એ સમયની વાત સાંભળ… – મીનાક્ષી ચંદારાણા 6


૧).

ધાન જાડાં ફાવતા’તાં એ સમયની વાત સાંભળ,
છાસ ખિચડી ભાવતા’તાં એ સમયની વાત સાંભળ.

દાદીમાના નેજવાની છાંયમાં બેસી શરમના,
ત્રાજવાં ત્રોફાવતા’તાં એ સમયની વાત સાંભળ.

બંગડી, રૂમાલ, બુટ્ટી, માછલી, ઝાંઝર, પટોળાં…
આંખથી મંગાવતા’તાં એ સમયની વાત સાંભળ.

ગાર માટી, ઓકળી, પિત્તળના બેડાંશાં જતન દઈ,
જાતને મંજાવતા’તાં એ સમયની વાત સાંભળ.

એ સમય, પરદેશ જ્યારે ખૂબ દૂર… બહુ દૂર રહેતો,
સીમને લહેરાવતા’તા એ સમયની વાત સાંભળ.

કંકુ-ચોખા-આટણાં ને સાથિયા ઉંબર ઉપરનાં,
સૂર્યને લલચાવતા’તાં એ સમયની વાત સાંભળ.

લીમડાની છાંયમાં મર્મર ધ્વનિના લાડ દઈને,
ગ્રીષ્મને સહેલાવતા’તાં એ સમયની વાત સાંભળ.

મીંદડી, બકરી, કબૂતર, વાંદરા, કાગા, ચકી સૌ …
ચિત્તને બહેલાવતા’તાં એ સમયની વાત સાંભળ.

૨).

ધાન જાડાં ફાવતા’તાં એ સમયની વાત સાંભળ,
છાસ ખિચડી ભાવતા’તાં એ સમયની વાત સાંભળ.

નીતર્યાં સુખ લાવતા’તાં એ સમયની વાત સાંભળ.
ઘેર અતિથી આવતા’તાં એ સમયની વાત સાંભળ.

ફેફસા મજબૂત, હ્રદય સાબૂત અને ઉન્નત ઈરાદા,
ચીપિયા ખખડાવતા’તાં એ સમયની વાત સાંભળ.

એકતારો ને મંજીરાના મધુર અસબાબ લઈને,
કાળને હંફાવતા’તાં એ સમયની વાત સાંભળ.

ખાસ ઝાઝું નહીં ભણેલા, મેલા-ઘેલા, કાલા ઘેલા,
લોક આંબા વાવતા’તાં એ સમયની વાત સાંભળ.

હો ઝળ્યું પહેરણ ભલે એમાં ખુશીથી લઈને ટેભા,
આભને સંધાવતા’તાં એ સમયની વાત સાંભળ.

ગળતી રાતે ઓટલા પર કંઠને વહેતો મૂકીને,
ચાંદને ઝુલાવતા’તાં એ સમયની વાત સાંભળ.

– મીનાક્ષી ચંદારાણા

‘હેઈ ! હેઈ !’ તથા ‘રંગબેરંગી’ જેવા સુંદર બાળ કાવ્યસંગ્રહ અને ‘વારતા રે વારતા’ રૂપે બાળવાર્તાસંગ્રહ આપનારા મીનાક્ષીબેન ચંદારાણાની આ ઉપરાંત ગઝલરચના, નવલિકાઓ અને અછાંદસ એમ સર્જનના અનેક સ્વરૂપોમાં હથોટી છે. તેમની કૃતિઓ અનેક ઉલ્લેખનીય સંપાદનોમાં લેવાઈ છે તો તેમના સર્જનોએ અનેક પારિતોષિકો પણ જીત્યા છે. પ્રસ્તુત ગઝલ ‘એ સમયની વાત સાંભળ…’ બદલાતા સમય, આધુનિકીકરણ – શહેરીકરણ અને જીવનપદ્ધતિઓ સાથે તાલ મેળવી રહેલા માનવે ગુમાવેલી અનેક યાદગાર વાતોનો સુંદર સંચય લઈને આવે છે.

