ઇસ્લામનો પર્યાય….!! એક વાર્તાલાપ 16


Pilgrim_at_Masjid_Al_Haram._Mecca,_Saudi_Arabiaહમણાં 30 ઓક્ટોબરે મુંબઇથી વડોદરા આવવું હતું પણ ટ્રેનમાં રીઝર્વેશન નહોતું એટલે જનરલ ડબ્બામાં જગ્યા શોધવાનો પ્રયત્ન કર્યો. બાંદ્રા સ્ટેશને આમેય કેટલાક બદમાશો સામાન્ય ડબ્બામાં બેસવાના વીસથી પચ્ચીસ રૂપીયા પડાવે છે, અને પાસે ઉભા ઉભા પોલીસવાળાઓ જોયા કરે છે. એ ઓછું હોય એમ અપડાઉન કરવાવાળાઓ કે કૂરીયર વાળાઓ એક માણસ આખીય બે બર્થ રોકીને બેસી જાય અને કોઇનેય બેસવા ન દે. ઝઘડા કરો તો બધા અપડાઉન વાળા ભેગા થઇને ગાળાગાળી કરે અને બૂમાબૂમ કરે. બે ડબ્બા ફર્યા પછી મને એક ઉપરની બર્થ પર બેસવાની જગ્યા મળી ગઇ. બોરીવલીથી ટ્રેનમાં ઉભા રહેવાની જગ્યા પણ ન રહી. બધાં ઝોકા ખાતાં હતાં, હું પણ ઝોકે ચડ્યો.

દહાણુથી નીચેની બર્થ પર બે સીટ ખાલી થઇ એટલે હું નીચે ઉતર્યો, પાસે એક મુસ્લિમ વયોવૃધ્ધ સજ્જન પણ આવીને બેઠા. ટ્રેન ચાલુ થઇ અને તેઓ પોતાની માળા ફેરવતા ઇબાદતમાં લાગ્યા. થોડુંક અંધારૂ થયું એટલે એમણે અમને બે ત્રણ જણને વિનંતિ કરી કે તેમને નમાઝ પઢવા દેવા થોડીક જગ્યા કરી આપીએ. અમે ઉભા રહ્યા અને તેમણે નમાઝ અદા કરી. નમાઝ પૂરી થઇ એટલે અમે પાછા પોતાની જગ્યા પર બેઠાં. સામે એક યુવાન ક્યારનોય આ જોયા કરતો હતો. કાંઇક પૂછવાના ઇરાદે એ થોડોક આગળ આવ્યો અને પેલા ચાચાને કહે…

“ચાચા, આ તો ઠીક છે કે તમને જગ્યા મળી ગઇ, નહીંતો હમણાં તમે ઘરે પહોંચવાના જ હતા, ત્યાં જઇને નમાઝ અદા ન કરી શકો? “

પેલા સજ્જન કહે, “બેટા, દરેક ચીજનો એક મુકર્રર સમય હોય છે, જેમ સૂવાનો, જાગવાનો, ખાવાનો સમય નક્કી હોય છે તેમ ઇબાદતનો પણ એક સમય મુકર્રર છે, એ સમયનું પાલન થાય એ જ સારૂં”

“પણ ચાચા, આ સમય નક્કી કોણે કર્યા? આપણેજને?”

“ના બેટા, અમારામાં કોઇ દેવતાને અમે પૂજતા નથી, અમારા ખુદા કોઇ સ્વરૂપ વગરના છે, એટલે કોઇ બંદા એમની બદલે કાંઇ નક્કી ન કરી શકે.”

“પણ ચાચા, મેં તો સાંભળ્યું છે કે કોઇ પણ સમયે ભગવાનને યાદ કરી શકાય, બસ આપણું મન ચોખ્ખું હોવું જોઇએ. સાચા મનથી ક્યારેય પણ પ્રભુને પ્રાર્થના કરો, એ સ્વીકાર થવાનીજ. કદાચ પ્રાર્થના અને સૂવા, જાગવા, જમવામાં આ જ મોટો તફાવત છે…”

આ સમય દરમ્યાન આસપાસના બેઠેલા અને ઉભેલા બધા લોકોનું ધ્યાન આ વાર્તાલાપ તરફ ખેંચાયું. બંનેની ખૂબજ સાહજીક પણ સુંદર ચર્ચાને સાંભળવામાં બધાને મજા આવવા લાગી.

એક ભાઇ પેલા યુવાનને ઉદ્દેશીને કહેવા લાગ્યા, “આપણામાં પણ સમય તો નક્કી હોય જ છે ને, શયનનો, મંગળાનો, થાળનો, આરતીઓના સમય ચોક્કસ છે જ ને?”

“હા, વાત સાચી,” મેં પણ ચર્ચામાં ઝૂકાવ્યું, “પણ એ સમય કોણે નક્કી કર્યા? આપણે જ ને?”

“ના બેટા” પેલા ચાચા પાછા બોલ્યા “અમારા કુરાનેશરીફમાં કહ્યું છે કે નમાઝ તેના મુકર્રર વક્ત પર અદા કરવી જ જોઇએ. તો જ પૂરે પૂરો સબાબ મળે…. જો સમય પર અદા ન કરી શકાય તો પૂરો સબાબ, એટલેકે પૂરો નફો ન મળે…. કુરાનની એક આયાત એમ કહે છે….” એમ કહી તેમણે કુરાનની એક આયાત સંભળાવી જેનો અર્થ હતો કે બંદાએ સમય પર તેની નમાજ અદા કરવીજ જોઇએ એ તેની પવિત્ર ફરજ છે, અને ખુદાના આદેશને તેણે તાબે થવું જ જોઇએ.”

મેં કહ્યું, “ચાચા, હિંદુ હોય કે મુસ્લિમ, આપણા ધર્મો ઘણે અંશે સગવડીયા છે, આપણને સમય મળે ત્યારે પ્રાર્થના કરવી, ધર્મને આપણે આપણા અર્થ આપીએ છીએ, આપણા મતલબ પ્રમાણે ધર્મના બીબાં બનાવીએ છીએ અને પછી બધાંને એમાં ઢાળવાનો પ્રયત્ન કરીએ છીએ… હવે તમે હમણાં જે નફાની વાત કરી એ શબ્દ ધર્મની સાથે ક્યાં બંધબેસે? આ થોડો વ્યાપાર છે કે એમાંય નફો હોવો જોઇએ?”

