સાહિત્યકાર મુજબ સંગ્રહ... : મીનાક્ષી ચંદારાણા


જીવતર – મીનાક્ષી ચંદારાણા 7

ડોશીને ક્યાંય સુખ નહોતું. છોકરાને સમજાવ્યો, પણ એ માન્યો નહીં. ટોળાનો શું કે એકલદોકલનો શું. કોઈનોય ભરોસો કરાય એવું રહ્યું નહોતું. એવામાં કર્ફ્યુંમાં છૂટ મુકાઈ. શેઠનો સંદેશો આવ્યો કે છોકરાએ દુકાને જઈને કીમતી સામાન ઘરભેગો કરી દેવો. છોકરો તો દુકાને જવા તૈયાર થઈ ગયો. ડોશીને આ જરાય નહોતું ગમ્યું. ડોશીએ છોકરાને કહ્યું કે મૂઉં! પૂળો મૂક એવી નોકરીમાં! પંદર દા’ડે-મહિને, આજ નહીંને કાલ બીજી નોકરી મળી જશે, પણ આ છોકરો માન્યો નહીં, ધરાર ગયો…


ગોટમભાઈ વરસાદમાં.. (બાળવાર્તા) – મીનાક્ષી ચંદારાણા 4

બાળમાનસને નાનપણથી જ જો સાહિત્ય પ્રત્યે રુચિ લેતું કરવું હોય તો બાળસાહિત્યથી સચોટ ઉપાય અન્ય કોઈ નથી. બાળકો માટે જ સરાળ ભાષામાં વિશેષ ઉપલબ્ધ કરાવાયેલ અધ્યાત્મિક કથાઓ, મહાનુભાવોના જીવનપ્રેરક ચરિત્રો, રોજબરોજની ઘટનાઓ અને સમજણને આવરી લેતી નાની વાર્તાઓ, એ બધું બાળકોના માનસ પર સચોટ અસર કરે છે. બાળહાથીની વરસાદમાં નહાવા જવાની ઈચ્છા અને તેની માતાનો તેના પ્રત્યેનો ચિંતાનો ભાવ પ્રસ્તુત વાર્તાના પાયામાં છે. સરસ મજાની આ વાર્તા બાળમિત્રોને ગમશે એવી આશા છે. પ્રસ્તુત બાળવાર્તા અક્ષરનાદ પર પ્રસિદ્ધ કરવાની પરવાનગી બદલ મીનાક્ષીબેનનો ખૂબ ખૂબ આભાર.


બેગમ અખ્તર, આજ ભી… – અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા 8

ગઝલ શબ્‍દ કાને પડે, તેની સાથે તરત જ બે નામ ગઝલના પર્યાય સ્‍વરૂપે માનસપટ પર અનિવાર્ય રીતે ઝબકી જાય. શબ્‍દો માટે મિર્ઝા ગાલિબ, અને સ્‍વરો માટે બેગમ અખ્‍તર. ગઝલના માણતલ થવું હોય, તો આ બે નામોના જાણતલ થવું અનિવાર્ય! અને બેગમનું નામ પડે એટલે ભલભલા ગઝલગાયકો ગાવાનું બંધ કરી, ઊભા થઈ, અદબ વાળીને કતારબંધ ઊભા રહી જાય! બેગમનો સ્‍વર દૂરથી પણ કાને પડે એટલે ગઝલશોખીનો કાન સરવા કરીને અને આંખો બંધ કરીને, બધાં કામકાજ છોડીને, ડૂબી જાય એ મદહોશ કરી મૂકતા અવાજને સાંભળવામાં! બેગમ અખતર! ભાગ્‍યે જ કોઈ એવો ગઝલશોખીન જોવા મળે, જેણે બેગમ અખ્‍તરની ગઝલો સાંભળી ન હોય! જેણે બેગમના અવાજની મધુરતા માણી નથી તેણે ગઝલગાયકીને જરાયે જાણી નથી એવું કહેવામાં જરાયે અતિશયોક્‍તિ નથી. આજે છે તારીખ ૭મી ઓક્ટોબર, બેગમ અખ્તરની જન્મતીથી. આ પ્રસંગે શ્રી અશ્વિનભાઈ અને મીનાક્ષીબેન ચંદારાણાની કલમે માણીએ બેગમ અખ્તરની જીવનઝાંખી


ઉસ્તાદ બિસ્મીલ્લાહખાન (21-03-1916 - 21-08-2006)

સરાઈ હરાની એક સવાર… – મીનાક્ષી ચંદારાણા 14

ભારતનું સર્વશ્રેષ્ઠ નાગરીક સન્માન ભારતરત્ન જેમને મળ્યું છે તેવા, શરણાઈ જેવા શાસ્ત્રીય વાદ્યને વિશ્વમાં એકલે હાથે પ્રચલિત કરનાર, આઠથી વધારે દાયકાઓ સુધી શરણાઈની અખંડ ઉપાસના કરનાર ઉસ્તાદ બિસ્મીલ્લાહખાન સંગીત દ્વારા પ્રેમ અને શાંતિનો સંદેશ પ્રસરાવનારા સરસ્વતીના એક અદના ઉપાસક હતાં. ભારતના પ્રથમ સ્વતંત્રતા દિવસ, ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ના રોજ પંડિત જવાહરલાલ નહેરૂના આમંત્રણને માન આપીને તેમણે લાલકિલ્લામાં શરણાઈના સૂરો રેલાવ્યા હતા તો ૨૦૦૨માં પ્રસિદ્ધ ‘સ્વદેશ’ ફિલ્મમાં પણ તેમની શરણાઈનો જાદુ ફેલાયેલો. ઉસ્તાદજીની મઝાર અને તેમના કુટુંબની એક પવિત્ર સ્થળની યાત્રાએ જતા હોય એટલી જ શ્રદ્ધાથી મુલાકાત કરનાર, મીનાક્ષીબેન ચંદારાણાનો પ્રસ્તુત અનુભવલેખ એક અવિસ્મરણીય મુલાકાત તો છે જ, વાંચકો માટે પણ એક હ્રદયંગમ અનુભવ બની રહે છે.


એ સમયની વાત સાંભળ… – મીનાક્ષી ચંદારાણા 6

પ્રસ્તુત ગઝલ ‘એ સમયની વાત સાંભળ…’ બદલાતા સમય, આધુનિકીકરણ – શહેરીકરણ અને જીવનપદ્ધતિઓ સાથે તાલ મેળવી રહેલા માનવે ગુમાવેલી અનેક યાદગાર વાતોનો સુંદર સંચય લઈને આવે છે. આ બધી સવલતોને કાંઈ વર્ષો વીતી ગયા નથી… હમણાં, આ નજીકના ભૂતકાળમાં આપણી પાસે આ બધુંય હતું, પણ આજે એને કોરાણે મૂકીને આગળ વધી ગયેલા આપણે હવે ફક્ત એ સમયની વાત જ સાંભળવાના. અક્ષરનાદને આ સુંદર રચના મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ મીનાક્ષીબેન ચંદારાણાનો ખૂબ ખૂબ આભાર.