આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,
જે વચન દેતા નથી તેયે નભાવી જાય છે઼
***
એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’,
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે
***
એણે આપી તો ક્ષમા એ રીતે
કંઈ જ સૂઝી નહીં સજા જાણે
***
એનાથી તો સરસ તારી અવહેલના હતી
આ તારી આંખમાં જે ગલત આવકાર છે
***
એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઈએ !
***
એવો ડરી ડરીને હું જન્નત તરફ ગયો,
જાણે કે એની ભૂલ થઈ છે હિસાબમાં
***
કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી,
કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી
***
કંઈ પણ નથી લખાણ, છતાં ભૂલ નીકળી
કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે !
***
કેવો ખુદા મળ્યો છે, ભલા શું કહું, મરીઝ
પોતે ન દે, બીજા કને માગવા ન દે
***
ગગનમાં આ જગા ખાલી નથી, એમાં લપાયા છે,
ચમકવાની રજા મળતી નથી જે આફતાબોને
***
ચાલો કે ગતિની જ મજા લઈએ, કે અમને
મંજિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.
***
જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.
***
જિંદગી ના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’
એક તો ઓછી મદિરા છે, ને ગળતુ જામ છે.
***
જીવનની સત્ય ઘટના એમ સાંભળતુ નથી કોઈ,
બધે કહેવુ પડે છે કે કહાની લઈને આવ્યો છું.
***
ડૂબી છે જઈને નાવ અમારી ક્ષિતિજ પર,
દુનિયાનો છે ખયાલ કે પાર ઉતરી ગઈ
=== મરીઝ – ગીત એક ગાયું ને વાયરે વાવ્યું….પુસ્તક
__________________________________________
OTHER RELATED POST :
મે તમારી પાછળ મારી જાત ,
ને સસ્તી કરી નાખી છે .
ને પારાશ્રય એ મને કહે છે કે,
તારા થી વધારે એ મને સમજે છે .
-પારાશ્રય
મનગમતી મૌસમ આવી,મને ગમતી તું આવી,
વરસતી વાદળી માં ભીંજાતી ભીંજાતી તુ આવી,
માટી ની સુગંધ ને માનું કે તારા ભીના વાળ ની ઝલક,
પાણીમાં છબછબીયા કરવા લઈને જવાની તું આવી,
તારા આવકાર માં એટલી ગરીમા નહોતી,
જેટલી મારી વેદના માં લાલીમા હતી,
તડકો એટલો જોરદાર કે સુરજને ચુથી નાખું,
દર ઉનાળે એ જ વાત ને એજ વાત ભુંસી નાખું
છેલ્લા શ્વાસ સુધી જીવું તો કંયાક લખી નાખું,
મળે પિયા નો પાલવ તો મુખેથી પસીનો લુછી નાખું,
નફરત કેમ સીધેસીધી નથી કરતા,
કેમ આમ આડકતરી ને કરો છો,
છે ખબર મને પણ તમારા પ્રેમ ની,
તોય કેમ આમ છેતરી ને કરો છો,
તમારું દેખાવું એ નજરાણું બની ગયું,
ઝાકળ મોતીનું એ ફૂલો નું બની ગયું,
તમે હસીને કહ્યું કે આવજો એકવાર,
તમારા ઘરે જવાનું એક બહાનું બની ગયું,
કદાચિત દુનિયા માં આવ્યા, ભલે રહેવું પડે,
માયા ની માળા ફેરવીને પણ લોભાવવુ પડે,