સામે બેઠેલા યુવાને મને સમર્થન આપતાં કહ્યું, “ચાચા, પ્રાર્થના કરીએ એની સાથે સબાબની, જેને તમે નફો કહો છો એની અપેક્ષા રાખીએ, એ અપેક્ષા આપણી પ્રાર્થનાને નબળી પાડીદે એમ તમને નથી લાગતું? એ વાત તમે પણ માનો છો કે ઘરે જઇ તમે નમાજ અદા કરો તો સબાબ તો મળવાનોજ. તો એમાંય વધારે ને ઓછું હોય?”

ઉપરની બર્થથી એક ભાઇ કહે, “એમ તો આપણા ધર્મમાંય આપણે ક્યાં એવું નથી કરતા, મારું ફલાણું કે ઢીકણું કામ થઇ જાય તો હે સાંઇબાબા કે માતાજી, અમે તમારી માનતા માનીએ છીએ કે નાળીયેર વધેરીશું. તમને લાગે છે કે એક નાળીયેર જે વધેર્યા પછી તમે જ ઝાપટવાના છો એના માટે માતાજી કે કોઇ પણ ભગવાન તમારી વાત માને? એટલે ધર્મને તો આપણે સગવડીયો કરી જ નાખ્યો છે…. પછી એ હિંદુ હોય કે ઇસ્લામ કે ક્રિશ્ચન”

ચાચા કહે, “બેટા, હું ત્રીસ વર્ષથી શિક્ષકનું કામ કરું છું, અને મેં આજ સુધી ક્યારેય કોઇ ધર્મને સંપૂર્ણ પળાતો કે તેના સાચા અર્થમાં સ્વિકારાતો જોયો નથી. કોઇ ધર્મ આપણને બાંધવો ન જોઇએ, રૂઢીઓ તો સમયાનુસાર વિકસેલી સામાજીક પ્રવૃત્તિઓ છે જેને સમાજને એક તાંતણે બાંધી રાખવાની જવાબદારી સાથે વિકસાવાઇ છે. ઇસ્લામનો અર્થ છે, શાંતિ, મૂળ અરેબિક શબ્દ સલેમા પરથી ઇસ્લામ શબ્દ ઉતરી આવ્યો છે, એના અર્થ છે શાંતિ, શુધ્ધતા, આજ્ઞાધીનતા કે શરણાગતી. પણ ઇસ્લામના આ પાક શબ્દો, તેના આ સુંદર અર્થને ક્યાં લઇ જવાયો છે?”

પેલા યુવાને કહ્યું, “ચાચા ઇસ્લામની શરૂઆત કેમ થઇ? ક્યારથી થઇ?”

“બેટા, જગતના સૌ પ્રથમ માણસ એટલે અદમ અને તેના પરથી આપણું “આદમી” ઉતરી આવ્યું છે.”

પેલા યુવાનનો ઉત્સાહ હવે વધી રહ્યો હતો, “એમ નહીં ચાચા, કઇ જગ્યાએથી શરૂઆત થઇ?”

“અરબ દેશમાંથી, કહે છે કે પૃથ્વી પર જ્યારે પૂર્ણપણે પાણી હતું ત્યારે સૌપ્રથમ જમીન મક્કાશરીફમાં ઉપસેલી, એટલે એ પહેલી જમીન હોવાના લીધે પાક છે.”

સામેની એક સીટ પરથી એક ભાઇ ચાચાને પૂછવા લાગ્યા, “ચાચા, મને કહો કે જો ઇસ્લામનો અર્થ શાંતિ, સદભાવ કે શરણાગતિ થતો હોય તો પછી અત્યારે વિશ્વમાં આતંકવાદનો સમાનાર્થી શબ્દ ઇસ્લામ કેમ થઇ ગયો છે? એવું તો નથી કે બીજા ધર્મના લોકોને કોઇ તકલીફ નથી, કે એમના ધર્મમાં પાપની સામે લડવામાં મનાઇ છે? અમારી ગીતામાં કહ્યું છે, અધર્મીને હણવામાં પાપ નથી. પણ એ વાક્યને પકડીને અમે આખી દુનિયાનો વિનાશ કરવા નીકળી પડતા નથી.”

“એ સાચી વાત બેટા,” ચાચા પાછા બોલ્યા, “પણ એ જે અધર્મીને હણવાની વાત તમે કરો છો એની વ્યાખ્યા કોણ નક્કી કરશે?”

મેં કહ્યું, “ચાચા એ તો પાછી સગવડીયા ધર્મની વાત થઇ, પેલા ભાઇ જે આતંકવાદીની વાત કરે છે, તેમની નજરમાં તેઓ ખુદાના બંદા છે. તેમને લાગે છે કે તેઓ તેમના આકાશી ખુદાની બંદગી કરી રહ્યા છે, હજારો લાખો નિર્દોષોને મારી તેઓ કોઇક સારૂ કામ કર્યાનો સંતોષ લઇ રહ્યા છે… એ વ્યાખ્યા એમણે એમની રીતે જેટલી વ્યાપક રીતે વિસ્તારી છે એટલી બીજા કોઇ ધર્મના લોકોએ કરી નથી. કદાચ એમને સાચો રસ્તો બતાવવા વાળું કોઇ નથી કે તેમને ધર્મને પોતાની રીતે ઢાળી દીધો છે. ફક્ત ઇસ્લામમાં જ કેમ આમ?”

