – ધર્મેન્દ્ર કનાલા 13

‘વિચારોના વૃંદાવનમાં’ માત્ર આપણને વિચરતાં કરી મૂકે છે એટલું જ નહીં પણ સાથો-સાથ એ વિચરણ યોગ્ય આચરણ સુધી પહોંચે એ માટે પથ-પ્રદર્શક પણ બની રહે છે. અહીં વિચારોના ટોળાં નથી પણ ખભે હાથ મૂકીને વિચાર આપણા અસ્તિત્વને એક સુખદ સધિયારો આપે છે.


આઝાદીની પૂર્વસંધ્યાએ.. : અર્ધી રાત્રે આઝાદી – ધર્મેન્દ્ર કનાલા 14

આઝાદીને ભારતીયો જે માત્ર મર્યાદિત દ્રષ્ટિકોણથી જુએ છે એને આ પુસ્તક બહુવિધ આયામો પૂરાં પાડવાનું બૌદ્ધિક કાર્ય કરે છે. આ પુસ્તકના પાત્રો તો માભોમના સપૂતો જ છે એટલે એમની સાથે આપણને સૌને તાદાત્મ્ય થાય જ એ સ્વાભાવિક જ છે. આમાં બનતી બધી જ ઘટનાઓ આપણા સમગ્ર અસ્તિત્વને એક વર્તુળમાં ઘેરી લે છે અને એટલે જ પુસ્તકો ટાઈમ ટ્રાવેલ કરાવી શકવાની તાકાત ધરાવતા હોવાનો પ્રત્યક્ષ પરચો મળે.