ખબર છે કાયમ ની સગવડ તો પ્રભુ પાસે પણ નથી,
તોય શ્વાસ ચાલે ત્યાં સુધી એને નમવું પડે,
માનવા જેવી વાત નથી પણ માની લઉં છું,
દીવો પ્રગટાવવા હું અંધકારને બોલાવી લઉં છું,
વિચારધારા મારી નિર્મલ, સ્વચ્છ ને સુંદર રાખું છું,
પ્રભુ એટલે તો તારી નજરમાં નજરો રાખું છું,
જિંદગી નો નશો એવો રહ્યો હતો કે હોંશ ના આવ્યો,
મરણ પથારીએ બેહોશ થવા ગયો ને હોંશ ના ગયો,
તું હવે મને પ્રેમ કરવાની જીદ ના કર,
હદ કરતાં વધારે બદનામ થઈ ગયો છું,
હમણાં અંહી આવ્યો છું આ કેદમાંથી મુક્ત થઈ,
હું મારી રીતે સમજો આજે આબાદ થઈ ગયો છું,
છુપાવી શકાય એવી વસ્તુ તો નથી ઉમળકા નો દોષ છે,
વગર સમજે કહીં દઉં છું, પ્રેમ પણ મારા જેવો નિર્દોષ છે,
રાજી મારી ખુશી રાખી લઉં તું વાત મળવાની તો કર
થોડી છેટે ઉદાસી મુકી દઉં તું વાત મળવાની તો કર,
કંઈ ના હોય પણ કોઈ હોય એવું જીવતર આપી દે,
પળવારમાં પરોવી દઉં સોય, એવું ઘડતર આપી દે,
શોધી નથી શક્યો તોય તારા ભરોસે હજુયે છું,
અનિલ નિરખી શકું માનવી માનવી માં એવો ઈશ્વર આપી દે,
એમની નજરે કિનારો જોયો,મૌજાઓનો નજારો જોયો,
લહરે, લહેરે ઊછળતો,સાગરનો આંખમાં ઇશારો જોયો,
પ્રણય માં પણ કેવા કેવા અંદાજ બદલાતા રહ્યા,
એમની આસપાસ ફરતો એક પ્રેમી બિચારો જોયો,
વેળા વિદાય વેદના આપતી ગઈ,
ફરી મળવાની ઝંખના આપતી ગઈ,
કરતાં ન મે ગુનાહ તો તું બેક્ષતા કીસે,
મેરે ગુનાહો ને તુજે ખુદા બના દિયા.
i do apricate ur efforts ,also request to include shayer like ashim randeri,barkst ‘befam’all palanpuri….
આ ખરી ઈચ્છા પ્રેમની આખરી કરી લઉં,
એમને પ્રેમ મારા પર છે કે નહીં તેની ખાતરી કરી લઉં,
મરીઝની તમામ પંક્તિઓ એક એકથી ચઢિયાતી છે.આપે ઘણું સરસ સંકલન કર્યું છે. માણીને આનંદ થયો.
Incredible.
ખુબ સરસ સંકલન…આ રીતે અન્ય કવીઓના પણ ચુંટેલા શેર મુકશો તેવી અપેક્ષા છે.
ગેરહાજરી આપની જિંદગી હોવાનું અસ્તિત્વ આપતી ગઈ,
તમારા વગર કંઈ નથી એવું મહત્વ આપતી ગઈ,
મનહર સંકલન… આભાર…
maja aavi gai ………… After long time Mariz na aata badha sher sathe vanchya. Keep it up.
saras sher lai aavyaa!
sundarne sundear khevun yatharth chhe
kintu
sundarne manavu lhavo chhe
(ahi “manavu” no arth anubhavavun thay chhe)
ae lhavani lhani mate Abhinandan
nice compilation.
ધુમાડે ને લોકો ફુક મારીને જેમ આંધી કરી નાખી,
દશા મારી પણ લોકો એ ધુમાડા જેવી કરી નાખી,
જીવન ને સાચવી ને લાવ્યો છું મરણના દ્વાર સુધી,
જેનું રાહ જોતું હતું ક્યારનું મરણ અત્યાર સુધી,
પ્રભુ મારા માટે, મારા ઉપર,તારૂં ધ્યાન રહે,
લોકો નું શું, ભલે લોકો નું બેધ્યાન રહે,