ઉપરની બર્થ પર બેઠેલા ભાઇ કહે, “શિયાઓ અને સુન્નીઓ એક બીજા સાથે ઝઘડતા, મારકાટ કરતા, હવે મુસ્લિમો એ બધું બીજા ધર્મના લોકો સાથે કરે છે, અને ભારતના કેટલાક ઉંચા દરજ્જાના લોકો એમને આરક્ષણ અને સુરક્ષા આપી ધર્મનિરપેક્ષ હોવાનો ઢોલ વગાડે છે. એ બોંબ નાખે તો જેહાદ અને આપણે એક ખરાબ શબ્દ પણ બોલીએ તો ગુનો…. આપણા જેવો આડંબર, દેખાડો અને ભેદ તો ક્યાંય જોયો નથી.”

ચાચા સહજતાથી બોલ્યા, “બેટા, હું માનું છું, કોઇપણ ધર્મને વિકસવા એક સાહજીક અને સામાજીક વાતાવરણ જોઇએ. જેહાદ નામના એક નાનકડા શબ્દનો અર્થ બધા પોતાની રીતે કરે છે. તમારા પાક ગ્રંથ કહે છે કે આતતાયીઓને હણવામાં પાપ નથી… પણ એ આતતાયીની વ્યાખ્યા તો તમારે જ કરવાની છે ને?

હકીકતમાં ઇસ્લામ આતંકવાદનો સમાનાર્થી ક્યારેય નહોતો અને નથી. ઇસ્લામ તો એક ખૂબસૂરત મઝહબ છે. ખુદાઇ આજ્ઞાનું પાલન કરવું, ખુદાઇ આદેશને શરણે રહેવું એ ઇસ્લામનો મૂળ મંત્ર છે. અલ્લાહનો અર્થ થાય છે ફક્ત એક, એક ઇશ્વર, બધા શહેનશાહોનો શહેનશાહ, બધા ઇશ્વરોનો ઇશ્વર, બંદાનવાઝ પાક પરવરદિગાર…..” ચાચા ભાવુક થઇ ગયા. “થોડાક એવા મતલબી લોકો, જે બદનસીબે અમારા મઝહબના છે, એમણે આખા વિશ્વમાં ઇસ્લામની બદનામી કરી મૂકી છે. ક્યાંય ઇસ્લામમાં એવું કહ્યું નથી કે આમ બેદર્દીથી લોકોને માર્યા કરો… આજે એક સામાન્ય મુસ્લિમ આદમી સમાજમાં માથુ ઉંચુ કરી બીજા ધર્મના લોકોની આંખમાં આંખ મેળવતા અચકાય છે, સામાન્ય મુસ્લિમ દાઢી રાખતા અને ટોપી પહેરતા ડરે છે કે ક્યાંક એને કોઇક આતંકવાદી ન સમજી બેસે, ક્યાંક એનેય પાકિસ્તાની ન સમજી લેવાય, ભલે એ હિંદુસ્તાની હોય…. એ એનો પોતાનો વાંક નથી, આવા અમુક નાપાક લોકોનો ગુનો છે જે બદનસીબે અમારા મઝહબના છે….”

સામે બેઠેલો યુવાન કહે, “ચાચા, એમ તો અમારેય કરોડો દેવતા છે, કેટલાય દેવ દેવીઓ છે, અને તેમને માનવાવાળા કેટલા જુદા છે. અમારા ધર્મમાં કેટલા ફાંટા છે, હજારો પંથો છે, કાળા કામ કરી કેસરી કપડા પહેરી ફરતા સાધુબાવાઓથી અમારો સમાજ ગટરની જેમ ઉભરાય છે, પણ તોય સમાજ તેમને એટલા ઉંચા દરજ્જે બેસાડે છે કે નીચેના અદના આદમીને તેમના ગુનાઓ નાના જ દેખાવાનાં. એમના આશ્રમો વેપારીની દુકાન કરતાંય વધારે ભયાનક ધંધો કરે છે, ભાષણ કરવાના લાખો કરોડો પડાવે છે. મોંઘી ગાડીઓમાં આવી સમાજને મોહમાયાથી મુક્ત થવાનો તેઓ સંદેશ આપે છે, ઠંડા કલેજે હત્યાઓ કરાવે છે, કરોડોનો વેપલો કરે છે અને શરમની બધી સીમાઓ ક્યારનાય પાર કરી ગયા છે….. આ રસ્તો પણ એક દિવસ આવા જ કોઇક ભયાનક હેતુ સુધી ન દોરી જાય એની કોઇ ખાત્રી નથી.”

સૂરત આવી ગયું હતું અને થોડાક અપડાઉન કરવાવાળા મિત્રો ઉતરી ગયા. ગાડી હવે અંકલેશ્વર તરફ વધી રહી હતી. ચાચા અને મારો વાર્તાલાપ જો કે ચાલુ રહ્યો…

“બેટા, ઇસ્લામનો સૌથી નકારાત્મક અભિગમ છે અજ્ઞાન. ઇસ્લામ ધર્મ પાળવાવાળાઓમાં શિક્ષણ પ્રત્યે જેટલું અજ્ઞાન પ્રવર્તે છે, સ્ત્રિઓને એમણે જેટલી પછાત રાખી છે એટલી કોઇએ રાખી નથી. અને માંથી વધુ શિક્ષણ બાળકને કોણ આપી શકે? માંની અંદર જ્યારે બચ્ચાની રૂહ આવે છે ત્યારથીજ ખુદાએ બચ્ચાને તેની મા ને હવાલે કર્યો હોય છે. માંની ભાવનાઓ અને લાગણીઓને જો યોગ્ય રસ્તો ન મળ્યો હોય તો બચ્ચાને એ ક્યાંથી મળવાનો?”

મેં કહ્યું, “સાચી વાત છે ચાચા, કોઇક અંશે અજ્ઞાન અને મોટાભાગે ધર્મનો પોતાના મતલબ માટે ઉપયોગ એવા પરિબળો છે જે આ બધાં આતંકવાદ માટે જવાબદાર છે, પણ ઇસ્લામ જેટલી હિંસા બીજા કોઇ ધર્મે નિહાળી નથી…”

“સાચી વાત બેટા, એ પણ ધર્મનો પોતાના હિસાબે કરેલો મતલબ નથી?”

