સાહિત્યકાર મુજબ સંગ્રહ... : મહેન્દ્ર નાયક


માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ (ઈ-પુસ્તક ડાઊનલોડ) – મહેન્દ્ર નાયક 7

મહેન્દ્રભાઈ નાયકના ‘શિવસૂત્ર પૂર્વભૂમિકા’ ઈ-પુસ્તકના તેરહજારથી વધુ ડાઊનલોડ થયા છે જ્યારે ‘જ્ઞાનનો ઉદય’ પણ તેરહજારથી વધુ ડાઊનલોડ પામ્યું છે. તેમનું પુસ્તક ‘પ્રણવબોધ’ અક્ષરનાદ પર થોડા સમય પહેલા પ્રસ્તુત થયું હતું અને એ પણ વાચકોના અપાર પ્રેમને પામ્યું. આધ્યાત્મિક લેખનશ્રેણી અંતર્ગત આજે પ્રસ્તુત થઈ રહેલ પુસ્તક ‘માણ્ડૂક્ય ઉપનિષદ : ધ્યાન પ્રક્રિયા અને પ્રણવ’ મહેન્દ્રભાઈ નાયકનું અક્ષરનાદ પર ચોથું પુસ્તક છે. માણ્ડૂક્ય ઉપનિષદનો સૂર મુખ્યત્વે ગૂઢ અને પવિત્ર એવા ૐ કાર અંગેની પૂર્ણ જાણકારી આપવાનો જ રહ્યો છે, જેથી એ જાણકારી મેળવીને સાધક પોતાના મનને યોગ્ય રીતે કેળવે અને તદ્ઉપરાંત ધ્યાન ધરીને, પોતાના આત્માને પરમ વાસ્તવિક્તા સાથે એકરૂપ કરી શકે. આ સુંદર પુસ્તક અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં આજથી ઉપલબ્ધ થયું છે એ બદલ મહેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર.


પ્રણવબોધ.. (ઈ-પુસ્તક ડાઉનલોડ) – પ્રસ્તુતિ મહેન્દ્ર નાયક 4

જગદગુરુ આદ્યશઙ્કરાચાર્ય ભગવાને મુમુક્ષુઓ માટે એક સૂત્રરૂપ નિબંધ લખ્યો છે. આ નિબંધ માણ્ડૂક્ય ઉપનિષદ્ ને આધારે લખાયો છે.

“माण्डूक्यमात्रमेवालं मुमुक्षुणां विमुक्तये” અર્થાત એકમાત્ર માણ્ડૂક્ય ઉપનિષદ જ મુમુક્ષુઓની મુક્તિ માટે પર્યાપ્ત છે તેમ જ એ મુક્તિના સાધન, બ્રહ્મ અને આત્માના ભેદનું જ્ઞાન છે. તેથી આ નિબંધ સૂત્રરૂપ હોવા છતાં અધિકારીના બ્રહ્માત્મૈક્ય બોધ માટેનું પૂર્ણ સાધન છે. આ જ કારણે મુમુક્ષુ પરમહંસ સંન્યાસીઓ આનો નિત્ય નિયમથી અભ્યાસ કરે છે, અને એના અભ્યાસના ફળ સ્વરૂપ આત્મસાક્ષાત્કાર કરીને કૃતાર્થ થઈ જાય છે.

માણ્ડૂક્ય ઉપનિષદમાં ઓઙ્કાર (પ્રણવ)ની વ્યાખ્યા વડે બોધ કરાવવામાં આવ્યો છે. પ્રસ્તુત નિબંધ પણ એ જ સ્વરૂપે હોવાને કારણે પ્રણવની મદદથીજ બોધનું સાધન બને છે. આજથી અક્ષરનાદ પર આ પુસ્તક ડાઊનલોડ માટે નિઃશુલ્ક ઉપલબ્ધ છે. એ માટે જાઓ અક્ષરનાદ ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગમાં


ગીતાબોધ.. – મહેન્દ્ર નાયક 5

દરેક માનવીનું કુરુક્ષેત્ર તેના પોતાના મનમાં જ રહેલું છે, જ્યાં મહાભારતનું યુદ્ધ સતત ચાલ્યા કરતું હોય છે. ત્યાં યુદ્ધિષ્ઠિર છે, દુર્યોધન અને અર્જુન પણ છે અને સાથે કૃષ્ણ પણ, આવશ્યકતા છે કેવળ એ સૌને ઓળખવાની. કામ છે તો કપરું પરંતુ અસંભવ નથી જ. આ અંદરની ઓળખ માટે એક માત્ર શરત એ છે કે માનવી બહારની દુનિયાની નિરર્થકતાને સમજે. જે રીતે ઠોકર વાગ્યા બાદ જ માનવી સજગ બની સાવધાની વર્તે છે, તે જ રીતે બહારની આ દુનિયા એને જ્યારે કોઈ પાઠ ભણાવે, ત્યાર બાદ જ એને માટે અંદર દ્વાર ખૂલે છે. એ એને શરણે જાય છે અને ત્યારે જ એને માટે કૃષ્ણ સારથી બનીને આવે છે, એને વિરાટના દર્શન કરાવે છે. આવી ઠોકર વાગે ત્યાં સુધી રાહ ન જોવી હોય તો આસપાસ નજર કરો, આંખો ખુલ્લી રાખો, કોઈ ને કોઈ જરૂર દેખાશે જેણે ઠોકર ખાધી હોય, એમાંથી શીખ લો, તેનો આભાર માનો અને સાવધાન થાઓ. તમારી અંદરના પાત્રને ઓળખો અને તેની પાસે એવી રીતે કામ લો કે તમારૂં જીવન સરળ બને અને તમને તમારા કર્મોથી મુક્તિ મળે. કેવી રીતે? તે માટે અર્જુનને કૃષ્ણએ આપેલો ઉપદેશ એ સૌથી ઉત્તમ માર્ગદર્શન છે, તો ચાલો જોઈએ એ આપણને કેટલું ઉપયોગી થાય છે.