વડીલો દ્વારા કહેવાતી… ‘અમારા વખતમાં તો….’ જેવા શબ્દો સાથે શરૂ થતી સંભારણાની સફરે જાણે લઈ જાય તેવી આ સુંદર ગઝલ કાંઈક મેળવવા કેટલું ગુમાવવુ પડ્યું છે તેની જાણે એક સચોટ યાદી આપે છે. આ બધી સવલતોને કાંઈ વર્ષો વીતી ગયા નથી… હમણાં, આ નજીકના ભૂતકાળમાં આપણી પાસે આ બધુંય હતું, પણ આજે એને કોરાણે મૂકીને આગળ વધી ગયેલા આપણે હવે ફક્ત એ સમયની વાત જ સાંભળવાના. અક્ષરનાદને આ સુંદર રચના મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ મીનાક્ષીબેન ચંદારાણાનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “એ સમયની વાત સાંભળ… – મીનાક્ષી ચંદારાણા

 • suraj

  મિનક્ષિબેન આ કવિતા હુ મરા મમ્મિ- પપ્પા ને જરુર્થિ વન્ચાવિશ્.

 • jaykant jani

  ખુબ સરસ કાવ્ય છે

  મિનાક્ષિ ચંદારાણા

  અભિનંદન

  જયકાંત (અમેરીકા )

  જીન્સ ટોપ ફાવતા’તાં એ પરદેશની વાત સાંભળ,
  પિઝ બર્ગર ભાવતા’તાં એ પરદેશની વાત સાંભળ.

  ન્યુયોર્કની ફુટ્પાથ પર બેસી બેશરમીથી,
  અંગે ટેટુ ચિત્રાવતા એ પરદેશની વાત સાંભળ.

  ટી. વી, સેલ ફોન , એ.સી, ફર્નિચર , ગૈમ્સ , ટિકીટ…
  ઑન લાઇન મંગાવતા’તાં એ પરદેશની વાત સાંભળ.

  નેઇલ, આઇ બ્રો, લિપ્સ , ત્વચાની ઝાંખાશ ટાઇમ દઈ,
  બ્યુટીને નિખારતા’તાં એ પરદેશની વાત સાંભળ.

  એ સમય, બોય ફ્રેન્ડ જ્યારે ખૂબ દૂર… બીજા સ્ટેટમા રહેતો,
  હગી પિલો છાતીએ દબાવતા એ પરદેશની વાત સાંભળ.

  સમરમા, બિચની ભીની સેન્ડ પર દેહ પાથરી ,
  બોય ફ્રેન્ડો ને લલચાવતા’તાં એ પરદેશની વાત સાંભળ.
  .

  આઇ પોડની સિસ્ટમમાં રોક મ્યુઝિક લાઉડ કરીને,
  કાનને સહેલાવતા’તાં એ પરદેશની વાત સાંભળ,
  કાર્ટૂન , હેરી પોર્ટર, હેલોવીન , ગેઇમ, બર્થ ડે પાર્ટી , , સ્કેટીંગ બધુ …
  ચાઇલ્ડ હુડને બહેલાવતા’તાં એ પરદેશની વાત સાંભળ,
  .

 • Kedarsinhji M.Jadeja

  વો કલરવ કહાં ગયા?

  વિદ્યા મંદિર કે પાંસ ગુજરતે, મૈને દેખા એક તમાશા
  બોજ ઢો રહી ગધે કી ભાંતી, દેશ કી ઉજ્વલ આશા…

  નીંદ કે મારે આધે શહર ને, છોડા નહીં થા બિસ્તર
  નન્હા ફુલ તબ દૌડ રહાથા, ઠુંસકે પુસ્તક દફ્તર..

  દેખ કે ઐસી હાલત ઉસકી, આંખ મેરી ભર આઇ
  બાલ ચરિત્ર કા હનન કરે જો, કૈસી પઢાઇ યે આઇ..

  ભોર ભયે કભી તરૂવર પર નિત, ચિડિયાં ચેહકા કરતી
  ઘર આંગનમેં માસુમ ટોલી, કિલકારી થી કરતી…

  ગોટી લખોટી ગીલ્લી ડંડા, છુપા છુપી સબ છુટા
  ભૂલ ગયા બચપન અબ બચ્ચા, મિત્ર ન બાલ લંગોટી..

  ભૈડ બકરીસા ભરકર બાલક, દૌડતી ઓટો રીક્ષા
  પાઠ શાલાસે ટ્યુશન ભાગે, શિક્ષા હે યા પરિક્ષા..

  જીસકી નહીં જરૂરત ઐસે, વિષય ઉસે ના પઢાવો
  યે કુદરત કી અમુલ્ય દેન હે, યંત્ર ના ઉસે બનવો…

  ભોલાપન ઉસકા મત છીનો, કુછ કરો ઉનપર ભી દયા
  “કેદાર” કહીં ના પ્રશ્ન યે ઉભરે, “વો કલરવ કહાં ગયા”?…

  રચયિતા
  કેદારસિંહજી મે જાડેજા
  ગાંધીધામ કચ્છ.
  http://www.kedarsinhjim.blogspot.com