“હા ચાચા…. આશા રાખીએ કે એક ધર્મને બરબાદીના રસ્તા તરીકે ઉપયોગ થતો અટકાવી શકાય…”

ભરૂચ આવ્યું અને ચાચા ત્યાં ઉતરી ગયાં.

જતાં જતાં અમને કહે, “બેટા ખુદાહાફિઝ”

પેલો યુવાન કહે, “ચાચા, આ બધી વાત ફક્ત એક સામન્ય સંવાદ જ ગણજો, મનમાં કોઇ ઓછું ન લાવશો, અમે ભગવાનના ભક્ત છીએ તો તમે  પરવરદિગારના બંદા, અને જયારે બધાંનો ઇશ્વર એક છે તો પછી ભેદ કેવા? આપણા બધાનો વિરોધ આતંકવાદ સામે હોવો જોઇએ જેણે ધર્મને પોતાના નઠારા કામ માટે માધ્યમ બનાવી તેની પવિત્રતાને બગાડી.”

ચાચા કહે, “જરૂર બેટા, તમને મળીને ખૂબ ખુશી થઇ.”

તેઓ ઉતરી ગયાઅને મારા મનમાં છોડતા ગયા વિચારોનું એક વંટોળ, જેણે મને આખીય રાત એ વિચારતો રાખ્યો કે જે ધર્મ માણસને, સમાજને તેના વિધાનો અને કાયદાઓ સાથે જીવવાલાયક બનાવે છે તે જ ધર્મ સમાજજીવનને ધ્વસ્ત કરવા માટે પણ ઉપયોગમાં આવશે એવું એને વિકસાવવા વાળાએ વિચાર્યું હશે? ઇસ્લામનો અર્થ જો શાંતિ, સદભાવ અને શરણાગતી થતો હોય તો તેનો સમાનાર્થી આતંકવાદ કેમ હોઇ શકે? ક્યારેય નહીં….


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “ઇસ્લામનો પર્યાય….!! એક વાર્તાલાપ

  • anand pandya

    મુસ્લિમ સમાજ હોય કે અન્ય બધામા ખરાબિ રહેવાનિ. કોઇપન ધર્મ મા આવેલ સ્લોક સમ્પુન અર્થ મા લેવો જોઈએ. નહિતો બધા મન ફાવે તેવા અર્થ કરશે.

  • MAZHAR M. KANSARA

    My Dear Raol sir,

    this is your Question:

    How can Islam be called the religion of peace when it was spread by the sword?

    and this is the Answer from Dr. Zakir Naik :

    It is a common complaint among some non-Muslims that Islam would not have millions of adherents all over the world, if it had not been spread by the use of force. The following points will make it clear, that far from being spread by the sword, it was the inherent force of truth, reason and logic that was responsible for the rapid spread of Islam.

    1. Islam means peace.

    Islam comes from the root word ‘salaam’, which means peace. It also means submitting one’s will to Allah (swt). Thus Islam is a religion of peace, which is acquired by submitting one’s will to the will of the Supreme Creator, Allah (swt).

    2. Sometimes force has to be used to maintain peace.

    Each and every human being in this world is not in favour of maintaining peace and harmony. There are many, who would disrupt it for their own vested interests. Sometimes force has to be used to maintain peace. It is precisely for this reason that we have the police who use force against criminals and anti-social elements to maintain peace in the country. Islam promotes peace. At the same time, Islam exhorts it followers to fight where there is oppression. The fight against oppression may, at times, require the use of force. In Islam force can only be used to promote peace and justice.

    3. Opinion of historian De Lacy O’Leary.

    The best reply to the misconception that Islam was spread by the sword is given by the noted historian De Lacy O’Leary in the book “Islam at the cross road” (Page 8):

    “History makes it clear however, that the legend of fanatical Muslims sweeping through the world and forcing Islam at the point of the sword upon conquered races is one of the most fantastically absurd myth that historians have ever repeated.”

    4. Muslims ruled Spain for 800 years.

    Muslims ruled Spain for about 800 years. The Muslims in Spain never used the sword to force the people to convert. Later the Christian Crusaders came to Spain and wiped out the Muslims. There was not a single Muslim in Spain who could openly give the adhan, that is the call for prayers.

    5. 14 million Arabs are Coptic Christians.

    Muslims were the lords of Arabia for 1400 years. For a few years the British ruled, and for a few years the French ruled. Overall, the Muslims ruled Arabia for 1400 years. Yet today, there are 14 million Arabs who are Coptic Christians i.e. Christians since generations. If the Muslims had used the sword there would not have been a single Arab who would have remained a Christian.

    6. More than 80% non-Muslims in India.

    The Muslims ruled India for about a thousand years. If they wanted, they had the power of converting each and every non-Muslim of India to Islam. Today more than 80% of the population of India are non-Muslims. All these non-Muslim Indians are bearing witness today that Islam was not spread by the sword.

    7. Indonesia and Malaysia.

    Indonesia is a country that has the maximum number of Muslims in the world. The majority of people in Malaysia are Muslims. May one ask, “Which Muslim army went to Indonesia and Malaysia?”

    8. East Coast of Africa.

    Similarly, Islam has spread rapidly on the East Coast of Africa. One may again ask, if Islam was spread by the sword, “Which Muslim army went to the East Coast of Africa?”

    9. Thomas Carlyle.

    The famous historian, Thomas Carlyle, in his book “Heroes and Hero worship”, refers to this misconception about the spread of Islam: “The sword indeed, but where will you get your sword? Every new opinion, at its starting is precisely in a minority of one. In one man’s head alone. There it dwells as yet. One man alone of the whole world believes it, there is one man against all men. That he takes a sword and try to propagate with that, will do little for him. You must get your sword! On the whole, a thing will propagate itself as it can.”