બાળગીતા – મહેન્દ્ર નાયક (ઈ-પુસ્તક ડાઉનલોડ) 3

વિષ્ણુપુરાણમાં એક કથા છે, જેમાં અતિશય અત્યાચારો અને પાપોથી ત્રાસેલી પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરી વૈકુંઠમાં વિષ્ણુ પાસે પહોંચે છે અને પોતાની દયાજનક સ્થિાતિનું વર્ણન કરી પોતાને બચાવી લેવા પ્રાર્થના – આજીજી કરે છે. વિષ્ણું પણ એની કથા સાંભળી ખુબ જ દુઃખી થાય છે અને એને સાંત્વના આપે છે કે એ ટૂંક સમયમાં જ એક ગોપાલના સ્વરૂપે પૃથ્વીએ પર અવતરશે અને એના બધા જ ભક્તોને દુર્જનો, રાક્ષસો અને અસુરોના ત્રાસથી છોડાવશે તથા ધર્મની પુનઃ સંસ્થાંપના કરશે. પરિણામે કપરા સંજોગોમાં કૃષ્ણનનું આગમન થાય છે – ગોકુળ વૃંદાવન તેમનું ધામ બને છે અને એ પોતાનું કાર્ય ત્યાંથીજ આરંભ કરે છે. સમયાંતરે એમણે આપેલા વચન મુજબ પૃથ્વી પરના પાપોને એક પછી એક દુષ્ટો નાબૂદ કરે છે અને અંતે પોતાના મિત્ર – સખા અને ભક્તન અર્જુનને ગીતાનો પાઠ ભણાવી – તેના થકી મહાભારતનું યુદ્ધ જીતીને પોતાનું કાર્ય પૂર્ણ કરે છે.

આજના આ વિષમ કાળમાં દરેક માનવીને પોતાની અંદર અને બહાર ચાલી રહેલા મહાભારતના યુદ્ધને જીતવામાં મદદરૂપ થઈ શકે છે. આ જ્ઞાન અગાઉ પણ વારંવાર વિસરાયું હતું અને આજે પણ એજ પરિસ્થિતી છે, ત્યારે ફરી કોઈ ગોપાલ આવી તમારી રક્ષા કરે તેની રાહ જોયા વિના ગીતાના આ પાઠનો અભ્‍યાસ કરી સૌ પોતપોતાના આંતરિક અને બાહ્ય મહાભારત પર વિજય મેળવશે તો એજ સાચો કર્મયોગ કહેવાશે.


જ્ઞાનનો ઉદય – મહેન્દ્ર નાયક (પુસ્તક ડાઉનલોડ) 2

આપણાં માટે જ્ઞાનના મૂળભૂત સ્ત્રોત વેદો અને પુરાણો જ છે, જે આપણને આપણા પૂર્વજ ઋષિ મુનિઓએ વારસામાં આપ્યો છે. આ ઋષિ મુનિઓ પણ મંત્રદ્રષ્ટા જ કહેવાતા, દ્રષ્ટા એટલા માટે કે એમને આ મંત્રોનું કેવળ દર્શન થતું, જ્ઞાન થતું – એ યુગમાં જ્યારે અક્ષરની ઉત્પત્તિ હજી નહોતી થઈ ત્યારે આ મંત્રો એમને અસ્તિત્વ સાથે અનુસંધાન થતાં કેવળ નાદ કે અવાજ રૂપે જ પ્રાપ્ત થતાં અને એક પેઢીથી બીજી પેઢીને અપાતા. આપણે આજે એને શ્રૃતિ અને સ્મૃતિ સ્વરૂપે ઓળખીએ છીએ. આપણા વેદો, પુરાણો અને ઉપનિષદોમાં સંગ્રહાયેલું આ પાયાનું જ્ઞાન વહેંચવાનો આ એક પ્રયત્ન માત્ર છે, અને કોઈપણ ક્રિયા કે મંત્ર કોઈ એક માનવીનું સર્જન ન હોઈ શકે, એ તો કેવળ એની સમજ મુજબ એને અન્યો સમક્ષ રજુ માત્ર કરે છે. આવાં કેટલાક સુંદર વિચારોને અધ્યાત્મિક રીતે મૂકતું પુસ્તક “જ્ઞાનનો ઉદય” અત્રે મૂક્યું છે. અહીં શ્વાસ વિશે, શરીર અને મન વિશે, વિવિધ શક્તિચક્રો વિશે અને મનની કાર્યપ્રણાલી વિશેના વિચારો આ પુસ્તકમાં આવરી લેવાયાં છે. પ્રસ્તુત પુસ્તક ડાઉનલોડ વિભાગમાં સમાવેશ કરવાની પરવાનગી આપવા બદલ શ્રી મહેન્દ્ર નાયક નો ખૂબ ખૂબ આભાર.