સાહિત્યકાર મુજબ સંગ્રહ... : લિઓ બબૌતા


સર્જનાત્મકતા આડેના અવરોધ પાર કરવાની રીત.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 7

આપણે સર્જનની સામેના અવરોધોથી કાયમ માટે છૂટકારો મેળવી શક્તા નથી – એ કળાસર્જન હોય, વ્યવસાય માટે હોય કે લેખન પ્રવૃત્તિ હોય. અવરોધ કાયમ ઉભો થવાનો જ છે, પણ તેને હરાવી એ અવરોધને પાર કરવાની રીત આપણે શીખવી જ રહી. શું તમે પણ આ અવરોધ અનુભવો છો? તમને પણ તમારી હાથ પરનું કામ મુલતવી રાખવાની ઈચ્છા સામે લડો છો? તમે પણ રોજ સર્જન કરવા માંગો છો પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં અને મનને અન્યત્ર જતું રોકવામાં મુશ્કેલી પડે છે? તો સર્જનની આ આદતની આડે આવતા વિઘ્નોને પાર કરીને એ ધ્યાન ફરીથી કેન્દ્રિત કરી શકાય એ માટેની રીત વિશે વાત કરીએ…


ઝેરી લોકો સાથે કામ પાર પાડવાની રીતો.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 9

સ્વભાવની કડવાશ નકારાત્મક લાગણીઓને ખૂબ પ્રોત્સાહન આપે છે, અને એ અંતે અધોગતિ તરફ દોરી જાય છે, કડવાશનો જવાબ કડવાશથી આપવો એ પણ એક પ્રકારની નકારાત્મકતા જ છે. આવી નકારાત્મક લાગણીને દૂર કરવાનો ઉપાય છે હકારાત્મક વિચારો, લોકો અને પરિસ્થિતિઓથી સતત ઘેરાયેલા રહેવું જેથી અન્યોનો મુકાબલો કરતા આપણે આપણો મૂળભૂત સ્વભાવ ગુમાવી કડવા ન બની બેસીએ. આશા છે આજનો આ લેખ હકારાત્મક બનવા વિશેના કેટલાક સચોટ અને પ્રાયોગિક સૂચનો આપી શક્શે. ઝેનહેબિટ્સ પરથી લેવાયેલ લીઓ બબૌતાના આ લેખ નો ભાવાનુવાદ જીજ્ઞેશ અધ્યારૂએ કર્યો છે.


અતિવ્યસ્ત જીવનમાંથી તણાવ ઘટાડો – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 6

લિઓનો બ્લોગ મારા વ્યવસાયિક જીવનમાં અનેક વખત ઉપયોગી થયો છે, અને ઉપરોક્ત અનુવાદ કર્યો છે એ લેખને હું લગભગ નિયમિતપણે વાંચતો રહું છું, આવા અનેક લેખ જીવનને સરળ બનાવવામાં મદદ કરે છે. ઝેનહેબિટ્સની હેબિટ ઘણીવાર નાની બાબતો પર મોટી વાત કહી જાય છે. આ સુંદર લેખ બદલ લિઓનો આભાર, આશા છે મારી જેમ અન્ય વાચકોને પણ આ બાબતો ઉપયોગી થશે.


સરળ, છતાં રસપ્રદ જીવન… – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 8

જીવનને સરળ બનાવવું એટલું સરળ નથી. લિયોની વેબસાઈટની મદદથી છેલ્લા કેટલાક સમયથી ઝેન વિચારસરણી સાથે પરિચિત થયો. કેટલું આશ્ચર્યજનક છે કે ઝેન શબ્દ આપના સંસ્કૃતના શબ્દ ‘ધ્યાન’ પરથી જ ઉતરી આવેલો છે – ઝેન ફીલસૂફી એ કોઈ પણ ક્રિયાને ધ્યાનપૂર્વક કરવાની પદ્ધતિ છે, સરળતાપૂર્વક અને સહજતાથી તેનો પૂરો આનંદ લઈને કરવાની પદ્ધતિ છે. આજે જીવનમાં મોટા ફેરફારો નહીં પણ નાનકડા બદલાવોની જરૂર છે અને એવી જ કેટલીક સામાન્ય પણ ઉપયોગી વાતો અહીં મૂકી છે. પ્રેરણા લીધી છે લિયોના બ્લોગ પરથી જ પણ તેમાં મારા અનુભવો અને વાતો ઉમેર્યા છે. આશા છે વાંચકમિત્રોને પસંદ આવશે.


સાદુ જીવન જીવવાના મહામંત્રો – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 14

‘જીવન’ એ એક શબ્દના જ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ માટે ભિન્ન ભિન્ન અર્થો અને અલગ અલગ કિંમત હોય છે. મારા માટે તેનો અર્થ છે ખૂબ જ જરૂરી હોય તે સિવાયના બંધનોને, વધારાની જરૂરતોને ફગાવી દેવી, શાંતિ માટે બધી જ ગૂંચવણોને ફગાવીને જીવવું, અને જે તમારા માટે ખરેખર અગત્યનું છે તેના માટે જ જીવવું. ઝેનહેબિટ્સના સર્જક લિઓ બબૌતાના બ્લોગ પરની યાદીને સરળ કરીને અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે જે જીવનને સરળ કરવાની કેટલીક રીતો બતાવે છે.


કેમ રહેવુ શાંત એક સંતની જેમ.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 8

હકારાત્મક સાહિત્ય કે પ્રેરણાદાયી સાહિત્યથી આજના પુસ્તકભંડારો ઉભરાય છે અને એ વિષય પર કેટલીય વાતો લખાયા કરે છે, પરંતુ એ વાતોમાંથી ક્યાંય કોઈ તારણ નીકળી શકે એવું બનતું નથી. ઈન્ટરનેટ પર કેટલીક સુંદર અને ખૂબ વંચાવી વેબસાઈટસમાંની એક એટલે લીયો બબૂતાનો બ્લોગ “ઝેનહેબિટ્સ”, ટાઈમ મેગેઝીન દ્વારા શ્રેષ્ઠ પચાસ બ્લોગમાં જેને પ્રથમ સ્થાન અપાયું હતું એવા આ બ્લોગનું નામ તેના કામ જેટલું જ અનોખું છે. જીવનને વધુ સરળતાથી જીવવા અને પૂર્ણ સ્વરૂપે માણવાની વાતો કહેતો આ બ્લોગ કોપીરાઈટથી તદ્દન મુક્ત છે. પ્રતિભાવો પણ અહીં તમને જોવા નહીં મળે, જે કહેવું છે એ સચોટ કહેવાની ક્ષમતા અને તેની પૂરતી સમજણ સાથેનો આ બ્લોગ મારા વાંચનક્રમમાં અગ્રસ્થાને છે. આજે પ્રસ્તુત છે એમાંથી જ એક લેખનો ભાવાનુવાદ, આ સંપૂર્ણ અનુવાદ નથી, ઘણો ઉમેરો અને બાદબાકી કરી છે, પરંતુ વિભાવના એ જ રાખી છે.