    10. No compulsion in religion.

    With which sword was Islam spread? Even if Muslims had it they could not use it to spread Islam because the Qur’an says in the following verse:

    “Let there be no compulsion in religion,Truth stands out clear from error” [Al-Qur’an 2:256]

    11. Sword of the Intellect.

    It is the sword of intellect. The sword that conquers the hearts and minds of people. The Qur’an says in Surah Nahl, chapter 16 verse 125:

    “Invite (all) to the way of thy Lord with wisdom and beautiful preaching; and argue with them in ways that are best and most gracious.” [Al-Qur’an 16:125]

    12. Increase in the world religions from 1934 to 1984.

    An article in Reader’s Digest ‘Almanac’, year book 1986, gave the statistics of the increase of percentage of the major religions of the world in half a century from 1934 to 1984. This article also appeared in ‘The Plain Truth’ magazine. At the top was Islam, which increased by 235%, and Christianity had increased only by 47%. May one ask, which war took place in this century which converted millions of people to Islam?

    13. Islam is the fastest growing religion in America and Europe.

    Today the fastest growing religion in America is Islam. The fastest growing religion in Europe in Islam. Which sword is forcing people in the West to accept Islam in such large numbers?

    14. Dr. Joseph Adam Pearson.

    Dr. Joseph Adam Pearson rightly says, “People who worry that nuclear weaponry will one day fall in the hands of the Arabs, fail to realize that the Islamic bomb has been dropped already, it fell the day MUHAMMED (pbuh) was born”.

    Question:

    Why are most of the Muslims fundamentalists and terrorists?

    Answer:

    This question is often hurled at Muslims, either directly or indirectly, during any discussion on religion or world affairs. Muslim stereotypes are perpetuated in every form of the media accompanied by gross misinformation about Islam and Muslims. In fact, such misinformation and false propaganda often leads to discrimination and acts of violence against Muslims. A case in point is the anti-Muslim campaign in the American media following the Oklahoma bomb blast, where the press was quick to declare a ‘Middle Eastern conspiracy’ behind the attack. The culprit was later identified as a soldier from the American Armed Forces.

    Let us analyze this allegation of ‘fundamentalism’ and ‘terrorism’:

    1. Definition of the word ‘fundamentalist’

    A fundamentalist is a person who follows and adheres to the fundamentals of the doctrine or theory he is following. For a person to be a good doctor, he should know, follow, and practise the fundamentals of medicine. In other words, he should be a fundamentalist in the field of medicine. For a person to be a good mathematician, he should know, follow and practise the fundamentals of mathematics. He should be a fundamentalist in the field of mathematics. For a person to be a good scientist, he should know, follow and practise the fundamentals of science. He should be a fundamentalist in the field of science.

    2. Not all ‘fundamentalists’ are the same

    One cannot paint all fundamentalists with the same brush. One cannot categorize all fundamentalists as either good or bad. Such a categorization of any fund amentalist will depend upon the field or activity in which he is a fundamentalist. A fundamentalist robber or thief causes harm to society and is therefore undesirable. A fundamentalist doctor, on the other hand, benefits society and earns much respect.

    3. I am proud to be a Muslim fundamentalist

    I am a fundamentalist Muslim who, by the grace of Allah, knows, follows and strives to practise the fundamentals of Islam. A true Muslim does not shy away from being a fundamentalist. I am proud to be a fundamentalist Muslim because, I know that the fundamentals of Islam are beneficial to humanity and the whole world. There is not a single fundamental of Islam that causes harm or is against the interests of the human race as a whole. Many people harbour misconceptions about Islam and consider several teachings of Islam to be unfair or improper. This is due to insufficient and incorrect knowledge of Islam. If one critically analyzes the teachings of Islam with an open mind, one cannot escape the fact that Islam is full of benefits both at the individual and collective levels.

    4. Dictionary meaning of the word ‘fundamentalist’

    According to Webster’s dictionary ‘fundamentalism’ was a movement in American Protestanism that arose in the earlier part of the 20th century. It was a reaction to modernism, and stressed the infallibility of the Bible, not only in matters of faith and morals but also as a literal historical record. It stressed on belief in the Bible as the literal word of God. Thus fundamentalism was a word initially used for a group of Christians who believed that the Bible was the verbatim word of God without any errors and mistakes.

    According to the Oxford dictionary ‘fundamentalism’ means ‘strict maintenance of ancient or fundamental doctrines of any religion, especially Islam’.

    Today the moment a person uses the word fundamentalist he thinks of a Muslim who is a terrorist.

    5. Every Muslim should be a terrorist

    Every Muslim should be a terrorist. A terrorist is a person who causes terror. The moment a robber sees a policeman he is terrified. A policeman is a terrorist for the robber. Similarly every Muslim should be a terrorist for the antisocial elements of society, such as thieves, dacoits and rapists. Whenever such an anti-social element sees a Muslim, he should be terrified. It is true that the word ‘terrorist’ is generally used for a person who causes terror among the common people. But a true Muslim should only be a terrorist to selective people i.e. anti-social elements, and not to the common innocent people. In fact a Muslim should be a source of peace for innocent people.

    6. Different labels given to the same individual for the same action, i.e. ‘terrorist’ and ‘patriot’

    Before India achieved independence from British rule, some freedom fighters of India who did not subscribe to non-violence were labeled as terrorists by the British government. The same individuals have been lauded by Indians for the same activities and hailed as ‘patriots’. Thus two different labels have been given to the same people for the same set of actions. One is calling him a terrorist while the other is calling him a patriot. Those who believed that Britain had a right to rule over India called these people terrorists, while those who were of the view that Britain had no right to rule India called them patriots and freedom fighters.

    It is therefore important that before a person is judged, he is given a fair hearing. Both sides of the argument should be heard, the situation should be analyzed, and the reason and the intention of the person should be taken into account, and then the person can be judged accordingly.

    7. Islam means peace

    Islam is derived from the word ‘salaam’ which means peace. It is a religion of peace whose fundamentals teach its followers to maintain and promote peace throughout the world.

    Thus every Muslim should be a fundamentalist i.e. he should follow the fundamentals of the Religion of Peace: Islam. He should be a terrorist only towards the antisocial elements in order to promote peace and justice in the society.

