પ્રેમ જો છે આપણો તો એકલા કાં હું ને તું? (2)
હાથ જો છે હાથમાં તો એકલા કાં હું ને તું? (2)
સ્મિત પહેલું પ્રેમનું એ શબ્દ પહેલો પ્રેમનો,
સાથ જીવન ભર મળ્યો જો હાથ પકડ્યો એમનો,
વચનો સાથે, જીવવાના, વિરહ દુ:ખ કાં હું સહું?
દુ:ખ જો સઘળાં આપણાં તો એકલા કાં હું ને તું ? … પ્રેમ જો છે…
આવ મારી આજ થઇને, છોડી દે સંસારને
તરસ્યો દરીયો એક નદીમાં, શોધે થોડા પ્યારને
પ્યાર મળતાં જીવન મળતું, મોતમાં શું જીવવું
શ્વાસ સઘળા આપણાં તો વલખતાં કાં હું ને તું ? … પ્રેમ જો છે….
પ્રેમનો મતલબ એ નથી કે એકલા દુ:ખ પામવું
પ્રેમનો અંજામ આખર જીવનને શણગારવું
છે ઉજાસ જો આંખમાં તો સૂરજને શું ઉગવું
સમય જો છે આપણો તો એકલા કાં હું ને તું? … પ્રેમ જો છે….
– જીગ્નેશ અધ્યારૂ (રચના તા. 2 નવેમ્બર 2009)
હું અને તું એ બે પાત્રો સમાજજીવનના, પ્રેમજીવનના અભિન્ન અંગો છે. ક્યારેક હું તો ક્યારેક તું, પ્રેમના સફરમાં એક બીજાને અજાણે દુ:ખ કે ઝખમ આપી બેસે છે. એક નાનકડો ઝખમ જો સાથીના સ્મિતના, સમજણના ઇલાજને ન પામે તો જીવનની ઘણી વાસ્તવિકતાઓ અને સ્વપ્નો બદલાઇ જાય છે, જીવન જીવવાનો માર્ગ કાંટાળો થઇ જાય છે. જેના સાથની આશાએ આખુંય જીવન જીવવાનું સ્વપ્ન જોયું હોય તેના વગર એક ક્ષણ પણ યુગો જેવડી લાંબી લાગે છે. કાંઇક એવો જ ભાવ આ ગીતમાં ઉદભવ્યો છે. હું અને તું વચ્ચે પ્રેમ છે, પણ કોઇક ગેરસમજણ, અણબનાવે તેમને એક બીજાથી દૂર કરી દીધાં છે. આવી પરિસ્થિતિઓમાં એક બીજાને માટે વલખતા અને તોય પોતાના અંતરને છેતરી મુખ પર સ્મિત રાખી ફરતા એવા હું અને તુંના મનના ભાવો આ ગીતમાં વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.
એક આનંદની વાત એ છે કે આ વખતે પ્રથમ વાર મારા મનમાં કોઇ ગીતનો ઢાળ કે રાગ ઉદભવ્યો અને એના પરથી આ ગીત બન્યું એટલે ખૂબ સરસ રીતે ગાઇ શકાય એવી રીતે આ ગીતની રચના થઇ છે. પ્રેમ ગીત છે, વિરહ ગીત છે એટલે ઉર્મિઓની વાત તો આવવાનીજ, અને મારી રચનામાં ક્યાંક દરીયો પણ ડોકાવાનોજ. સૂચનોનું, પ્રતિભાવોનું હાર્દિક સ્વાગત છે.
I Very like this poem, Very easy say deffrence between I and U. I Realy Like It
Nice one Fantastic
આભર , આવિ સરસ રચના માતે
“સ્મિત પહેલું પ્રેમનું એ શબ્દ પહેલો પ્રેમનો”
૧૦૦ ટકા સાચી વાત..
જીજ્ઞેશભાઇ ખરેખર દિલમાં ઉતરી જાય
એવી વાત જણાવી આપે..
કોલેજ લાઇફમાં ઘણાયે કુદકા માર્યા છે,
એટલે તો આ બધું વાંચીને મનમાં કેટલાય,
કોલેજના પ્રસંગો વાગોળાઇ જાય છે.
જીજ્ઞેશ પારેખ “માનવ”
ખૂબ સરસ જિગ્નેશભાઇ …yr all peom is really heart touching… તમારા કાવ્યો અમને બન્ને ને દુર છતા પાસ રાખે છે. અમેતો પ્રેમ ને શબ્દો મા લખિ નથિ સક્તા પન આપનિ અભિવ્ય્ક્તિ ગમે છે. Thanks 4 write such a good peom for all lovers..
jya Prem chhe tya “hu” and “tu” nu astitva j nathi rahetu…
maate, jya “hu” ne “tu” chhe, tya Prem nathi, pan premno aabhas – dekhado – mrugjaal chhe, eni pacchad to fakt Devdas banine dodvu j rahyu!!!
જિગ્નેશભાઇ તમારી રચના બહુજ સરસ છે.પ્રેમી ઓના જીવન નૅ તમે સારી રીતે સમજી સકૉ છો વીરહ મા પ્રેમી ઓ ની હાલત તમે સારી રીતે વરનવી સકો છો. એક બીજા થી દુર આખો મા આસૂ સુકાઈ જાઈ પણ મન મા રહેલા પ્રીત સુકાતી નથી. Ankho puchhe hriday ne ketlu rovdavish tu mane tiyare Hriday kahe che. tu to radi ne sui jashe mare to ankhi ankhi jindgi radvanu che. tari ankho ma Anshu to khuti jashe pan teni yad ma maru tadpvu ek second mate pan bandh nahi tahse. Jigneshbhai ek bija thhi dur raheva yado ni je Huf sathe hoi chhe te ek premi ne jivava mate madad rup thai che. jigneshbhai hu mumbai rahu Chu “GJ-6” ni gadi jov Chu to mane tene adva nu man thai che kem ke tema pan mane teno sparsh maheshush thai 6. thanks jigneshbhai
આફ્રીન,
એક સુંદર ગીતને પ્રતિભાવ
પ્રેમ છે ને, પ્રેમની વાતો બધી છે આપણી,
જે ચડ્યા છે લોકજીભે, નામ છે એ હું ને તું,
ખૂબ સરસ ગીત. પ્રેમી હ્રદયના પ્રેમ, વિરહ અને દર્દમાંથી ઉદભવતા પ્રશ્નોને લયમય ગીતમાં ખૂબ સરસ રીતે ઢાળી શક્યા છો. આપની કલમને સલામ.