Monthly Archives: November 2009


સપનાનાં વાવેતર વાસ્તવિકતાની ધરતી ઉપર.. – રાજેશ ટાંક 1

સપના જોવા અને તેને હકીકતમાં બદલવામાં ખૂબ અંતર છે. સ્વપ્નોની દુનિયામાં જીવવું એ શરૂઆત છે અને એ સ્વપ્નોને સત્ય કરવા મચી પડવું એ સફળતાનુ પહેલું સોપાન છે. અક્ષરનાદના વાચકમિત્ર શ્રી રાજેશ ટાંક હકીકતની ધરતી પર સ્વપ્નોના વાવેતરની આવીજ કેટલીક ચિંતનાત્મક વાત લઇને આવ્યા છે. અક્ષરનાદને આ લેખ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તથા આવા સુંદર હકારાત્મક વિચારો વહેંચવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


પ્રેમ જો છે આપણો તો… – જીગ્નેશ અધ્યારૂ 9

હું અને તું એ બે પાત્રો સમાજજીવનના, પ્રેમજીવનના અભિન્ન અંગો છે. ક્યારેક હું તો ક્યારેક તું, પ્રેમના સફરમાં એક બીજાને અજાણે દુ:ખ કે ઝખમ આપી બેસે છે. એક નાનકડો ઝખમ જો સાથીના સ્મિતના, સમજણના ઇલાજને ન પામે તો જીવનની ઘણી વાસ્તવિકતાઓ અને સ્વપ્નો બદલાઇ જાય છે. કાંઇક એવો જ ભાવ આ પ્રેમગીતમાં ઉદભવ્યો છે. હું અને તું વચ્ચે પ્રેમ છે, પણ કોઇક ગેરસમજણ, અણબનાવે તેમને એક બીજાથી દૂર કરી દીધાં છે. આવી પરિસ્થિતિઓમાં એક બીજાને માટે વલખતા અને તોય પોતાના અંતરને છેતરી મુખ પર સ્મિત રાખી ફરતા એવા હું અને તું ના મનના ભાવો આ ગીતમાં વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.


વિષાદ પર વિજયની વાત – મકરન્દ દવે 3

શ્રી જમનાલાલ બજાજ, “ભાયા”ના હુલામણા નામે ઓળખાતા, દસ દિવસ માટે નંદિગ્રામ આવ્યાં હતાં. તેમની સાથેના સંસ્મરણો અને જ્ઞાનચર્ચાઓ આલેખતું પુસ્તક શ્રી મકરન્દ દવેએ લખ્યું છે, “ગોપથના યાત્રી સાથેગોષ્ઠિ “. તેઓ નંદિગ્રામ આવ્યાં ત્યારે તેમની ઉંમર પંચાણું વર્ષની, અને છતાંય બરાબર સ્વસ્થ. તા. 27 નવેમ્બર 1999 થી 6 ડિસેમ્બર સુધીની તેમની આ ચર્ચાઓના આલેખનમાંથી તા. 30 નવેમ્બરની વિષાદ પર વિજય મેળવવાની, તેને પચાવી જાણવાની વાત અંગે તેમની ચર્ચાઓનું આ સુંદર લેખ દ્વારા વર્ણન થયું છે.


ઇસ્લામનો પર્યાય….!! એક વાર્તાલાપ 16

ઇસ્લામ એટલે શું. અરેબિક શબ્દ સલેમા પરથી ઉતરી આવેલ શબ્દ ઇસ્લામનો અર્થ થાય છે શાંતિ, શરણાગતિ અને ખુદાઇ કાયદાઓનું ચુસ્તપણે પાલન, તો પછી સાંપ્રત સમયમાં ઇસ્લામનું નામ કેમ આતંકવાદની સાથે જોડાઇ રહ્યું છે. જગતના બીજા ધર્મો કરતા ઇસ્લામ કેમ અલગ પડી રહ્યો છે? ટ્રેનમાં બાંદ્રાથી વડોદરા આવતા એક મુસ્લિમ વૃધ્ધ શિક્ષક સાથે થયેલા વાર્તાલાપના કેટલાક અંશોમાં કદાચ આ સવાલના જવાબ મળી આવે.


ચિત્ત તું ચિંતા શીદને કરે… – દયારામ 4

કૃષ્ણપ્રેમના વિવિધ ભાવોને આલેખતા સર્જનો જેવા કે ગરબીઓ, પદો વગેરે માટે જાણીતા આદિકવિ દયારામ ઇ.સ.1777માં ચાંદોદ ખાતે જનમ્યા હોવાનું મનાય છે. પ્રસ્તુત રચનામાં કવિ ચિત્તને ઉદ્દેશીને કૃષ્ણને સમર્પિત થવા સમજાવે છે. જીવનમાં જે કાંઇ થાય છે તે પ્રભુની મરજીથી જ થાય છે એમ પોતાના મનને સમજાવતા તેઓ વિવિધ ઉદાહરણો આપે છે. તત્વજ્ઞાનની ગૂઢ વાતો ખૂબ સરળ અને રસપ્રદ શૈલીમાં તેમણે અહીં વણી લીધી છે.