    • Bhupendrasinh R. Raol

      શ્રી મજહારભાઈ કંસારા.
      ચાલો મેં થોડા સવાલ ઉઠાવ્યા તો આટલું જાણવા મળ્યું.શાંતિ જાળવવા થોડી સખ્તાઈ કરવી પડે.જે આપણી સરકારો કરતી નથી.ના તમે જેમ ગીતા વાચી હોય એમ અમે કુરાન ના વાચ્યું હોય.મેં જે લખ્યું હતું તે એક ડોક્યુમેન્ટ્રી જોએલી.અને માણસ ના સ્વભાવ માંજ જાણે લડ્યા કરવાનું લખ્યું હોય તેમ કોઈ પણ બહાને માણસ લડ્યાજ કરતો હોય છે.હિંદુઓ પણ અને મુસ્લિમો પણ અંદર અંદર લડતાજ હોય છે,એકબીજાની સામેજ લડે એવું પણ નથી.અંગ્રેજોની સામે બધા એક થઈને જ લડેલા,અને એજ લોકો ભાગલા પડ્યા ત્યારે અંદર અંદર લડ્યા.અને બીજા કોઈ ગ્રહ ના એલિયન પૃથ્વી પર ચડાઈ કરે તો?ભારત,પાકિસ્તાન,રશિયા,ચીન,અમેરિકા અને બાકીના બધાજ દેશો હાલ એક થઇ જાય ને પૃથ્વી જિંદાબાદ ના નારા લગાવે.ઇન્સાન ખતરે મેં હૈ નો નારો લગાવી બધા ધર્મના લોકો એક થઇ ને એલીઅનો સામે લડવા નીકળી પડે.મને લાગે છે હવે એ એકજ ઉપાય બચ્યો છે કે જે બધા લોકોને એક કરી શકે.
      અરે પરગ્રહ ના એલીયનો ક્યાં છો તમે?

  • Bhupendrasinh Raol,Piscataway,Newjersey.usa.

    લેખ ખરેખર ખુબ સરસ છે..જેહાદીઓ,જેહાદમાથી પાછા વળેલા અને થોડા મુસ્લિમ ધર્મના એક્સપર્ટ લોકોના ઇન્ટરવ્યું જોયા પછી મારા મનમાં થોડા સવાલો ઉઠે છે. ઇસ્લામ અર્થ શાંતિ છે અને થોડાક ધર્માંધ તત્વોને લીધે અખો ધર્મ વગોવાય છે.તો એ ધર્મ ના ઉદય પછી આખી દુનિયા ને એ ધર્મ પળાવવા લશ્કર લઈને બીજા દેશો પર કેમ તૂટી પડ્યા?ઈરાન પારસી હતું.ઈરાન,તુર્કી આખા ને આખા દેશો ને કેમ જીતીને વટલાવી નાખ્યા.પછી યુરોપ પર ચડાઈ કરી.યુરોપ ના બધા દેશો એક થયા ને વરસો લાગી ધર્મયુધ્ધો કૃઝેડ્સ ચાલ્યા.યુરોપીયનોએ ટક્કર ના લીધી હોત તો આજે આખું યુરોપ મુસ્લિમ હોત.જેમ કે ઈરાન,તુર્કી,સીરિયા,મિસર માને ઈજીપ્ત,અફઘાનિસ્તાન અને બીજા ઘણાબધા.અને છેલ્લે આવ્યા હિન્દુસ્તાન.તો શું એ આંતક નહોતો?ખાલી આજેજ આંતકવાદ છે?આખા ને આખા દેશોને શું આંતક ફેલાવ્યા વગર વટલાવ્યા હશે?શું એ તત્વો થોડાક જ ધર્માંધ તત્વો હતા કે વધારે?મુઘલો પણ થોડા વહેલા પણ વટલેલા જ હતા..જેહાદ નો મતલબ શું છે?જેહાદ શેના માટે છે?એમને ભારતમાં કયો અન્યાય થયો છે?ગીતામાં આતતાયી ની વ્યાખ્યા આપેલી જ છે.જે ખેતરો બાળે,ઘર સળગાવે,સ્ત્રીઓ પર બળાત્કાર કરે વિગેરે.મેં જે ઇન્ટરવ્યું જોયો એનો સાર હતો, મુસ્લિમ સિવાય ના બધા કાફિર છે,અને કાફિર માટે બેજ રસ્તા છે એક તો મુસ્લિમ બની જાઓ અને બીજો મુસ્લિમ ના હાથે મોત ને પામો,ઇસ્લામ નો અર્થ શાંતિ છે પણ એ ક્યારે?જયારે આખી દુનિયા મુસ્લિમ બની જાય ત્યારે.આખી દુનિયા ને મુસ્લિમ બનાવવાની જેહાદ શરુ થઇ હતી,એમાં પ્રથમ હાર થઇ વિએનામાં યુરોપીયનોના હાથે,જેહાદ અટકી,દિવસ હતો ૯/૧૧.બિન લાદેને એજ દિવસ પસંદ કરીને વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડીને ફરી થી જેહાદ શરુ કરી છે,નહીકે ૯/૧૧ અમેરિકાનો ઈમરજન્સી નંબર છે.મેં જે ઇન્ટરવ્યું જોયો તેમાં અરબ લોકો હતા.પેલેસ્તૈન,લીબિયા અને બીજા આરબ દેશોના ભણેલા,ગણેલા,ફટાફટ શુદ્ધ ઈંગ્લીશ બોલતા, અને પ્રોફેટે શું કહ્યું છે એના ઉદાહરણો આપતા શુદ્ધ મુસ્લિમો હતા,નહીકે કોઈ વટલાયેલા.મારો કોઈ ઈરાદો નથી કોઈને વગોવવાનો.વડોદરાના એક વહોરાજી જોડે મારે વાત થએલી.એમના કહેવા મુજબ ગુજરાતના બ્રાહ્મણો મુસ્લિમ બની વહોરા થએલા ત્યારે જે જનોઈઓ ઉતારેલી તેનું વજન હજાર મણ થએલું.કદાચ વજન બાબતે અતિશયોક્તિ હશે, શું આ બધા પ્રેમ થી વટલએલા? મહમૂદ ગજનીએ સોમનાથ ના લિંગ ને લપેટાએલા ત્રીજા નેત્ર ખુલવાની રાહ જોતા હજારો બ્રાહ્મણોને કાપી નાખેલા એતો રાજા હતો,એ કોઈ આંતક વાદી હતો? કે એનો ધર્મ બજાવતો હતો?બધા મુસ્લિમોને આંતક માં રસ નાં હોય એ સ્વાભાવિક છે,એવા મુસ્લિમોની સરાહના કરવી જોઈએ.એવા મુસ્લિમો થકી જ આંતકવાદ અટકી શકે,જેઓ કુરાન ના સાચા અર્થ લોકોને એમના આંતકી ભાઈઓને સમજાવી શકે.આ લેખની નીચે જેજે મુસ્લિમ ભાઈઓએ અભિપ્રાય આપ્યા છે એ બધા આવા સરાહનીય ભાઈઓ છે એવું માની શકાય અને આ લોકોના લીધે આશાનું કિરણ દેખાય છે.

  • MAZHAR M. KANSARA

    બધા ડાહી ડાહી વાતો કર્યા વગર જૌહર કાનપુરી નો આ શેર વાંચી લો તો સારું રહેશે …

    ઇસી ખરાબે કી ઇસી ખાક્દાન કી મીટ્ટી,
    મેરી શિનાખ્ત હૈ હિન્દોસ્તાં કી મીટ્ટી ,
    મૈ ઇસે છોડ દુ કૈસે ???…
    કી ઇન ઝમીનો મેં મિલી હુઈ હય મેરે ખાનદાન કી મીટ્ટી

    ધહર્ કે ફૂલ અપને , રાત કી રાની હમારી થી ,
    યહી વો સર ઝમીં હય, જીસપે સુલતાની હમારી થી.
    કિસી આતંકવાદી સંગઠન કા સર નહિ ઉઠા……. ,
    હુદુદે-મુલ્ક મેં જબ તક નિગેહબાની હમારી થી ,

    સદાકત પે જો હય, વો રેહ્બરી તસ્લીમ કરતા હું ,
    જો સચ્ચા રેહનુંમાં હય, ઉસકી મેં તા’ઝીમ કરતા હું
    ત’આસ્સુફ કો બઢાવા દેને વાલો રેહબરો બોલો,
    ઝમીરો-સર્ફ કે સૌદાગરો અપની ઝૂબાને ખોલો,
    તુમ્હારા ફર્ઝ ક્યા હય, ઔર યે ક્યા કર રહે હો તુમ !!,
    જવાનાને-વતન કે દિલો મેં નફરત ભર રહે હો તુમ !!
    ઝરૂરત હય ઉજાલે કી, અંધેરા કર દિયા તુમને !
    કે લફઝે -રેહનુંમાઈ કો ભી ગંદા કર દિયા તુમને !
    તીજારત કરકે લાશો કી , મહેલ તા’મીર કરતે હો ,
    ગરીબો કે લહૂ સે ઝીંદગી મેં રંજ ભરતે હો !
    યે કમઝોર આદમી ક્યા , જાનવર ગભરાયેગા તુમસે, ……
    જીયોગે જબ તલક, શૈતાન ભી શરમાયેગા તુમસે
    ગરીબોં કે નગર મેં જબ ભી કત્લેઆમ હોતા હય,
    તુમ્હારે બાઝૂઓમેં હુસ્ન , લબ પર જામ હોતા હય
    તુમ્હારે હી ઇશારો પર ચમન મેં આગ લગતી હય ,
    તુમ્હારે કારનામો સે બદન મેં દાગ લગતી હય
    તુમ્હે ન હિંદુ સે હમદર્દી , ન મતલબ હય મુસલમાં સે,
    વફા કા સર્ફ ન ગીતા સે લિયા તુમને, ન કૂર’આં સે
    મગર મઝહબ કા નામ આ જાયે તો નારે લગાતે હો ,
    યહાં ગૈરો-હરમ કે નામ પર ઝગડે કરાતે હો !!!
    ચલાયા જંગલી કાનૂન ઇન્સાનો કી બસ્તી મેં ,
    ગિરાયે હે મંદિરો મસ્જીદ તુમ્હારી સરપરસ્તીમે
    મેં શાયર હું …જો દેખૂંગા વોહી હર બાર લીખ્ખુંગા, …
    તુમ્હે ગદ્દાર લીખ્ખા હય,…… ગદ્દાર લીખ્ખુંગા
    શિયાસત ઇસ વતન કી ઇસ કદર ગંદી ન થી પેહલે,
    રીદા-એ-માદરે-હિન્દોસ્તાં મૈલી ન થી પેહલે,
    મગર પેહલે શિયાસત મેં લફંગે ભી ન આયે થે ,
    ગલી કે ચોર ચક્કે , જેબ-કતરે ભી ન આયે થે ,
    શરીફ ઇન્સાં જો હોતા થા વોહી પેહનતા થા ખદ્દર ,
    જો બાઇઝ્ઝત હુવા કરતા થા વોહી બનતા થા લીડર
    મગર અબ તો શરીફ ઇન્સાં કી ગુંજાઇશ બહોત કમ હૈ ,
    શિયાસત મેં વોહી આતા હૈ જિસકે હાથ મેં બમ હૈ.
    શિયાસત એક બહોત હી માસૂમ ઔર પાકીઝા લડકી થી ,
    બળે-બૂઢો કી આંખો કા યે તારા બન કે રેહતી થી
    મગર કમ્ઝર્ફ ઇન્સાનોને ઈશ્મત બેચ દી ઇસકી ,
    બરાએ ફાયદા કોઠે પે અઝમત બેચ દી ઇસકી ,
    હવસ કી આગ ને બેદાગ દામન કો જલા ડાલા,
    કે બદ-કિરદાર લોગોને ઇસે રંડી બના ડાલા
    ત’આસ્સુફ કો બઢાવા દેને વાલો રેહબરો બોલો,
    ઝમીરો-સર્ફ કે સૌદાગરો અપની ઝૂબાને ખોલો,
    મેરે અસ’આર સે તકલીફ તો કોઈ નહિ પોંહચી, ? ?
    તુમ્હારે દિલ પે કોઈ ચોટો-ચારી તો નહિ પોંહચી, ??
    અગર તકલીફ પોંહચી હય તો ફિર …….
    ખુદ કો બદલ ડાલો……….
    ખુદ કો બદલ ડાલો……….
    ખુદ કો બદલ ડાલો…..

    – જૌહર કાનપુરી

  • alhaj said

    લેખ વન્ચિ ને હુ ખુશ થયો.ઇસલામ એ સાચો ધર્મ શ્ક જ નથિ લેકિન જો કોઇ ખરાબ કામ કરે તો ધ્ર્ર્ર્મ નો વાન્ક નો હોઇ . ઇઝ્રરેઈલ જો ગઝા મા બોમ્બારિ કરિ એનો મત્લબ નાના બુદ્દા ને મારિ નાખો.શુ તેઓના ધર્મ
    આ રજા આપે શ્કે ?

    • Gulamabbas Kapasi

      It’s a very thoughtful process to enlighten people on such subjects. I welcome and appreciate. The participants need to be encouraged to pour their thoughts on religions’ philosophy on mankind. It is known fact that no religion teaches violance.

  • કાસીમ અબ્બાસ -કેનેડા

    “થોડાક એવા મતલબી લોકો, જે બદનસીબે અમારા મઝહબના છે, એમણે આખા વિશ્વમાં ઇસ્લામની બદનામી કરી મૂકી છે. ક્યાંય ઇસ્લામમાં એવું કહ્યું નથી કે આમ બેદર્દીથી લોકોને માર્યા કરો…”

    “ચાચા, એમ તો અમારેય કરોડો દેવતા છે, કેટલાય દેવ દેવીઓ છે, અને તેમને માનવાવાળા કેટલા જુદા છે. અમારા ધર્મમાં કેટલા ફાંટા છે, હજારો પંથો છે, કાળા કામ કરી કેસરી કપડા પહેરી ફરતા સાધુબાવાઓથી અમારો સમાજ ગટરની જેમ ઉભરાય છે, પણ તોય સમાજ તેમને એટલા ઉંચા દરજ્જે બેસાડે છે કે નીચેના અદના આદમીને તેમના ગુનાઓ નાના જ દેખાવાનાં. એમના આશ્રમો વેપારીની દુકાન કરતાંય વધારે ભયાનક ધંધો કરે છે, ભાષણ કરવાના લાખો કરોડો પડાવે છે. મોંઘી ગાડીઓમાં આવી સમાજને મોહમાયાથી મુક્ત થવાનો તેઓ સંદેશ આપે છે, ઠંડા કલેજે હત્યાઓ કરાવે છે, કરોડોનો વેપલો કરે છે અને શરમની બધી સીમાઓ ક્યારનાય પાર કરી ગયા છે…. અમે ભગવાનના ભક્ત છીએ તો તમે પરવરદિગારના બંદા, અને જયારે બધાંનો ઇશ્વર એક છે તો પછી ભેદ કેવા? આપણા બધાનો વિરોધ આતંકવાદ સામે હોવો જોઇએ જેણે ધર્મને પોતાના નઠારા કામ માટે માધ્યમ બનાવી તેની પવિત્રતાને બગાડી.”

    હૂં ઉપરના વિચારો સાથે સંપુર્ણ સહમત છુ.

    કાગડા બધે કાળા. ધર્મ ના નામે ધતિંગ દરેક ધર્મ માં જોવા મળે છે.

    ધર્મ માનવતા શીખાડે છે. જે માનવી ધર્મ નો ઝબ્ભો પહેરી ને માનવતા નો પાઠ ન શીખે તેને અધર્મી જ કહી શકાય.

  • સુરેશ જાની

    બહુ જ સરસ લેખ અને સંવાદ. થોદોક ટુંકાવી શકાયો હોત તો સારું.

    પણ ઈસ્લામને સમજવા માટે બહુ જ જરુરી વાત કહી.
    આમ જ સમાજમાં સામાન્ય સમજ વ્યાપક બનશે ; અને ઝનુની વલણો હળવાં બનતાં જશે .

    એક જ માનવધર્મ આખા વિશ્વમાં પ્રચલિત બને , તે પહેલાં આવા સંવાદો વધુ ને વધુ થાય તે બહુ જ કામની વાત છે. લોહીનો રંગ બધે લાલ જ હોય છે; અને શરીરના પ્રત્યેક કોષના કેન્દ્રમાં રહેલા જિવંત તત્વને કોઈ ધર્મ કે ભાષા નથી હોતી.

  • Brinda

    મને ચાચાની અને સાથે અન્ય હિન્દુ વ્યક્તીઓને પોતાના ધર્મને ક્રીટીકલી ચકાસવાની નિખાલસતા ગમી. મારો અનુભવ રહ્યો છે કે આપણે હંમેશા બીજા તરફ આંગળી ચીંધતા હોઇએ છીએ પણ પોતાના તરફની ૪ આંગળીને નજર અંદાજ કરતા હોઇએ છીએ. આવો સુંદર સંવાદ શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર!

  • sapana

    જીગ્નેશભાઈ,
    તમારો આભાર તમે આ સંવાદ લઈ આવ્યા તેના માટે…ઈસ્લામને બદનામ ન કરી શકાય ફ્ક્ત કેટલાક આંતકીઓના ફતવાથી,…એ લોકો જીવતા નથિ અને જીવવા દેતા નથી..મહમદસાહેબના વ્યકતીત્વ પરથી ખબર પડે છેકે ઇસ્લામ કૅટલો શાંતિપ્રિય હતો અને જેહાદને નામે જે કત્લેઆમ ચાલે છે તે શું મહમદસાહેબ હોત તો ચાલત્?ક્યારેય નહી..તમારો આભાર આ સંવાદ લાવવા માટે
    સપના